________________
૧૫૯
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૨ વિષય અતીત કાળ :
ચક્ષુથી ગ્રહણ કર્યા પછી “મેં ઘટ જોયો’. આ વિષય અતીતકાળ છે.
ઘટ વિનાશ પામ્યો'. આ વાક્યમાં “ઘટ’ એ ભાવ (પદાર્થ) છે, અને “વિનાશ પામ્યો' એટલે ઘટ અતીત થઈ ગયો. અર્થાત્ “ઘટ હતો’ આ જે કહીએ તે ભાવ અતીત કહેવાય.
એવી રીતે મેં ઘડો જોયો હતો. આ વાક્યમાં જોવાના વિષયરૂપે ઘડો છે તે જોયો એ ભૂતકાળ થયો. માટે આ અતીતકાળ વિષય અતીત કહેવાય.
અર્થાત્ ભાવરૂપે ઘટની અપેક્ષા કરી ત્યારે એ ઘટનો વિનાશ ભાવાતીત કહેવાય અને વિષયરૂપે ઘટ જોયો હતો આવી વિવક્ષા કરીએ ત્યારે ઘટ વિષયરૂપે છે તેથી ઘટ જોયો’ આ વિષય અતીત કહેવાય. ભવિષ્યકાળના પ્રકારો.
ભવિષ્યકાળના બે પ્રકાર છે.
(૧) વિષય અનાગતકાળ. (૨) ભાવ અનાગત કાળ વિષય અનાગત કાળ :
ભવિષ્યમાં જોવાની ઇચ્છાની નજીકમાં રહેલ વિષય જે ઘટ છે તે વિષય અનાગતકાળ છે. ભાવ અનાગત કાળ :
હજી જેણે ભાવ (કાર્ય સ્વરૂપ) પ્રાપ્ત કર્યો નથી તે ભાવ અનાગત કાળ છે. દા. ત. “ઘટ થશે.”
આ રીતે આપણે ક્રિયા શબ્દની વિચારણા કરી. હવે પૂ. ભાષ્યકાર મ. વિજ્યા એટલે ગતિ અર્થ કરી તેના ત્રણ ભેદ બતાવ્યા છે તે ભેદ વિચારીએ. (૧) પ્રયોગગતિ :
જીવના પરિણામથી પ્રેરિત અર્થાત્ જીવ દ્વારા થતી જે ગતિ તે પ્રયોગગતિ છે.
દા. ત. શરીર, આહાર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર આ શરીરાદિ વિષયવાળી જીવના પરિણામથી પ્રેરિત તે પ્રયોગગતિ કહેવાય છે.
જે વ્યવહાર થાય છે તે ઘટરૂપ જે ભાવ તે ભૂતકાળમાં થઈ ગયો એટલે કે ઘટ નાશ પામ્યા પછી
ઘટ અતીત કહેવાય છે. આ અતીત કાળ ભાવનો (પદાર્થનો) છે તેથી ભાવ અતીતકાળ કહેવાય. ૧. ચક્ષુથી જે ઘટ જોયા પછી ચક્ષુનો વિષય બનેલો જે ઘટ હતો તે અતીતકાળનો વિષય થઈ ગયો તેથી
ઘટ વિષયક જે કાળ છે તે વિષયાતીત કાળ કહેવાય.