________________
૧૩૮
તત્ત્વાર્થ સૂત્ર
ટીકા :- ભાષ્યમાં ઉઠાવેલી શંકાનું વિશદીકરણ...
આ ભાષ્ય દ્વારા શંકા કરવામાં આવે છે કે—સોપક્રમી અપવર્તનીય આયુષ્યનો અનશન અને રોગ વગેરેની પીડાથી પુદ્ગલનો ઉપકાર રહો, તેમ જ ભૃગુપાત અને ફ્રાંસા વગેરેથી અપવર્તનીય આયુષ્યનો ઉપકાર પુદ્ગલ કરે છે એ વાત તો મનાય એવી છે પણ જે ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમપુરુષો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા એવા જે અનપવર્તનીય આયુષ્યવાળા છે તેમના જીવન અને મરણમાં પુદ્ગલોના ઉપકાર કેવી રીતે છે ?
આ રીતે શંકા કરી તેનો પૂ. ભાષ્યકાર મ. મોયતે કહીને જવાબ આપે છે— ભાષ્ય ઃ- અનપવર્તનીય આયુષ્યવાળાને પણ જીવન અને મરણમાં પુદ્ગલોનો ઉપકાર છે. એ કેવી રીતે છે ? આવો પ્રશ્ન કરે છે તો તેનો જવાબ અપાય છે કે—
અનપવર્તનીય આયુવાળા પર પુદ્ગલનો ઉપકાર કેવી રીતે ?
ટીકા : તે અનપવર્તનીય આયુષ્યવાળાના જીવન-પ્રાણધારણરૂપ ઉપગ્રહ અને મરણજીવનના ઉચ્છેદરૂપ ઉપગ્રહ એ પુદ્ગલસમૂહાધીન જ છે. અર્થાત્, પુદ્ગલકૃત જ—પુદ્ગલનો જ ઉપકાર છે. તમારી આ વાત બરાબર છે. પણ એ બને કેવી રીતે ? કેમ કે અનપવર્તનીય આયુષ્યની વૃદ્ધિ કે હાનિ શક્ય નથી. આથી પુદ્ગલો અનપવર્તનીય આયુને કયો ઉપકાર કરી શકે ?
આ પ્રશ્નનો પૂ. ભાષ્યકાર મ. જવાબ આપે છે કે—
ભાષ્ય :- તેઓને કર્મની સ્થિતિ અને ક્ષયથી ઉપકાર છે. કેમ કે કર્મ એ પુદ્ગલનો વિકાસ છે, અને વળી ત્રણ પ્રકારનો આહાર બધા જ સંસારીઓ પર ઉપકાર કરે છે. તેનું શું કારણ..? શરીરની સ્થિતિ, ઉપચય, બલ, વૃદ્ધિ અને પ્રીતિ માટે આહાર છે....
ટીકા :- અનપવર્તનીય આયુવાળા પર પુદ્ગલોનો ઉપકાર
અનપવર્તનીય આયુવાળાને પણ પુદ્ગલોનો ઉપકાર છે કેમ કે જ્ઞાનાવરણાદિ બધાં કર્મો પુદ્ગલરૂપ છે, જે અનંત પ્રદેશવાળા સ્કંધનો વિકાર છે. એ કર્મોની સ્થિતિ કર્મનિમિત્તે છે, અને તે સ્થિતિ દ્વારા જીવનમાં ઉપકાર કરનાર છે, તે જ કર્મ પુદ્ગલો ક્ષય પામતા મરણમાં ઉપકારી બને છે માટે અનપવર્તનીય આયુવાળાને પણ જીવન અને મરણમાં પુદ્ગલોનો ઉપકાર છે એ કહ્યું છે. તે સારું જ છે. બરાબર જ છે.
૧. અનશનાદિથી અને ભૃગુપાતાદિથી આમ ભેદ પાડી રહ્યા છે તેમાં જલદી આયુષ્યનો ક્ષય થાય છે તેના પ્રતિપાદન માટે છે એવો આશય છે. मुद्रित तत्त्वा० टिप्पण० पृ० ३४५
૨. અહીં કર્મ શબ્દથી આયુષ્ય કર્મ જ ગ્રહણ કરવું. કેમ કે અહીં જીવન-મરણનું પ્રકરણ છે. અનપવર્તનીયોનું પણ જીવન આયુ સિવાય નથી અને આયુના ક્ષય સિવાય મરણ નથી. માટે ઉપર ભાષ્યમાં ‘તેમાં” અનપવર્તનીયોનું પણ ઇત્યાદિ જે કહ્યું છે તે યુક્ત જ છે. (આમ છતાં ટીકા મ૰ કર્મથી જ્ઞાનાવરણીયાદિ કર્મ જ લે છે.) मुद्रित तत्त्वा० टिप्प० पृ० ३४५