________________
૧૪૦
છે માટે પૂ. ભાષ્યકાર મ. તેની અપેક્ષા રાખી નથી. સંસારીઓ ઉપર આહાર ઉપકાર કરે છે તેનું કારણ....
તત્ત્વાર્થ સૂત્ર
શું કારણ છે કે આ આહાર બધા સંસારીઓને ઉપકાર કરે છે ? પૂ. ભાષ્યકાર મ. આ
પ્રશ્ન કરી તેનો શરીર ઇત્યાદિ દ્વારા જવાબ આપે છે....
આહાર એ અપવર્તનીય અને અનપવર્તનીય આયુવાળા બંનેને ઉપકાર કરે છે. કેમ કે અનપવર્તનીય આયુવાળાના શરીરની સ્થિતિ વગેરે આહારને આધીન છે, અને આહાર એ પુદ્ગલનો વિકાર છે. એટલે આહાર એ પૌદ્ગલિક છે તેથી પુદ્ગલ ઉપકાર કરે છે એ વાત સિદ્ધ થઈ. આમ સર્વ સંસારીને પુદ્ગલ ઉપકાર કરે છે તે સિદ્ધ થાય છે.
હવે ભાષ્યમાં જે શરીરની સ્થિતિ આદિ માટે આહાર છે એમ કહ્યું છે તેમાં સ્થિતિ આદિના અર્થ બતાવે છે.
સ્થિતિ આદિ પદોની વ્યાખ્યા
સ્થિતિ એટલે સારી રીતે ધારી રાખવું, શરીરનું ધારણ કરવું. જો આહાર ન હોય તો શરીરનું ધારણ થઈ શકે નહીં—શરીર ટકી શકે નહિ).
ઉપચય એટલે માંસ અને મજ્જા આદિની પુષ્ટતા.
બલ એટલે શક્તિ, પ્રાણ, સામર્થ્ય..
વૃદ્ધિ એટલે શરીરની ઊંચાઈ, પહોળાઈ
પ્રીતિ એટલે પરિતોષરૂપ ચિત્તનો ધર્મ અર્થાત્ ચિત્તની પ્રસન્નતા...
આવી રીતે અનેક પ્રયોજનને સિદ્ધ કરવાનું સામર્થ્ય હોવાથી આહાર ઉપકારક છે. અવતરણિકા
ભાષ્ય :- ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલો જીવ દ્રવ્યોના ઉપર ઉપકાર કરે છે એ વાત અમે માની લીધી પણ હવે જીવોનો કયો ઉપકાર છે ? આ પ્રશ્ન થાય છે.
તો તેનો જવાબ અપાય છે....
ટીકા : નવા સૂત્રના પ્રારંભનો પૂર્વ સૂત્ર સાથે સંબંધ અને જીવનો શો ઉપકાર..?
‘અન્નાહ....' ઇત્યાદિ ભાષ્ય પૂર્વ સૂત્ર સાથે સંબંધ બતાવે છે. નિમિત્તરૂપ વ્યાપાર વિશેષથી જીવો ધર્માદિના ઉપકારવાળા છે. અર્થાત્ ધર્મ, અધર્મ, આકાશ અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવગાહમાં નિમિત્ત છે તેથી જીવોને નિમિત્તરૂપ વ્યાપારવિશેષથી ધર્મ, અધર્મ, આકાશ ઉપકાર કરે છે તો હવે પ્રશ્ન થાય છે કે શું આત્માઓ બીજા આત્માઓનો જ ઉપકાર કરે છે ? આ રીતે જીવ સંબંધી ઉપકારની પૃચ્છા કરે છે
અથવા
ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલોનો બીજાઓ ઉપર ધારાબદ્ધ ઉપકાર કહ્યો તો શું