________________
તત્ત્વાર્થ સૂત્ર
૧૪૨
‘પરસ્પર’ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો ત્યાં ‘પરસ્પરસ્ય વ્યતિતુનાતિ' આવો પ્રયોગ થાય પણ પરસ્પરસ્ય વ્યતિgનીતે આવો પ્રયોગ ન થાય એટલે ‘પરસ્પર’ શબ્દ જ ક્રિયાવ્યતિહાર' બતાવે છે. આ રીતે વાર્તિકના પ્રમાણ દ્વારા ક્રિયાવ્યતિહારના વિષયમાં પરસ્પર શબ્દનો પ્રયોગ છે તે સિદ્ધ થાય છે તેની સાથે ભાષ્યમાં પ્રયોગ કરેલ ષષ્ચન્ત પરસ્પરસ્ય પણ તેના-જ ઉદાહરણ દ્વારા સિદ્ધ થઈ જાય છે.
હવે ભાષ્યનાં આગળનાં પદોનો વિચાર કરાય છે.
હિત, અહિતની વ્યાખ્યા..
ભવિષ્યમાં અને વર્તમાનમાં જે સમર્થ હોય, જે યુક્ત હોય, જે ન્યાયયુક્ત હોય તે હિત કહેવાય. આનાથી જે વિપરીત એટલે કે વર્તમાનમાં અને ભવિષ્યમાં જે સમર્થ, યુક્ત અને ન્યાય યુક્ત ન હોય તે અહિત કહેવાય.
હિતનું પ્રતિપાદન કરવાથી અને અહિતના નિષેધથી પરસ્પર જીવો ઉપગ્રહ કરે છે. આ સૂત્રમાં પુનઃ ઉપગ્રહ શબ્દનું પ્રયોજન...
પૂર્વ સૂત્રથી ‘ઉપગ્રહ' શબ્દ તો ચાલ્યો જ આવતો હતો છતાં અહીં ફરી ‘ઉપગ્રહ’ શબ્દનું ગ્રહણ છે તે ઇરાદાપૂર્વક છે.
જીવો પરસ્પર હિતાહિતના ઉપદેશદાનથી અનુગ્રહ કરે છે પણ પુદ્ગલો આ પ્રમાણે ઉપકાર કરતાં નથી. મતલબ એ છે કે પુદ્ગલો પરસ્પર હિતાહિતના ઉપદેશદાન રૂપ ઉપકાર કરતા નથી. એટલે શું ?
બીજી રીતે ‘ઉપગ્રહ' શબ્દની રહસ્યમયતા
અથવા બીજી રીતે પણ વિચારીએ તો ‘ઉપગ્રહ' શબ્દનું રહસ્ય છે. ઉપગ્રહ શબ્દનું સાર્થક પ્રયોજન છે. તે આ રીતે—જીવના સુખાદિમાં પુદ્ગલ એકલું પણ અનુગ્રાહક થાય છે, ત્યારે અહીં જીવના વિષયમાં તો ઉપગ્રાહ્ય અને ઉપગ્રાહક પરસ્પર સ્ત્રી, પુરુષની જેમ જીવો એકબીજાને ઉપકારક થાય છે. આમ યૌગપદ્ય બતાવવા માટે ફરી વખત ‘ઉપગ્રહ’ શબ્દનું ગ્રહણ છે કેમ કે હંમેશા બે આદિ જીવોનો પરસ્પર ઉપકાર થાય છે પણ જીવ એકલો ઉપકાર કરી શકતો નથી. એટલે જીવો એકબીજા પરસ્પર ઉપકાર કરે છે જ્યારે પુદ્ગલો તો એકેક પણ ઉપકાર કરી શકે છે. ‘ઉપગ્રહ’ શબ્દના પુનઃ ગ્રહણમાં આ અભિપ્રાય છે.
વળી પૂર્વસૂત્રમાં ‘ઉપગ્રહ' શબ્દ ઉપસર્જન-ગૌણ છે એટલે કે સુખાદિ રૂપે નિમિત્તપણે પુદ્ગલોનો ઉપકાર છે ત્યાં ‘ઉપગ્રહ’ (એટલે નિમિત્તપણે આ અર્થ છે એટલે તે) શબ્દ ગૌણ છે. જ્યારે અહીં તો ‘ઉપગ્રહ' શબ્દ સ્વતંત્ર છે. ‘જીવોનો પરસ્પર ઉપકાર છે.' અહીં ઉપકાર અર્થમાં સ્વતંત્ર ‘ઉપગ્રહ' શબ્દ છે.
૧. इतरचिकीर्षितायाः क्रियायाः इतरेण करणं क्रियाव्यतिहारः ।