________________
૧૩૪
તત્ત્વાર્થ સૂત્ર મનગમતી સ્ત્રી, મનગમતો છોકરો, મનગમતી માળા, મનગમતું વિલેપન, મનગમતાં અન્નપાનાદિ દ્રવ્યો આ બધાં આનંદનાં-સુખનાં સાધન છે.
આ જ પુદ્ગલદ્રવ્યો આત્માને સુખાદિ પરિણામમાં નિમિત્ત બને છે માટે પુદ્ગલો સુખાદિમાં નિમિત્ત છે. આ પ્રમાણે દુઃખાદિને વિશે પણ જાણી લેવું. દુઃખની વ્યાખ્યા
અસાતા વેદનીયના ઉદયથી બાહ્ય દ્રવ્યની અપેક્ષા રાખનાર સંક્લેશપ્રાયઃ આત્માનો જે પરિણામ છે તે દુઃખ છે. જીવનની વ્યાખ્યા
ભવની સ્થિતિના નિમિત્તરૂપ આત્માનું જે આયુદ્રવ્ય છે અર્થાત જે ગતિમાં જીવને રહેવાનો જે કાળ તેના નિમિત્તરૂપ પુરુષનું આયુદ્રવ્ય છે. તે આયુદ્રવ્યના સંબંધવાળા આત્માની પ્રાણાપાનરૂપ ક્રિયાવિશેષનો અબુપરમ એટલે અટકવું નહીં તે જીવન છે. મતલબ જયાં સુધી આયુના સંબંધવાળા જીવની શ્વાસોચ્છવ્વાસની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી જીવન છે. આમાં આયુષ્યકર્મના પુદ્ગલનો સંબંધ છે એટલે આયુષ્યકર્મ પુદ્ગલ જીવનમાં નિમિત્ત છે. મૃત્યુની વ્યાખ્યા
શ્વાસોચ્છવાસનું સંપૂર્ણપણે વિરમી જવું અર્થાત્ શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તે મરણ છે.
પ્રશ્ન :- મરણ એ આત્માને ઉપકારક કેવી રીતે કહી શકાય ?
ઉત્તર :- કંટાળી ગયેલા આત્માને મરણ પ્રિય થઈ જાય છે અને તેથી તે મરણ માટે વિષાદિ દ્રવ્યોનું ગ્રહણ કરે છે અર્થાત્ ઝેર આદિ ખાય છે. તેનો સંબંધ થાય છે એટલે એકીસાથે આયુષ્યના ઉપભોગનો ઉદય થઈ જાય છે અર્થાત્ પૂર્ણ થાય છે. જોકે આયુષ્યકર્મનો ઉદય સામાન્ય અવસ્થામાં ક્રમપૂર્વક થાય છે પણ જ્યારે ઉપક્રમ દ્વારા મરણાદિ થાય છે ત્યારે તે કર્મોનાં પુદ્ગલો યુગપદ્ એટલે એકસાથે ભોગવાઈ જાય છે. તેથી ઉપભોગ એટલે ઉદય એમ અર્થ કરવો જોઈએ. (એકવચનના અનુરોધથી) જેમ કાંટો પગમાં સીધો પેસી જાય છે અને પેસતાંની સાથે જ એકસાથે વેદનાનો અનુભવ થાય છે તેમ શસ્ત્રાદિ ઉપક્રમથી આયુષ્યનાં કર્મપુદગલોનો ઉપભોગ થઈ જાય છે.
આ રીતે કંટાળેલા આત્માને મરણ ઉપકાર કરે છે.
૧. દુઃખમાં અનિષ્ટ દ્રવ્યો નિમિત્ત થાય છે. ૨. પ્રાણાપાન પૌલિક છે તેથી શ્વાસોચ્છવ્વાસની ધારણા સુધી જ જીવન છે. મુદ્રિત તસ્વી. વૈ૦ પૃ૦ રૂ૪૪ ૩. ટીકાકાર મ. અહીં શ્વાસોચ્છવાસ કહ્યો છે પણ તેનો આધાર આયુષ્ય કર્મ છે. એમ લાગે છે કે આયુ
અને શ્વાસોચ્છવાસ બંને એકસાથે જ પૂરાં થઈ જાય છે અથવા લોકવ્યવહાર આશ્રિત શ્વાસોશ્વાસ કહ્યો હશે !