________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૨
૧૫૫
વસંત ઋતુ :
વસંત ઋતુમાં ચારે તરફથી કંઈક જોવા યોગ્ય ફૂલો, મોગરાની યષ્ટિઓ, કેસર, તિલક, કુરબક, શિરીષ અને અંકોલનાં ફૂલોથી વિલાસ પામતા પરાગને ભજનાર તથા યુવાનોના હૃદયને હરણ કરનાર હૃદયહારી એવા વાયુ છે. આંબાની મંજરીના રજકણોથી પીળા શરીરવાળા, કુસુમના આસનના પાનને વશ થયેલા, ભમરીઓની પાંખ લાગવાથી ખડખડ હસતા, મનોહર અવાજવાળા, ચક્રાકારે થયેલા, રાગને ધારણ કરનાર કાયર જનોને કામ પેદા કરતા એવા ભમરાઓ વનમાં ચારે તરફ ઊડતા હોય છે.... કોયલના સમુદાયના મનોહર નિનાદ અને કોલાહલથી બંધાયેલા ગમનવાળો ડગલે ને પગલે અલના પામતો, કુસુમના સમુદાયને ભજનારા જાણે સળગી રહેલા અગ્નિના કૂટો ન હોય તેવા આગળ પલાશનાં વનોને જોતો, મલય પર્વતના વાયુના વેગથી હાલી રહેલ ચંપકની રજકણના સમુદાયથી આમતેમ ફરતા નેત્રવાળો પથિકે સમુદાય પાછો ફરે છે. વળી પાકી ગયેલા બિંબનાં ફળોની કાન્તિથી અને અશોકવૃક્ષના ફૂલના સમુદાયથી ચારે તરફથી બધી દિશાઓના ભાગ શોભાયુક્ત હોય છે. તેવા ચૈત્ર અને વૈશાખ મહિનામાં આ વસંતઋતુ હોય છે.
આ પ્રમાણે વસંત ઋતુમાં જે પરિણામો થાય છે તે કાળની જ એક શક્તિ છે જે તે ઋતુમાં થતા કાર્યથી અનુમાન કરવા યોગ્ય છે. ગ્રીષ્મ ઋતુ :
ગ્રીષ્મ ઋતુમાં જાણે સૂર્ય કિરણના સમુદાયથી અગ્નિને ફેંકતો, ભૂમિને અંગારાના સમુદાયથી વ્યાપ્ત કરતો હોય તેવો લાગે છે.. ચીરી એટલે તમરાના અવાજવાળા લાંબા દિવસો પથિક જનો મહામુશ્કેલીથી પસાર કરે છે...વનના કિનારા સુધી ઊગેલાં જે વૃક્ષો છે તેની છાયાનો આશ્રય લીધેલા, થાકેલા યાત્રામાં ફરનાર હાથી વગેરે વાહનના જે શબ્દો છે તેનાથી ભરી દીધેલી દિશાઓનો વિસ્તાર છે.. ચંદનના લેપના વિલેપનથી સફેદ થયેલા, નોકરોના હાથથી ઊંચા કરાયેલા વીંઝાતા પંખાના પવનથી શીતલ શરીરવાળા, શીતળ બગીચાઓમાં અને નદીસરોવરના કિનારાઓ ઉપર અનેક પ્રકારના ધારાગૃહ-ફુવારાવાળાં ઘરોમાં રહેલ પરસેવાના પ્રસર દૂર કર્યા છે એવા ભોગીઓ ક્રીડા કરે છે. હાથીના દાંતના ટુકડા જેવા સફેદ મોગરાના ફૂલની કળીની પુષ્કળ પરિમલને હરી લેનાર, સુગંધીદાર ગુલાબની ઉત્પત્તિ જેમાં છે તેવા, સાંજે અને સવારે વિલાસી જીવોની કામવાસનાને ઉદીપન કરતાં સુરભિવાળા પવન વાય છે.. કઠોર અને કઠિન ડોકવાળા વરાહની દાઢાઓના અગ્રભાગથી ખોદવાથી મૂળમાંથી ખોદાઈ ગયેલા મોથના પાનની સુગંધી જેમાં છે, હાથી અને પાડાઓના ટોળાથી વ્યાપ્ત ખાલોચીઆઓ છે જેમાં હાથીઓના ચીત્કારથી ભરી દીધેલી દશ દિશાઓવાળા રચેલી સરોવરના તરંગની શ્રેણીઓ ના હોય તેવી મૃગતૃષ્ણા વડે ઠગાયેલા ભોળા હરણીયાઓના સમુદાય છે જેમાં તેવાં મોટાં જંગલો હેય છે...એવા જેઠ અને અષાઢ મહિનામાં આ ગ્રીષ્મ ઋતુ હોય છે.
આ પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં જે કાર્યો થાય છે તે કાળની જ એક શક્તિ છે. જે તે ઋતુમાં થતાં કાર્યો દ્વારા અનુમાન કરી શકાય છે.