________________
૧૩૬
તત્ત્વાર્થ સૂત્ર બળની અપેક્ષાવાળો છે. અર્થાત જેમાં દેશાદિની અપેક્ષા રહે છે તેવો જે પ્રયોગ તેનું નામ વિધિપ્રયોગ છે. આ વિધિપ્રયોગથી જીવનમાં ઉપકાર થાય છે અને જન્માન્તરમાં બાંધેલા આયુષ્યનું અનાવર્તન રહે છે. અપવર્તન એટલે શું ?
અપવર્તન એટલે અધ્યવસાયાદિ વિશેષની સહાયથી દીર્ઘ આયુષ્યનું અલ્પ થવું અર્થાત્ જીવનનું સંવર્તન થવું. અનપવર્તન એટલે શું ?
ઉપકારક હેતુની હાજરી રહે તો જેટલું આયુષ્ય બાંધ્યું છે તેટલું જ રહે છે કેમ કે સારી રીતે બાંધેલું છે. માટે જેમ પવનશ્લેષ છે તે અત્યંત ગાઢ હોવાથી દૂર કરી શકાતો નથી તેમ આયુષ્યનું અપવર્તન થતું નથી.
બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચિત આ ચાર કરણથી એકઠાં કરેલાં કર્મોમાં નિકાચિત કર્મનો ઉપક્રમ હોતો નથી માટે જીવિતનું સંવર્તન થતું નથી. એટલે જેમાં જીવનનું સંવર્તન ન થાય તે અનપવર્તન કહેવાય છે. વિષાદિ અપવર્તનકારી છે...
ઝેર, શસ્ત્ર, અગ્નિ, મંત્ર, પ્રહરણ આદિ જીવનના ઉચ્છેદરૂપ મરણના ઉપકારક છે અને પૂર્વમાં બાંધેલા આયુષ્યના અપવર્તનકારી છે.
कर्तव्या या सुजरा भवति । सात्म्य इति स्वभावः । कस्यचित् अत्यन्त स्निग्ध एव आहारः सुखं परिणमते, कस्यचित् रूक्षः, कस्यचित् मध्यः, विरुद्धद्रव्यसंपर्कोऽपि कस्यचित् सुखावहः, कस्यचित् असुखकरः सात्म्यस्य अनेकप्रकारत्वात् ॥ द्रव्यं माहिषं घ(घृतं) दधि क्षीरं वा ॥ गुरुलघु तु गव्वं दधि पयो वा खण्डखाद्यदध्योदनादीनां विज्ञाय | स्वबलं च वात प्रकोपादिव्याधिदूषितं अदूषितं च ज्ञात्वा यो अभ्यवहारं अन्नादि भुङ्क्ते ।
प्रशमरति-अज्ञातकतृका हस्तलिखितटीकायाम् ।श्लो० १३७ ।। ૩. પ્રકૃતિને અનુકૂળ અથવા જેને જે યોગ્ય હોય તે.
ते च प्राणिनस्तदैव तदायुर्बघ्नन्तोऽध्यवसायविशेषात् केचिदपवर्तनाह कुर्वन्ति केचिदनपवर्तनीयमिति, मन्दपरिणामप्रयोगोपचितमपवर्त्य तीव्रपरिणामप्रयोगोपचितमनपवयं तत्रापवर्तना नाम प्राक्तनजन्मविरचितस्थितेरल्पतापादनमध्य-वसानादिविशेषात्.... अनपवर्तनीयं पुनस्तावत्कालस्थित्येव न हासमायाति स्वकालावधेरारात्, तैलवर्तिक्षयतो निर्विघातप्रदीपोपशान्तिवत् घनसंहतत्वाद् वा पवनश्लेषवत्, तच्च किलाखिन्नवीर्यारब्धत्वात् असङ्ख्येयसमयोपार्जितमायुरनपवर्त्यम्, तथा
गाढबन्धनत्वान्निकाचितबन्धात्मनियमादनपवायुर्भवति ।... तत्त्वा० अ० २ / सू० ५१ / टीकायाम् पृ० २१९ ૩. પવન એટલે વાયુ વડે શોષાતો જે શ્લેષ-ચીકણો પદાર્થ તે અત્યંત ગાઢ છે તેનું ઉદ્ધલન કરવું શક્ય
નથી... મુદ્રિત તવા ટીપ્પ૦ પૃ૦ રૂ૪૪ ૪. ૫ ૨૧૯, બીજા અધ્યાયની ટીકામાં “નિકાચિત બંધવાળું આયુષ્ય અનપવર્તનીય હોય છે' આવું લખ્યું
છે માટે અહીં નિકાચિત કર્મનો ઉપક્રમ થતો નથી એવો અર્થ કર્યો છે.