________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૨
૧૫૧
‘મનુષ્ય' લોકમાં સૂર્યની ક્રિયાથી કાળનો વિભાગ છે' અર્થાત્ અતીત, અનાગત એમ કાળનો વિભાગ સૂર્યની ગતિથી છે.
સાપેક્ષપણે કાળ દ્રવ્ય છે અને પર્યાય(ક્રિયા) છે...
ઉત્તર : પહેલા અમે કાળ માટે જે કહ્યું હતું કે ધર્માદિ દ્રવ્યનો પરિણામ (પર્યાય) માત્ર કાળ છે' અથવા ‘ધર્માદિ દ્રવ્યોથી જુદો છે' તે ઊડતી નજરે જ કહ્યું હતું.
જોકે આ બંને પક્ષમાં અમને કોઈ દોષ નથી. કેમ કે પ્રથમ પક્ષ સ્વીકારીએ તો સિદ્ધસાપ્યતા છે તે આ પ્રમાણે
જો ધર્માદિ દ્રવ્યનો પર્યાય કાળ છે એટલે કે ધર્માદિ દ્રવ્યોમાં ઉત્પાદાદિરૂપ જે ક્રિયા થાય છે તે જ કાળ છે આવું સાધ્ય સિદ્ધ કરાય તો તેમાં અમને કોઈ વાંધો નથી. કારણ કે અમે તો કાળ એ ધર્માદિ દ્રવ્યનો પર્યાય છે એમ માનીએ છીએ તેથી અમારે તો કાળ એ પર્યાય છે. આ વાત સિદ્ધ જ છે એને જ તમે સિદ્ધ કરો છો એટલે તમારા સાધ્યમાં સિદ્ધસાધ્યતા નામનો દોષ આવશે...
વળી જો ધર્માદિ દ્રવ્યોથી કાળ અન્ય છે આવું સિદ્ધ કરો તો પણ અમને દોષ નથી, કેમ કે અમે કાળને દ્રવ્ય પણ માનીએ છીએ.
આ રીતે સાપેક્ષપણે કાળ દ્રવ્ય છે અને પર્યાય પણ છે.
સૂર્યની ગતિથી ઓળખાતી ક્રિયા કાળ મનાય તો ?
સૂર્યની ગતિથી ઓળખાતી વસ્તુની ક્રિયાકાળ છે એમ જે તમે કહ્યું તે તો નહીં કહી શકાય. એવું ન મનાય. કેમ કે સૂર્યની ગતિમાં પણ વર્તનાનો સદ્ભાવ છે એટલે ગતિ પણ વર્તે છે. માટે સૂર્યની ગતિમાં પણ બીજા કારણની કલ્પના કરવી પડશે.
સૂર્યની ગતિમાં વર્તના છે તેનું કારણ આકાશપ્રદેશ પણ નથી.
હવે પ્રશ્ન થાય સૂર્યની ગતિમાં વર્તના છે તેમાં કોણ કારણ ?
આ પ્રશ્નના જવાબમાં તમે કહેશો કે સૂર્યની ગતિમાં વર્તના છે તેનું કારણ આકાશપ્રદેશ છે.
તો તમારો આ જવાબ પણ બરાબર નથી કેમ કે આકાશપ્રદેશ એ સૂર્યની ગતિનું અધિકરણ છે. સૂર્યની ગતિનો આધાર છે, જેમ સ્થાલી-હાંડલી એ પાણીનો આધાર છે પણ નિમિત્ત નથી તેમ આકાશપ્રદેશ એ ગતિનો આધાર છે પણ ગતિમાં નિમિત્ત નથી. માટે સૂર્યની ગતિમાં વર્તના છે તેનું કારણ આકાશપ્રદેશ પણ નથી
તેથી એમ કહી શકાય કે સૂર્યની ગતિ પણ કાલાશ્રિત છે.
૧.
૨.
तत्त्वा० अ० ४ / सू० १४, १५
જૈનો ક્રિયાને પર્યાય કહે છે.
...