________________
તત્ત્વાર્થ સૂત્ર
વાદી :- સૂર્યની ગતિમાં વર્તના છે તે પણ કાલાશ્રયવૃત્તિ છે એમ કહી રહ્યા છો તો તે પણ કેવી રીતે મનાય ? કેમ કે કાળની તો હજી સિદ્ધિ કરી રહ્યા છીએ. હજી ‘કાળ' સિદ્ધ થયો નથી. કાળ સિદ્ધ થાય તો તેના આધારે વૃત્તિ કહી શકાય...
અનુમાનથી કાળની સિદ્ધિ..
૧૫૨
આ વાત બરાબર નથી. કારણ કે આત્મા વગેરેનું સ્વરૂપ હજી નિશ્ચિત થયું નથી તો પણ ઉભય (વાદી-પ્રતિવાદીને) સિદ્ધ સાક્ષાત્ બુદ્ધિ, સુખ, દુઃખાદિ કાર્યોથી આત્મા જણાય છે, નિશ્ચિત થાય છે, કેમ કે સુખ, દુ:ખાદિ કાર્ય છે અને તે દૃશ્ય છે તો તે તેના કારણ વગર હોઈ શકે નહિ. તેનું કારણ આત્મા છે. આત્મા વગર સુખ, દુ:ખાદિ બની શકે નહિ
તેમ વર્તના પણ સકલ વસ્તુવ્યાપી છે. આથી પદાર્થના પરિણામના હેતુરૂપ કાળ છે જેનું નવ પુરાણાદિ કાર્યથી અનુમાન કરાય છે.
તે આ પ્રમાણે—જેમ સુખદુઃખાદિ કાર્ય છે તો તેનું કોઈ કારણ હોવું જોઈએ અને જે કારણ છે તે આત્મા છે.
આ રીત અનુમાનથી આત્માની સિદ્ધિ થાય છે તેવી રીતે પદાર્થના પરિણામરૂપ કાર્ય છે તો તેનું કારણ જરૂર હોવું જોઈએ, જે કારણ છે તે કાળ છે. આમ કાળનું પણ અનુમાન કરાય છે. અને આ રીતે અનુમાનથી કાળની સિદ્ધિ થાય છે.
વળી લોકમાં કાળદ્રવ્યને કહેનારા શબ્દો પણ પ્રસિદ્ધ છે. એ બધા શબ્દો વસ્તુની ક્રિયાને જ કહેનારા છે એવું નથી. તે શબ્દો આ પ્રમાણે છે- યુગપદ્, અયુગપદ્, ક્ષિપં, ચિત્રં, ચિરેણ ઇદ પરં, ઇદં અપરું, વર્સ્પતિ, ન એતદ્ વસ્મૃતિ, વર્તતે, તદ્ વૃત્ત અપ વર્તતે, ઇદ અંતર્વર્તતે... આદિ શબ્દો કાળને કહેનારા છે. કારણ કે આપ્તો આ શબ્દોને કાળની અપેક્ષાવાળા જ કહે છે તેથી કાળ એ બધાને માન્ય છે.
શબ્દપ્રયોગ દ્વારા કાળદ્રવ્યની સિદ્ધિ
વળી જો કાળ ન હોય તો કાળને કહેનારા હ્ય: શ્વ, અદ્ય, સમ્પ્રતિ, પશ્તુ, પરિ, નń, વિવા, પેષમ:, પ્રાત:, સાયં આદિ શબ્દો કેવી રીતે પ્રવર્તે ?
માટે કાળદ્રવ્ય માનવું જ જોઈએ.
આમ વર્તના એ કાલાપેક્ષ છે, કાળસ્વરૂપ છે. હવે ભાષ્યકાર મ. તેના એકાર્થક શબ્દો કહ્યા છે તે જોઈએ.
૧.
વર્ઝના જેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે.
ઉત્પત્તિ' આત્મલાભ એટલે કાર્ય થવું.
સ્થિતિ અપ્રચ્યુતિ એટલે નાશ ન થવો.
આ રીતે કંઈક ભેદવાળી વર્તના જ ઉત્પત્તિ અને સ્થિતિ કહેવાય છે.
उत्पत्तिस्तथा तद्भावप्रादुर्भावलक्षणा अधिगतिः अविच्युतिः..... हारिभ, तत्त्वा० पृ० २२५