________________
૧૪૬
તત્ત્વાર્થ સૂત્ર કાળનું સ્વરૂપ
તે એક સમય દ્રવ્ય અને પર્યાયની સાથે બંધાયેલ વૃત્તિ જ છે અર્થાત્ સમયરૂપ કાળ પ્રત્યેક દ્રવ્ય તથા પર્યાય સાથે સંબંધવાળો છે. દ્રવ્યાર્થરૂપે દરેક પર્યાયોમાં ઉત્પાદત્રય ધર્મવાળો પણ સ્વરૂપથી અનન્યભૂત, ક્રમભાવી અને અક્રમભાવી અનાદિ અપર્યવસાનરૂપ અને અનંત સંખ્યાના પરિમાણવાળો છે.
મતલબ એ છે કે એક સમયરૂપ આ કાળ દ્રવ્યરૂપે પ્રૌવ્ય છે અને એના જેટલા પર્યાયો થાય છે તેમાં પૂર્વ પર્યાયની અપેક્ષાએ તે વ્યય ધર્મવાળો છે અને નવીન પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ ધર્મવાળો છે. આમ સમયરૂપ કાળ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય યુક્ત બને છે.
આ રીતે સ્વરૂપથી અનંત એવો જે કાળ તેના સત્ત્વાદિ અક્રમભાવી પર્યાય છે અને બીજા ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ વગેરે ક્રમભાવી. પર્યાયો છે. આ બધા ક્રમભાવી, અક્રમભાવી પર્યાયો અનંતા છે. માટે જ પર્યાયરૂપ પ્રવાહમાં એક સમયરૂપ કાળ ચાલ્યા જ કરે છે. એટલે કે સમયરૂપ કાળ એક હોવા છતાં પર્યાયના પ્રવાહ એટલે એક પર્યાય પછી બીજો પર્યાય, પછી ત્રીજો આમ જે પર્યાય પ્રવાહ છે તેનાથી વ્યાપ્ત પોતે પોતાને વિસ્તાર છે. કાળમાં ધ્રૌવ્યાંશનું નિરૂપણ
અતીત, અનાગત અને વર્તમાન અવસ્થાઓમાં પણ કાળ, કાળ આ પ્રમાણે હંમેશા સામાન્યથી શ્રુતિ થાય છે તે કાળના ધ્રૌવ્યાંશના અવલંબનથી થાય છે. મતલબ કાળની કૃવતા હોય તો જ કાળ, કાળ આ પ્રમાણે શ્રવણ થઈ શકે. અતીત, અનાગત અને વર્તમાન દરેક પર્યાયોમાં કાળ દ્રૌવ્યરૂપે રહેતો હોય તો જ અતીત કાળ, અનાગત કાળ, વર્તમાન કાળ એમ બધે કાળ તરીકે શબ્દપ્રયોગ થયેલો સાંભળી શકીએ. આમ કાળમાં ધ્રુવતા સિદ્ધ છે.
દ્રવ્યાર્થિક નયના મતે સામાન્યાંશ-ધ્રૌવ્યાંશ પરમાર્થ હોવાથી કાળ એ સત જ છે. કોઈ પણ કાળે એ કાળ અસત્પણાને ભજતો નથી અર્થાત્ અસત્ થતો જ નથી. આ રીતે કાળ એ સત્ છે.
આપણે ઉપર શ્લોકમાં જોઈ ગયા મનુષ્યલોક વ્યાપી સમયરૂપ કાળ છે. હવે તે કાળ દ્રવ્ય છે અને તેથી સત્ છે એ સિદ્ધ કર્યું. એટલે કોઈ પ્રશ્ન કરે છે કેમનુષ્યલોકની બહાર પણ વર્તના છે તો ત્યાં પણ કાળ દ્રવ્ય માનવું જોઈએ ?
પ્રશ્ન : જે અઢી દ્વીપ અને બે સમુદ્રથી યુક્ત ક્ષેત્ર પરિમાણવાળા તછ ૪૫ લાખ યોજના પ્રમાણ, ઊર્ધ્વ લોકમાં ૯૦૦ યોજન પ્રમાણવાળા અને અધોલોકમાં પણ ૯૦૦ યોજન પ્રમાણવાળા કાળ દ્રવ્યનું વર્તનાદિ લિંગના સદ્ભાવથી નિરૂપણ કરાય છે, અર્થાત્ મનુષ્યલોકમાં કાળ મનાય છે તો મનુષ્યલોકની બહાર પણ કેમ સ્વીકારતા નથી? કેમ કે અહીં મનુષ્યલોકમાં
१. तथा च श्वोभावेन विनश्याद्यत्वे प्रादुर्भवति, अद्यत्वेनापि विनश्य ह्यस्त्वेनोत्पद्यते, कालत्वेन तु श्वोऽद्यह्यः पर्यायेषु
संभवित्वादन्वयरूपत्वाद् ध्रुव एवेति । तत्त्व० तृतीयकिरणे पृ० ४४