________________
૧૬૦.
તત્વાર્થ સૂત્ર
(૨) વિગ્નસાગતિ :
જીવના પ્રયોગ વગર કેવલ અજીવ દ્રવ્યના પોતાના જ પરિણામરૂપ જે ગતિ તે વિગ્નસાગતિ છે.
દા. ત. પરમાણુ, વાદળ, ઇન્દ્રધનુષ, પરિવેષાદિ (સૂર્યની ચારેબાજુ ફરતું ગોળાકારે તેજમંડળ)રૂપ વિચિત્ર આકારો.
આ રીતે વિચિત્ર આકારોવાળી અજીવ દ્રવ્યના પોતાના પરિણામરૂપ જે ગતિ તે વિગ્નસાગતિ છે. (૩) મિશ્રિકાગતિ :
પ્રયોગ અને વિગ્નસાથી ઉભયપરિણામરૂપ જીવ અને અજીવ આ બંનેના પરિણામરૂપ હોવાથી અર્થાત્ જીવના પ્રયોગના સહચારથી, અચેતન દ્રવ્યના પરિણામથી જ ક્રિયા-ગતિ થાય છે તે મિશ્રિકાગતિ કહેવાય છે.
દા. ત. ઘટ, થાંભલો વગેરે...
કેમ કે તેવા પ્રકારના ઘટાદિ પદાર્થો તે પરિણામથી ઉત્પન્ન થવા માટે સ્વતઃ જ શક્તિવાળા, કુંભાર આદિની મદદથી બને છે. પર્યન્ત “ક્રિયા ગ્રહણનું કારણ
સૂત્રમાં “વર્તના” અને “પરિણામના પછી “ક્રિયા’નું ગ્રહણ છે તેનું કારણ એ છે કે વર્તના અને પરિણામ એ ક્રિયાની જાતિ-પ્રકાર છે. માટે એ બેના પછી “ક્રિયા' ગ્રહણ કરી છે. પરિણામ શબ્દ વચમાં શા માટે ? વળી અહીં ચાલુ વિષયમાં પરિણામ એ પ્રધાન છે માટે “વર્તના' અને ક્રિયા'ની વચમાં પરિણામ શબ્દ કહ્યો છે. અર્થાત્ વર્તન અને ક્રિયા' એ પરિણામવિશેષ છે. (૪) પરવાપરત્વ :
ભાષ્ય :- પરવાપરત્વ ત્રણ પ્રકારનું છે. (૧) પ્રશંસાકૃત (૨) ક્ષેત્રકૃત, (૩) કાલકૃત તેમાં પ્રશંસાકૃત પરત્વાપરત્વમાં દાખલો આપે છે કેધર્મ એ પર છે, જ્ઞાન એ પર છે.
एवंरूपत्वेऽपि कियायाः पदार्थानां भूतत्वभविष्यत्ववर्तमानत्वविशिष्टा गतिक्रियारूपाः क्रियापर्यायत्वेन ग्राह्याः कालानुकलत्वात् । अथ परिणाममाह-प्रयोगेति । स्पष्टं तदुक्तं "द्रव्याणां या परिणतिः प्रयोगविस्रसादिजा । नवत्वजीर्णताद्या च परिणामस्सः कीर्तित" इति । यद्यपि परिणामः क्रियाविशेष एव तथापि परिणामेन स्थितेस्सङ्ग्रहात् क्रियातो भेदेनोत्कीर्तनम् । न च परिणाम एवोच्यतां कि क्रियया, तस्या अपि तत्रान्तर्गतत्वादिति वाच्यम् । द्रव्याणां वैविध्यप्रकाशनाय तदुपादानात्, द्रव्यं हि द्विविधं परिस्पन्दरूपमपरिस्पन्दरूपमिति, तत्र परिस्पन्दः क्रिया, अपरिस्पन्दः परिणाम इति ॥
तत्त्वन्यायविभाकरे पृ० ४७