________________
અધ્યાય-૫: સૂત્ર-૨૨
૧૪૯
દૃષ્ટાન્તો પણ પૂર્વની જેમ કહેવા તેની જેમ કાળ અપેક્ષાકારણ છે એમ સમજવું. કોઈ કહે છે વર્તનાદિ પદો સમસ્ત છે, કોઈ કહે છે અસમસ્ત છે
આ સૂત્રની વ્યાખ્યા કરતાં કેટલાક કહે છે કે–વિરોધનો સંભવ નથી માટે “વર્તના” આદિ ત્રણ પદોનો સમાસ કરવો.
વળી બીજાઓ કહે છે કે –“વર્તના' આદિ પદો અસમસ્ત છે, તેઓનો સમાસ નથી, પણ પરત્વ અને અપરત્વનો તો સમાસ જ છે, કેમ કે પરત્વ અપરત્વની અપેક્ષા રાખે છે અને અપરત્વ પરત્વની અપેક્ષા રાખે છે. વર્તનાદિ ક્રમવિન્યાસનું પ્રયોજન.
પૂર્વ અને અપરની અપેક્ષા વગર જ્ઞાન (બુદ્ધિ) અને નામનો “વર્તના' તું છે તે બતાવવા માટે પહેલા “વર્તના'નું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી પરિણામ'નું ગ્રહણ છે. ત્યાર બાદ વર્તનાદિ તત્ ક્રિયાની જાતિ હોવાથી “ક્રિયાનું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી કાળનું ખાસ લિંગ હોવાથી છેલ્લે પરવાપરત્વ પ્રહણ કર્યું છે. કેમ કે પરવાપરત્વને બધા દર્શનકારો માને છે. આથી જ પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ એ કાળનું લિંગ નથી તે બતાવવા માટે અર્થાત્ પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને દૂર કરવા માટે છેલ્લે ‘પરત્વાપરત્વ'નું ગ્રહણ છે. સૂત્રમાં રહેલ “રા'નો અર્થ
સૂત્રમાં પરવાપરત્વે જ આમાં જે “ર મૂક્યો છે તે ઉપકારના અનુકર્ષણ માટે છે. માટે વર્તનાદિ કાળનો ઉપકાર છે એવો અર્થ થાય છે. આગળથી ચાલ્યા આવતા “ઉપકારની અનુવૃત્તિ લેવાય છે.
હવે પૂ. ભાષ્યકાર મ. ભાષ્ય દ્વારા વર્તનાનું સ્વરૂપ બતાવે છે
ભાષ્ય :- સર્વ ભાવો–પદાર્થોની વર્તના કાલ આશ્રિત વૃત્તિ છે. વર્તના, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રથમ સમયાશ્રયા આ પ્રમાણે અર્થ છે. એટલે કે પ્રથમ સમયના આશ્રયવાળી, ક્રિયા એ વર્તન છે, ઉત્પત્તિ છે, અને સ્થિતિ છે....
ટીકા : આ ભાષ્ય દ્વારા ભાષ્યકાર મ. વર્તના આદિ સકલ પદાર્થોમાં વ્યાપક છે તે બતાવે છે. તેમાં પહેલા વર્તના શું છે તે બતાવાય–વિચારાય છે. (૧) વર્તના - વર્તનાનો પરિચય..
- કાળને લઈને જે વર્તે છે તે વર્તના છે. આમ તો પદાર્થો સ્વયં–પોતે જ વર્તે છે. વર્તી રહેલા તે પદાર્થોની કાલાશ્રયા વૃત્તિ-વર્તના છે. અર્થાત્ પદાર્થોનું કાળને આશ્રિત જે રહેવું તે રૂપ વર્તના પ્રાયોજિકા છે. એટલે કે સ્વયં રહેલા પદાર્થોને કાળના આશ્રયવાળી વર્તના પ્રયોજિકા છે. આ સમજાવવા માટે “વર્તના” શબ્દની વ્યુત્પત્તિ બતાવીએ છીએ. વર્ચને યથા સા વર્તના જેના વડે વર્તાવાય તે વર્તના. આ રીતે પ્રેરક પ્રયોગ કરીને થાસભ્યો યુવ્ (TI. . , પા. ૩, ટૂં. ૨૦૭) યુન્ પ્રત્યય લગાડ્યો છે.