________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૨
૧૬૧ અધર્મ એ અપર છે, અજ્ઞાન એ અપર છે.
આમાં ધર્મ અને જ્ઞાનની પ્રશંસા કરી એટલે ધર્મ અને જ્ઞાન પર છે અને એની અપેક્ષાએ અધર્મ અને અજ્ઞાન અપર છે.
હવે શ્રેત્રકૃત પરત્વાપરત્વનો દાખલો આપે છે કે –
એક દિશા અને એક કાળમાં રહેલાઓમાં જે દૂર રહેલો હોય તે પર કહેવાય અને નજીકમાં રહેલો હોય તે અપર કહેવાય.
હવે કાલકૃત પરત્વાપરત્વનો દાખલો આપે છે કે ૧૬ વર્ષની ઉંમરવાળા કરતાં ૧૦૦ વર્ષની ઉંમરવાળો પર છે અને ૧૦૦ વર્ષની ઉંમરવાળા કરતાં ૧૬ વર્ષની ઉંમરવાળો અપર છે.
આ રીતે પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને છોડીને કાલકૃત પરત્વાપરત્વ લેવાનું છે.
આમ વર્તના, પરિણામ, ક્રિયા અને પરવાપરત્વનો જે વ્યવહાર થાય છે તેમાં કાળનો ઉપકાર છે. - ટીકા :- પરવાપરત્વના પ્રકાર.
પ્રશંસા, ક્ષેત્ર અને કાલના ભેદથી પરવાપરત્વ ત્રણ પ્રકારનું છે. પ્રશંસાકૃત પરત્વાપરત્વ
આ ત્રણ પ્રકારના પરતાપરત્વમાંથી પ્રશંસાકૃત પરત્વાપરત્વમાં ઉદાહરણ આ પ્રમાણે છે–ધર્મ એ પર છે' કેમ કે ધર્મ એ સર્વથી-સર્વમાં ઉત્તમ હોવાથી પ્રશસ્ત છે,
સઘળાય મંગળોનું ઘર હોવાથી ઉત્કૃષ્ટ અવસ્થાને–પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલો “અધર્મ એ અપર છે અર્થાત્ જઘન્ય હલકો છે. કેમ કે એ થોડા ગુણવાળો હોવાથી નિકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત થયેલ છે. વળી જેવી વસ્તુ હોય તેવી રીતે વસ્તુને જણાવનાર હોવાથી “જ્ઞાન એ પર' છે. જે યથાવસ્થિત વસ્તુને જણાવનાર ન હોય તે અપર છે. આવું તો અજ્ઞાન જ છે. અપ્રશસ્ત હોવાથી “અજ્ઞાન એ અપર છે' અસમ્યગ્દષ્ટિ-મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ કુત્સિત છે. આથી અપ્રશસ્ત હોવાથી તે પણ અપર છે. ક્ષેત્રત પરત્વાપરત્વ
એક દિશામાં એક કાળે વિપ્રકૃષ્ટ-દૂર રહેલો પર કહેવાય અને નજીકમાં રહેલો અપર
કહેવાય.
ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કાળ સાથે લેવાનું રહસ્ય.
ક્ષેત્રકૂત પરત્વાપરત્વમાં દિશાનું પ્રાધાન્ય છે. અર્થાત્ આ ક્ષેત્રકૃત પરત્વાપરત્વમાં દિશા પ્રધાન છે પણ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ કાળ વગર હોતું નથી. કાળને લઈને થાય છે તેથી જ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ બતાવવામાં દિશાની સાથે કાળને પણ લેવો પડે છે.