________________
અધ્યાય-૫: સૂત્ર-૨૦
૧૩૯ આ રીતે અનાવર્તનીય અને અપવર્તનીય આયુવાળાઓને જીવન અને મરણમાં પુદ્ગલો ઉપકાર કરે છે એ સમર્થન કર્યા પછી હવે પુદ્ગલો બંને પ્રકારના આયુવાળા સર્વ સંસારીઓ પર બીજી રીતે ઉપકાર કરે છે તે વાત પૂ. ભાષ્યકાર મ. બતાવે છે-“અને આહાર ત્રણ પ્રકારનો'.....ઈત્યાદિ ભાષ્યમાં રહેલ નો અર્થ..
ભાષ્યમાં “દાર' આમાં જે ર મૂક્યો છે તે સમુચ્ચય અર્થમાં છે એટલે “અને ત્રણ પ્રકારનો આહાર.... આ પ્રમાણે અર્થ કર્મો.. આહારના પ્રકાર.
આહાર એટલે ખાવું. આ આહારના ત્રણ પ્રકાર છે. (૧) ઓજાહાર, (૨) લોમાહાર, (૩) પ્રક્ષેપ-કવલાહાર...
ઓજાહાર :- સર્વ આત્માને અપર્યાપ્ત અવસ્થામાં જન્મ કાળે ગર્ભમાં આવે ત્યારે ઘીની મધ્યમાં નાંખેલા માલપૂવાની જેમ સર્વ આત્મપ્રદેશો વડે જે આહાર થાય તે ઓજાહાર છે. લોમ આહાર :
પર્યાપ્ત અવસ્થામાં ત્વમિન્દ્રિયથી ગ્રહણ કરાય તે લોકાહાર છે.
પ્રક્ષેપ આહાર - કવલથી બને છે, અર્થાત્ કોળિયારૂપ છે તે પ્રક્ષેપ આહાર છે. આ આહાર પણ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય. નારક અને દેવ સિવાયના પર્યાપ્તકોને જ હોય છે.
ભાષ્યમાં સર્વેષાનું કહ્યું છે તેનાથી સંસારી જીવો લેવા. “સર્વ સંસારી જીવો પર આહાર ઉપકાર કરે છે” આવો અર્થ થાય.
પ્રશ્ન :- સંસારીઓ પણ કેટલાક અન્તર્ગતિ-વિગ્રહગતિમાં અનાહારક હોય છે, વળી કેવલીઓ તો સમુદ્યાતકાળમાં અને શૈલેશી અવસ્થામાં અનાહારક હોય છે. તો પછી આહાર બધાને ઉપકાર કરે છે તે કેવી રીતે કહેવાય?
ઉત્તર :- બહુલતા આશ્રિત આ વાત છે અને વિગ્રહગતિવાળાનો કાળ તો એકદમ અલ્પ
१. तत्रौजआहारोऽपर्याप्तकावस्थायां कार्मणशरीरेणाम्बुनिक्षिप्ततप्तभाजनवत् पुद्गलादानं सर्वप्रदेशैर्यत् क्रियते जन्तुना
प्रथमोत्पादकाले योनौ अपूपेनेव प्रथमकालप्रक्षिप्तेन घृतादेरिति, एष च आन्तर्मुहूर्तिकः । लोमाहारस्तु पर्याप्तकावस्थानप्रभृति यत् त्वचा पुद्गलोपादानमाभवक्षयाच्च सः । प्रक्षेपाहारः ओदनादिकवलपानाभ्यવહારત્નક્ષ: |
तत्त्वा० अध्या० २ । सू० ३१ टीकायाम् ૨. અહીં જન્મ શબ્દનો ભાવ ગર્ભમાં અવતરવું આવો સમજવો. મુકિત તત્વા ટિપ૦ પૃ૦ રૂ૪૬ ૩. “અપવર્તનીયથી ઈતર આયુષ્યવાળાઓ' અર્થ કરવો. આ અર્થ કરાય તો જ ભાષ્યમાં કહેલ શરીર, સ્થિતિ આદિ હેતુ સંગત થાય.
तत्त्वार्थ मुद्रित टिप्पण्याम् पृ० ३४६ ४. एवमयं सर्वेषामपि संसारिणां, विग्रहमतिसमापनसमुद्घातशैलेशीकेवल्युपकाराभावेऽपि स्तोकतया बाहुल्यमधि
ત્યાદ-૩પવુતે... દાખ૦ તત્ત્વા વૃ૦ રર૪