________________
૧૩૩
અધ્યાય-૫ઃ સૂત્ર-૨૦ સૂત્રમાં સમાસની વિવિધતા
આ સૂત્રમાં પહેલા દ્વન્દ સમાસ કરવો, પછી સમાનાધિકરણ તપુરુષ સમાસ કરવો. ક્રમવિન્યાસનું પ્રયોજન
આ સૂત્રમાં સુખ, દુઃખ, જીવિત અને મરણ આ પ્રમાણે જે ક્રમવિન્યાસ છે તેનું પ્રયોજન નીચે પ્રમાણે છે.
જીવોની ચેષ્ટા સુખ માટે છે માટે પહેલા સુ9 શબ્દ મૂકયો છે, સુખનું વિરોધી દુઃખ હોવાથી ત્યાર પછી તુર્ણ શબ્દ મૂક્યો છે,
જીવંત આત્મામાં સુખ અને દુઃખ બંને દેખાય છે માટે ત્યાર બાદ નીવિત શબ્દ મૂક્યો છે, કર્મના ઉપભોગની પરિસમાપ્તિ થતાં જીવનનો અસંભવ છે. અર્થાત્ આયુષ્યકર્મની સમાપ્તિ થાય ત્યારે મરણ થાય છે. માટે જીવિત પછી મરણ શબ્દ મૂક્યો છે.
આ સૂત્રમાં ૩૫પ્રદ શબ્દ ગ્રહણ કર્યો છે. એ તો “ર'ની અનુવૃત્તિથી આવી જ જતો હતો. છતાં આ સૂત્રમાં એનો અનાદર કરીને ફરી વખત ૩પપ્રદ શબ્દ ગ્રહણ કરવામાં આવ્યો છે તે વિશિષ્ટ અર્થના જ્ઞાન માટે છે.
શરીરાદિ આકારથી તો પુગલ સાક્ષાત્ ઉપકાર કરે છે મતલબ પુદ્ગલ પોતે જ તથાવિધ પરિણામથી શરીરાદિ આકાર ધારણ કરે છે માટે સાક્ષાત ઉપકાર છે. જ્યારે અહીં તો સુખ, દુઃખાદિરૂપે પરિણામ પામતા આત્માને પુદ્ગલો ઉપકારક બને છે એટલે કે સુખ, દુઃખાદિ પુદ્ગલ નિમિત્ત બને છે.
ભાષ્ય : સુખાનુગ્રહ, દુઃખાનુગ્રહ, જીવનાનુગ્રહ, મરણાનુગ્રહ આ યુગલનો નિમિત્તપણે ઉપકાર છે.
ટીકાઃ બાહ્ય દ્રવ્યના સંબંધની અપેક્ષાવાળા સાતા વેદનીયના ઉદયથી સંસારી આત્મામાં જે પ્રસાદ એટલે આનંદનો પરિણામ થાય છે તે સુખ છે.
१. सुखं च दुःखं च जीवितं च मरणं च = सुखदुःखजीवितमरणानि, तानि एव उपग्रहाः सुखदुःख
जीवितमरणोपग्रहाः । ૨. વિપ્રિયને દુઃખ અને મરણકારિપણે પુદ્ગલોનો ઉપયોગ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ સ્વરૂપનું આખ્યાન છે,
તેથી પુદ્ગલનું આ કાર્ય નથી.... તન્વી મુકિત ટિપ્પષ્ણામ્ – પૃ૦ રૂ૪૪
નિસ્થિત્યુપદી' આ સૂત્રમાં સમાસની અંદર જ ઉપગ્રહ શબ્દ છે તેથી તેની અનુવૃત્તિ થઈ શકતી નથી. “સનિયોગ' ન્યાયથી મતલબ ઉપગ્રહ શબ્દ સમસ્ત હોવાથી ધર્મ અને અધર્મની સાથે જ તેનો યોગ છે, પણ ઉપકાર શબ્દ તો પુતાનાં ૩૫%ા:' સૂત્રમાં સમાસમાં નથી માટે ઉપકાર શબ્દની અહીં અનુવૃત્તિ થઈ શકે જ છે. તેથી અહીં સૂત્રમાં ૩પગ્રહનું ગ્રહણ આવશ્યક છે. વળી સુખાદિ પુદ્ગલરૂપ નથી કિન્તુ પુગલથી જન્ય છે માટે અહીં ૩પપ્રદ શબ્દનું ગ્રહણ યોગ્ય છે. આગળનું ભાષ્ય પણ તેવી જ રીતે છે.
__ तत्त्वा० मुद्रित टिप्पण्याम् पृ० ३४४