________________
૧૬૮
તત્ત્વાર્થ સૂત્ર
સ્વપ્નદૃષ્ટાંતની અસંગતતા
વળી સ્વપ્નનું જે ઉદાહરણ આપ્યું છે તે બંધબેસતું નથી. કેમ કે સ્વપ્નમાં તો વિપરીત દર્શન થાય છે અને જાગ્રત અવસ્થામાં અવિપરીત દર્શન થાય છે માટે સ્વપ્નનું દષ્ટાંત બરાબર નથી. બાહ્યર્થ નિરપેક્ષ વિજ્ઞાન માનવામાં પ્રમાણ અને પ્રમાણાભાસનો ભેદ બની શકશે નહિ.
વળી બાહ્યા નિરપેક્ષ વિજ્ઞાન થાય છે એમ જો માનવામાં આવે તો પ્રમાણ અને પ્રમાણાભાસમાં કોઈ ભેદ નહીં રહે કેમ કે બાહ્યર્થને લઈને જ પ્રમાણ અને પ્રમાણાભાસ થાય છે. દા. ત. સાપને જોતાં “આ સાપ છે' આવું જે જ્ઞાન થાય છે તે પ્રમાણરૂપ છે અને રજુને જોતાં આ સાપ છે' આવું રજ્જુમાં જ્ઞાન થાય છે તે પ્રમાણાભાસ છે. પ્રમાણ અને પ્રમાણાભાસ બંને બાહ્ય પદાર્થને લઈને થાય છે. તું તો બાહ્યર્થ નિરપેક્ષ વિજ્ઞાન માને છે એટલે તારા મતમાં પ્રમાણ અને પ્રમાણાભાસ આવો કોઈ ભેદ રહેશે નહિ. પ્રમાણ અને પ્રમાણાભાસની આપત્તિનું વિશદીકરણ.
વળી પ્રમાણ અને પ્રમાણાભાસનું લક્ષણ જુદું છે. વસ્તુના સ્વલક્ષણને ગ્રહણ કરનારું જ્ઞાન એ પ્રત્યક્ષ પ્રમાણ છે અને અર્થાન્તરના વિકલ્પથી પ્રવર્તતું જ્ઞાન એ પ્રત્યક્ષાભાસ છે. આમ પ્રત્યક્ષપ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણાભાસ બેનો ભેદ પડે છે તે તો તારા મતે નહીં પડી શકે.
માટે વિજ્ઞાન બાહ્યાર્થ નિરપેક્ષ છે એમ હું માને છે તે બરાબર નથી પરંતુ વિજ્ઞાન બાહ્યર્થના સ્વરૂપના જેવું હોવાથી સાકાર છે. નિરાકાર વિજ્ઞાનમાં સર્વજ્ઞ અને અસર્વશની આપત્તિ....
જો વિજ્ઞાનનો નિરાકાર અર્થાતુ બાહ્યર્થ નિરપેક્ષ માનવામાં આવે તો “પ્રત્યાસત્તિ વિપ્રકર્ષાભાવાત્' એટલે સંબંધ થતો નહીં હોવાથી અર્થાત્ બાહ્ય પદાર્થો સાથે ઇન્દ્રિયોનો સંનિકર્ષ નથી તેથી ક્યાં તો સર્વ પદાર્થોનું ગ્રહણ થવું જોઈએ ક્યાં તો અગ્રહણ થવું જોઈએ ! મતલબ એ છે કે પદાર્થની સાથે સંબંધ થયા વગર બાહ્યર્થ નિરપેક્ષ જ વિજ્ઞાન થાય તો બધા સર્વજ્ઞ બનવા જોઈએ અને ક્યાં તો બધા અસર્વજ્ઞ રહેવા જોઈએ !
જો કે આવું તો છે નહીં કે બધા સર્વજ્ઞ હોય કે બધા અસર્વજ્ઞ હોય. માટે બાહ્યાર્થ નિરપેક્ષ વિજ્ઞાન હોઈ શકે નહીં. આથી ગ્રાહક વિશેષથી જ ગ્રાહ્યનો સાક્ષાત્કાર થાય છે. અર્થાત જ્ઞાનવિશેષથી જ શેયનો સાક્ષાત્કાર થાય છે. મતલબ જ્ઞાનવિશેષથી જ જ્ઞાનગ્રાહ્ય અર્થનું સ્વરૂપ જણાય છે–સ્વરૂપ પ્રકાશિત થાય છે.
આ વાત માનવામાં ન આવે તો અર્થજ્ઞાન પણ નહીં થાય. કારણ કે “આ ઘટ છે.', “આ પટ છે” આવો જે વ્યવહાર થાય છે એ ઉપકારના પ્રભાવથી થાય છે. ઉપકાર એ જન્ય-જનક ભાવ સિવાય બની શકે નહીં. દા. ત. “આ ઘટ છે' આવો જે વ્યપદેશ (વ્યવહાર) છે તેમાં ઘટાદિનો ઉપકાર છે. આ ઘટાદિનો ઉપકાર ત્યારે જ બને કે ઘટ અને ઘટ વ્યપદેશનો જન્યજનક ભાવ હોય ! અર્થાત ઘટ વ્યપદેશનો જનક ઘટ છે અને ઘટ વ્યપદેશ એ જન્ય છે. આમ