________________
૧૫૬
તત્વાર્થ સૂત્ર વર્ષાઋતુ - જેમાં વીજળીઓના વલયથી પ્રકાશિત મધ્યભાગવાળા નૂતન મેઘના સમુદાયથી ઢંકાયેલું અને રચાયેલા ઈન્દ્રધનુષની રેખાવાળું આકાશ હોય છે. મુશળધાર વરસાદની ધારાઓના પડવાથી દબાઈ ગયેલી ધૂળવાળું પૃથ્વીમંડળ છે. કદંબ અને કેતકીની રજકણોના પરિમલથી સુગંધિત બનેલા અંગને સુખકારી એવા પવન હોય છે... --- -----
ઇન્દ્રગોપના સમુદાયથી શોભતી લીલા ઘાસવાળી પૃથ્વી શોભે છે. નદીઓ કિનારા સુધી પહોંચેલી હોય છે... પર્વતની તળેટીઓ વિકાશ પામેલા કુટજ વૃક્ષનાં ફૂલ, કેળ અને કેળના ફૂલથી શોભતી હોય છે. મેઘના ગર્જરવથી અતિ તીવ્ર ઉત્કઠાવાળા બનેલા મુસાફરો જાણે બુદ્ધિ ચોરાઈ ગઈ ન હોય તેવા થાય છે. અને તેમની સ્ત્રીઓ ચાતક, મોર મંડલ અને દેડકાના અવાજરૂપ વિષમ વિષના વેગથી મોહ પામેલી બને છે. ક્ષણે ક્ષણે પ્રકાશરૂપી દીવડીઓથી દિશાઓના અગ્રભાગને પ્રકાશ કરનારી વીજળીઓ થઈ રહી છે, આગિયાઓ પરિભ્રમણ કરી રહ્યા છે તેવી રાત્રિઓમાં ત્યારે ચીકણી જગા ઉપર અભિસારિકાઓ-વ્યભિચારી સ્ત્રીઓ સંચાર કરે છે ફરે છે... કોઈ સ્થળે માર્ગો કાદવથી વ્યાપ્ત હોય છે, કોઈ કોઈ સ્થળે પાણીવાળા હોય છે, કોઈ સ્થળે ધારાબદ્ધ વરસાદની ધારાઓથી ધોવાયેલ રેતીવાળા હોય છે.
આવા શ્રાવણ અને ભાદરવા માસમાં આ વર્ષાઋતુ હોય છે. આ રીતે વર્ષાઋતુમાં જે પરિણામો થાય છે તે કાળની એક શક્તિ છે, જે શક્તિ તે તે કાર્યોથી અનુમાન કરવા યોગ્ય છે. શરદ ઋતુ :
કાદવને સૂકવતા સૂર્યનાં કિરણો પોતાના અત્યંત પ્રતાપને વિસ્તારે છે. વિકસિત કમળો અને કુમુદવાળાં વનો છે. હંસ અને સારસવાળા સ્ફટિક મણિઓની ભીંતો જેવા નિર્મળ પાણીથી ભરેલાં સરોવરો હોય છે... કલ્હાર-સફેદ કમળો અને કુમુદની સુગંધને વહન કરનાર પવન વાય છે. સપ્તચ્છદનાં ફૂલોની રજવાળી ધૂળથી ધૂસરા વર્ણયુક્ત શરીરવાળા અને મનોહર ગુંજારવ કરતા ભમરાઓ હોય છે.. બપોરીયાના મુકટવાળી દિશાઓ છે. મદે ચઢેલા મત્ત શબ્દની ગંભીરતાને કરતા, લાગેલા માટીના ખંડથી–ટુકડાથી શોભતા શીંગડાના અગ્રભાગવાળા બળદો ગમન કરે છે.. ખેડૂતોના હૃદયને હરણ કરનાર તથા હરણીયાના સમુદાયના દાંતથી જેના કિનારા નાશ પામ્યા છે તેવા ઘાસના ગુચ્છાના અગ્રભાગવાળા પ્રાપ્ત થયેલ પાકી ગયેલ ચોખાવાળા અને કલમ-ડાંગરના રક્ષણ કરનારાઓના છત્કાર-સીસકારથી ત્રાસ પામેલા પોપટના મંડળવાળાં ખેતરો અત્યંત શોભે છે. દિશાઓનાં મુખોને સફેદ કરતા ચંદ્રમાનાં કિરણો ધીરે ધીરે કામીઓના અંતઃકરણમાં બળાત્કારે હર્ષ વધારે છે.
આવા શરદઋતુના આસો અને કાર્તિક આ બે મહિનાઓમાં આ બધું થાય છે તેમાં કાળની એક શક્તિ કારણ છે, જે શક્તિ તે તે ઋતુમાં થતા કાર્યથી અનુમાન કરવા યોગ્ય છે.
૧
तथादृष्टस्य स तरोरेव कार्याविर्भाव इति चेन्न सततसन्निहितत्वात् समकमेव सकलकार्याविर्भावप्रसङ्गः स्यात् । ननु यस्यापि कालद्रव्यमेकं विविक्तं तस्यापि तत्सन्निधानात् सर्वाः कार्यावस्थाः किमिति युगपन्नानुवर्तन्ते ? उच्यते-तद्धि शिशिरवसन्तादिभेदेन भिद्यमानमनेकधा कार्यव्यक्ती: सृजति, ते च भेदाः प्रतिविशिष्टपरिणतिमनुरुध्यमाना विविक्तकार्यहेतवस्तस्मादस्तु द्रव्यान्तरं कालः । तत्त्वा० अध्या० ४ / सू० १५ टीकायाम्