________________
તત્ત્વાર્થ સૂત્ર
પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ‘અહ’ દ્વારા આગળના સૂત્રનો સંબંધ બતાવે છે. તેમાં ‘અત્ર’ એટલે પંચાસ્તિકાયની પરિસમાપ્તિના અવસ૨ને પામીને કોઈ પ્રશ્ન કરે છે કે હવે કાળનો ક્યો ઉપકાર છે ?
કાળનો પ્રશ્ન સંગત કેવી રીતે ?
શંકા :- પૂર્વમાં ઉપન્યસ્ત ધર્માદિ દ્રવ્યોમાં ઉપકાર વિષયક પ્રશ્ન યોગ્ય હતો પણ “અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ” એ સૂત્રમાં કાળ દ્રવ્યનું તો નામ પણ બોલ્યા નથી તો કાળના ઉપકાર વિષયક પ્રશ્ન સંગત કેવી રીતે થાય ?
કાળનો શો ઉપકાર છે આ પ્રશ્નની સંગતતા
સમાધાન :- સાચી વાત છે, કાળ દ્રવ્ય કહ્યું નથી પણ આગળ ‘હ્રાતક્ષેત્યે' (મ. ૧. સૂ. રૂ૮) આ પ્રમાણે સૂત્રમાં બીજાઓ દ્રવ્ય માને છે એમ કહેવાશે.
૧૪૪
તે કાળ કોઈ વખત (કોઈ ગ્રંથકારોના મતે) ધર્માદિ પાંચ દ્રવ્યની અંદર આવેલો છે. કેમ કે ધર્માદિ દ્રવ્યોનો પરિણામ-પર્યાય છે. અર્થાત્ ધર્માદિ દ્રવ્યથી કાળ ભિન્ન નથી તેઓનો પર્યાય છે અને કોઈ વખત (કોઈ ગ્રંથકારોના મતે) ધર્માદિ દ્રવ્યો જેમ જુદાં છે તેમ કાળ પણ જુદું દ્રવ્ય છે.
લો તે કાળપર્યાય હોય કે દ્રવ્ય હોય પણ કોઈ પણ રીતે તેનું લક્ષણ અવશ્ય કહેવું જ જોઈએ આ વાત મનમાં રાખીને પ્રશ્ન કરે છે કે
કાળનો શો ઉપકાર છે ?
આ કાળના અસાધારણ લક્ષણ વિષયક પ્રશ્ન છે. અર્થાત્ (કાળનું અસાધારણ લક્ષણ શું છે ?) કાળનો અસાધારણ ધર્મ કયો ? આ રીતે અહીં આ પ્રશ્ન સંગત જ છે.
હવે આ પ્રશ્નના જવાબમાં પૂ. સૂત્રકાર ભગવંત નવા સૂત્રની રચના કરી રહ્યા છે તે પહેલા કેટલાક કાળને પર્યાયરૂપ માને છે તો તે કેવી રીતે છે એ આપણે જોઈ લઈએ.
કાળ એ ધર્માદિ દ્રવ્યોનો પરિણામ-પર્યાય જ છે. કારણ કે અભૂત, ભવિષ્યતિ અને મવૃતિ આ ક્રિયાપદોથી વાચ્ય કહેવા યોગ્ય જે અતીત, અનાગત અને વર્તમાન તે ધર્માદિ દ્રવ્યોના ધર્મવિશેષો એટલે કે તે દ્રવ્યોના પર્યાય જ છે. આ ધર્મવિશેષો બુદ્ધિ, અર્થ અને શબ્દ ત્રણ રૂપ છે. અર્થાત્ પદાર્થરૂપ છે, પદાર્થના જ્ઞાનરૂપ છે અને પદાર્થના નામરૂપ છે. દા. ત. વર્તમાનરૂપ અર્થ, વર્તમાનરૂપ બુદ્ધિ અને વર્તમાન એ શબ્દ આ ત્રણે વસ્તુ છે. ભૂતાર્થ, ભૂતાર્થ બુદ્ધિ અને ભૂત શબ્દ આ ત્રણે વસ્તુ છે, અનાગત અર્થ, અનાગત બુદ્ધિ અને અનાગત શબ્દ આ ત્રણે વસ્તુ છે. અને આ રીતે સર્વ વસ્તુ અર્થ, નામ અને જ્ઞાનથી સંગૃહીત હોય છે કારણ કે શબ્દ, અર્થ અને બુદ્ધિનો તુલ્ય વ્યવહાર છે. મતલબ એ છે કે ઘટાદિ વસ્તુ બુદ્ધિ અર્થ અને શબ્દ આ ત્રણરૂપ છે. કેમ કે એક જ વ્યવહારથી વ્યપદેશ થતી તમામ અર્થો અર્થ, અભિધાન અને જ્ઞાનથી સંગૃહીત થઈ જાય છે. ‘ઘટ' આ પ્રમાણે નામ બોલવાથી પણ ઘટ કહેવાય છે. કંબુગ્રીવાદિમાન્ એવો જે અર્થ તે ઘટ આ રીતે અર્થથી પણ ઘટ કહેવાય છે અને ઘટ બુદ્ધિથી પણ ઘટ કહેવાય છે. આમ