________________
૧૪૮
તત્ત્વાર્થ સૂત્ર આથી મનુષ્યલોકની બહાર પ્રાણાદિની વૃત્તિઓ સ્વયમેવ ઉત્પન્ન થાય છે. વ્યય પામે છે અને અવસ્થિત રહે છે.
આમ મનુષ્યલોકની બહાર પરવાપરત્વ કાલાપેક્ષ નથી. આથી એ કાળનું લિંગ નથી. માટે ત્યાં કાળ નથી.
આ રીતે મનુષ્યલોકની બહાર વર્તનાદિ કાલાપેક્ષ નથી. માટે કાળના લિંગ નથી. આનું નિરૂપણ થયું એટલે કોઈ આવું નિરૂપણ કરનાર સિદ્ધાન્તીને સામે પ્રશ્ન કરે છે કે – તો મનુષ્યલોકમાં પણ વર્તનાદિ કાલનિરપેક્ષ માનો.
એવી રીતે મનુષ્યલોકમાં પણ કાળ નિરપેક્ષ વર્તના વગેરે થઈ જશે. કાળની કલ્પનાથી શું ? અર્થાત્ જેમ મનુષ્યલોકની બહાર વર્તનાદિ કાલ નિરપેક્ષ છે તેમ મનુષ્યલોકમાં પણ વર્તનાદિ કાળથી નિરપેક્ષ જ માની લો ને કાળની કલ્પના કરવાની શી જરૂર છે ?
ઉત્તર : જો કાળ નિર્વક કારણ (કર્તા) હોય અથવા પરિણામી કારણ હોય તો તો કાળની કલ્પનાની જરૂર નથી પણ કાળ તો અપેક્ષાકારણ છે. એટલે કુંભારની જેમ અધિષ્ઠિત થઈને સ્વતંત્રપણે કરતો નથી માટે કાળ એ નિર્વક કારણ નથી અને માટીની જેમ પરિણામી કારણ પણ નથી પરંતુ થઈ રહેલા પદાર્થોએ આ કાળમાં થવું જોઈએ, અન્ય કાળમાં નહિ. આ પ્રમાણે ધર્મદ્રવ્ય જેમ ગતિમાં અપેક્ષાકારણ છે તેમ કાળઅપેક્ષા કારણ છે. અર્થાત્ કાળ પદાર્થને બનાવતો નથી માટે કર્તા નથી અને માટી જેમ ઘટ બની જાય તેમ કાળ પોતે કોઈ વસ્તુ બની જતો નથી માટે પરિણામી કારણ નથી, પરંતુ જેમ ગતિમાં પરિણત થયેલ જીવ અને પુગલને ધર્માસ્તિકાય મદદ કરે છે એટલે ધર્માસ્તિકાય અપેક્ષા કારણ બને છે તેમ સ્વયં પદાર્થો અમુક કાળમાં થાય છે, અન્ય કાળમાં નહિ. દા. ત. આંબો વસંત ઋતુમાં ફળે છે તેમાં કાળ અપેક્ષા કારણ બને છે. મનુષ્યલોકમાં જે પદાર્થો થાય છે તે કાળની અપેક્ષા રાખે છે. એટલે મનુષ્યલોકમાં જે પદાર્થોની વર્તનાદિ છે તે કાલાપેક્ષ છે.
જો આમ ન માનીએ તો અમુક કાળમાં જ અમુક પદાર્થોની ઉત્પત્તિ જોવાય છે. તે બને નહિ માટે મનુષ્યલોકમાં કાળનિરપેક્ષ પદાર્થોની વર્તનાદિ મનાય નહિ.
આ રીતે મનુષ્યલોકમાં કાળને અપેક્ષાકારણ માનવામાં કોઈ દોષ નથી. અહીં સુખાદિ ૧. તત્ત્વાર્થસત્ર અ. ૫ | સુ. ૨૦ સુખમાં. દુઃખમાં જીવન અને મરણમાં પુદગલનો ઉપકાર છે એટલે આ
પણ અહીં દૃષ્ટાંતમાં લેવું. આ બધાની જેમ કાળનો પણ ઉપકાર છે. જો તીછલોકમાં રહેલા પદાર્થો ઉપર ચંદ્ર, સૂર્યાદિની ગતિક્રિયાનો ઉપકાર છે તો સ્પષ્ટ જ છે કે કાળનો તીર્થાલોકમાં ઉપકાર છે. સ્વર્ગાદિ લોકમાં સૂર્યાદિની ગતિક્રિયા નથી તો ત્યાં તેના વડે કાળનો ઉપકાર નથી એટલે સ્પષ્ટ જ થઈ જાય છે કે તીર્થાલોક સિવાય બીજે કાળનો ઉપકાર નથી. અને પૂર્વમાં કહેવાઈ ગયું છે કે સ્વર્ગાદિમાં અહીંના કાળ વડે વ્યવહાર છે. પરમ નિરુદ્ધ એવો સમય પણ સર્યાદિ ક્રિયાથી વ્યંગ્ય દિવસ વગેરે છે તેનો પરમ લવ જ છે. સૂર્યાદિગતિમાં પણ પૂર્વની તેની ગતિ હેતુ જ છે. આમ તોછલોકમાં જ કાળની વૃત્તિ-વર્તન યુક્ત છે. નહીં તો લોક અને અલોકમાં વર્તનાનો સદભાવ છે તે છતાં સર્વત્ર કાળ મનાતો નથી. આ રીતે વિચારાય તો કાળ પર્યાય છે. એ પણ યુક્ત જ છે. મુદ્રિત તત્ત્વાદિપૃ૦ રૂ૪૬