________________
અધ્યાય-૫ : સૂત્ર-૨૧
૧૪૧
જીવો પણ બીજા ઉપર ધર્માદિની જેમ સાંતતિક ઉપકાર કરે છે કે બીજી રીતે કરે છે? આ પ્રમાણે પ્રશ્ન કરે છે.
તેમાં જીવ દ્રવ્યો ઉપર ધર્માદિ સર્વે ઉપકાર કરે છે એટલે કે ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલો ઉપકાર કરે છે; ધર્મ, અધર્મ અને આકાશ પુદ્ગલ દ્રવ્યો ઉપર ઉપકાર કરે છે, આકાશ, ધર્મ, અધર્મ, પુદ્ગલોનું ઉપકારક છે; આ રીતે ધર્માદિ ઉપકાર કરે છે એ તો પ્રસિદ્ધ છે, એ તો અમે જાણીએ છીએ. પણ હવે જીવોનો કયો ઉપકાર છે તે અમે જાણતા નથી માટે પ્રશ્ન કર્યો તેના જવાબમાં પૂ. ભાષ્યકાર મ. કહે છે કે–ત્રોચતે
-
પરસ્પરોપગ્રહો નવાનામ્ ૧-૨ .
સૂત્રાર્થ : જીવોનો પરસ્પર એકબીજા પર ઉપકાર છે.
ભાષ્ય :- પરસ્પર એકબીજાને હિત અને અહિતના ઉપદેશ દ્વારા જીવોનો ઉપકાર છે. અર્થાત એક જીવ બીજા જીવને હિતનો ઉપદેશ કે અહિતનો પ્રતિષેધ કરે છે તે જ જીવોનો ઉપકાર છે. પરસ્પર શબ્દનો અર્થ...
ટીકાઃ પરસ્પર શબ્દ કર્મવ્યતિહારનો વિષય છે. એટલે કે એકબીજા કર્મ બને. એક જીવ બીજા જીવનો ઉપકાર કરે છે, બીજો જીવ એ જીવનો ઉપકાર કરે છે. આમ બધા જીવો પરસ્પર કમ બને છે. આનું નામ કર્મનો વ્યતિહાર છે. અન્ય જીવને ઉપકાર એ જીવોનો ઉપગ્રહ છે. સૂત્રમાં કોઈ “અપરસ્પર' શબ્દની સંભાવના કરે છે.
અહીં કેટલાક કહે છે કે આ સૂત્રમાં “પરસ્પરને બદલે અપરસ્પર શબ્દ હોવો જોઈએ, અને અર્થ તો “પરસ્પર ક્રિયાના સાતત્ય વડે જીવોનો ઉપગ્રહ છે આવો જ થાય છે.
તો કેટલાક કહે છે કે અપરસ્પરનો પરસ્પર અર્થ થાય કેવી રીતે ? તેનો ખુલાસો કરતાં કહે છે કે–અપરસ્પર શબ્દ હોવા છતાં આ નો લોપ કરીને પૂ. સૂત્રકાર આચાર્ય મહારાજે પરસ્પર' શબ્દ સૂત્રમાં મૂક્યો છે. તેથી “પરસ્પરોપગ્રહો જીવાનામ્' આવો નિર્દેશ કર્યો છે જેના દ્વારા ઉપરનો અર્થ પ્રાપ્ત થઈ જાય છે. ક્રિયા વ્યતિહારના વિષયમાં પરસ્પર' શબ્દનો પ્રયોગ થઈ શકે છે તેમાં પ્રમાણ - અથવા પાણિનીયના સ્તરેતરી ચોપપલાવ (૫. ./. ૩ / સુ.૪૬) સૂત્રનું કાત્યાયને પરસ્પરોપગ્ન' (૯૯૦) આ વાર્તિક કર્યું છે તેમાં “પરસ્પરસ્થ વ્યતિતુતિ' આવું ઉદાહરણ મૂક્યું છે. તે વ્યાકરણના આધારે અહીં “પરસ્પરોપગ્રહો ગીવાનામ્ સૂત્રમાં પૂ. આચાર્ય મ. “પરસ્પર' શબ્દ જ ગ્રહણ કર્યો છે.
મતલબ એ છે કે “પરસ્પર' શબ્દ ક્રિયાવતિહારનો વિષય કરનાર છે. તેથી જ્યાં