________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૨
૧૪૭ કાળના લિંગ વર્તનાદિની ઉપપત્તિ છે અર્થાત્ વર્તમાનરૂપ કાળ કહેવાય છે તે વર્તનાદિ મનુષ્યલોકની બહાર પણ છે કારણ કે વર્તના ભાવ-પદાર્થ માત્રમાં છે, તથા પ્રાણાપાનશ્વાસોચ્છવ્વાસરૂપ પરિણામ નિમેષ અને ઉન્મેષરૂપ ક્રિયા, આયુષ્ય પ્રમાણ, પરવાપરત્વાદિ લિંગ છે. તો મનુષ્યલોકની બહાર કાળ માનવો જોઈએ ને ? શા માટે મનુષ્યલોકની બહાર કાળને સ્વીકારતા નથી ? મનુષ્યલોકની બહાર વર્તના હોતા માત્રથી લિંગ બની શકતી નથી તેનું કારણ
ઉત્તર :- મનુષ્યલોકની બહાર ભાવોની વૃત્તિ-વર્તના છે. પરંતુ વર્તના હોવા છતાં સામાન્યથી વર્તના એ કાળનું લિંગ મનાતું નથી કેમ કે સત્ પદાર્થો પોતે જ ઉત્પન્ન થાય છે, વ્યય પામે છે અને રહે છે. કોઈ બીજી વસ્તુની અપેક્ષા રાખતા નથી. જોકે ભાવોનું અસ્તિત્વ બીજી વસ્તુઓની અપેક્ષાવાળું છે પણ મનુષ્યલોકની બહાર પ્રાણાદિની જે વૃત્તિ-વર્તના છે તે કાળની અપેક્ષા રાખનારી નથી.
જો કાળની અપેક્ષાએ હોત તો સમાન જાતિવાળા જેટલા હોય છે તે બધાને એકસાથે ભવન થવું જોઈએ. અર્થાત્ એકીસાથે થવા જોઈએ પણ તેવું થતું નથી માટે ત્યાં મનુષ્યલોકની બહાર કાળની અપેક્ષાએ ભાવોની વૃત્તિ નથી. કેમ કે કાળની અપેક્ષા રાખનારા તુલ્ય જાતિવાળાઓ એક કાળમાં થાય છે, વિજાતીય પદાર્થોનું એક કાળમાં ભવન થતું નથી અને પ્રાણીઓની તે પ્રાણાદિ વૃત્તિઓ એક કાળમાં થતી નથી અને અટકતી નથી માટે મનુષ્યલોકની બહાર તે પ્રાણાદિ વૃત્તિઓ કાળ સાપેક્ષ નથી. આથી ત્યાં રહેલી વર્તના એ કાળનું લિંગ બની શકે નહિ. તેવી રીતે મનુષ્યલોકની બહાર રહેલ પરત્વાપરત્વ પણ લિંગ નથી તેનું કારણ
મનુષ્યલોકની બહાર વર્તના જેમ કાલાપેક્ષ નથી અને તેથી તે કાળનું લિંગ બની શકતી. નથી તેવી રીતે પરત્વાપરત્વ પણ મનુષ્યલોકની બહાર કાલાપેક્ષ નથી. કેમ કે પરવાપરત્વ એ સ્થિતિ વિશેષની અપેક્ષા રાખે છે. ૧૦૦ વર્ષની સ્થિતિની અપેક્ષાએ ૬૦ વર્ષની સ્થિતિવાળો અપર કહેવાય છે, અને ૬૦ વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ ૧૦૦ વર્ષવાળો પર છે. ૬૦ વર્ષ અને ૧૦૦ વર્ષ આ સ્થિતિ જ છે. આ સ્થિતિ સત્ત્વની અપેક્ષાના અસ્તિત્વથી જ છે. અર્થાત્ સ્થિતિ પદાર્થના અસ્તિત્વની જ અપેક્ષા રાખે છે. આ શાથી ?
અસ્તિત્વ હોવાથી જ, અને ભાવોનું અસ્તિત્વ બીજી વસ્તુની અપેક્ષાએ નથી પોતાની મેળે જ છે, કોઈની પણ અપેક્ષા રાખતું નથી. એ વાત પહેલા જ કહી ગયા છીએ.
જો ભાવોનું અસ્તિત્વ બીજાની અપેક્ષાએ મનાય તો ભાવ-સપણે બીજા ઉપર આધારિત થાય. તો તે સ્વયં સતુ નથી એમ કહેવું પડે. તો અસત્ પણ સત્ થઈ જાય. માટે ભાવોનું અસ્તિત્વ-સત્ત્વ અન્ય અનપેક્ષ છે.
૧. અહીં અમે આગળમાં “બાવાનાસ્તિત્વ વાનપેક્ષમત્યુ'આના આધારે સુધારીને અર્થ કર્યો છે.