________________
તત્ત્વાર્થ સૂત્ર
૧૩૦
પર્યાપ્તિ છે. કેમ કે ભાષા-પર્યાપ્તિ જિલ્લાને આશ્રયીને છે. આથી પૃથિવી આદિ વાયુ' સુધીના બીજા એકેન્દ્રિયોનો વ્યવચ્છેદ થાય છે. કેમ કે એકેન્દ્રિયોને રસનેન્દ્રિયનો સંબંધ હોતો નથી અને રસનેન્દ્રિયનો સંબંધ નથી તો જીભ નથી, જીભ નથી માટે ભાષાનો અભાવ છે.
જીભવાળા જ ભાષાનો પ્રયોગ કરી શકે...
બેઇન્દ્રિય વગેરે જીભવાળા છે તેથી જેમ આર્યો, આર્ય ભાષાનો અને મ્લેચ્છો મ્લેચ્છ ભાષાનો પ્રયોગ કરે છે તેમ પોતપોતાની ભાષારૂપે તે પુદ્ગલોને પરિણમાવીને ચોક્કસ એવી જ ભાષાનો પ્રયોગ કરે છે.
સંશીઓનું નિરૂપણ.....હવે આપણે ભાષ્યમાં રહેલા સંજ્ઞિનશ શબ્દથી વ્યાખ્યા કરીએ.
ગુણદોષની વિચારણારૂપ જે સંપ્રધારણ સંજ્ઞા, તેના યોગથી સંશી કહેવાય છે. એટલે કે ગુણદોષની વિચારણારૂપ સંપ્રધારણ સંજ્ઞા છે. આ સંજ્ઞા જૈને હોય તે સંશી કહેવાય છે.
ભાષ્યમાં રહેલા ત્તનો અર્થ વ્ ‘જ' છે. મનન કરવાની ઇચ્છાવાળા તે સંજ્ઞીઓ જ મનના પરિણામથી (કાયયોગ વડે) જેટલા આકાશપ્રદેશોમાં આત્મા રહેલો છે તે આકાશપ્રદેશોમાં રહેલા મનોવર્ગણાને યોગ્ય અનંત સ્કંધોને સર્વ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે છે. તે પછી તે સ્કંધના બળથી સંશીઓ ગુણદોષની વિચારણારૂપે પરિણમે છે. અર્થાત્ સંશીજીવો ગુણદોષની વિચારણામાં તત્પર બને છે.
એકેન્દ્રિયથી લઈને અસંશી પંચેન્દ્રિય સુધીના જેઓ આવા સંજ્ઞાવાળા નથી તેઓ ગુણદોષની વિચારણારૂપ મનન કરી શકતા નથી. કેમ કે એમને મન:પર્યાપ્તિકરણ વિશેષ હોતું નથી માટે એ બધા સંજ્ઞીમાં આવી શકતા નથી. આમ નાન્યે આ ભાષ્યથી અસંજ્ઞીનો વ્યવચ્છેદ કર્યો...
બેઇન્દ્રિય આદિમાં મનોવ્યાપારની શંકા
મનોવ્યાપાર ન હોય તો બેઇન્દ્રિય આદિ પોતાના સ્થાન તરફ ગતિ કરે છે, કૃમિ, કીડી, વગેરે જે ચોખાના કણો, શ્યામાક બીજ વગેરેનો સંગ્રહ કરે છે તે કેવી રીતે બને ? બેઇન્દ્રિયઆદિ અસંશીને અવગ્રહની પટુતા છે પણ મનોયોગ નથી
કૃમિ અને કીડી વગેરે બેઇન્દ્રિયાદિ અસંશી પોતાના દર તરફ જાય છે અને ચોખા
૧. સૂત્રકારે ‘વાચ્છન્તાનામેળમ્'(૪૦ ૨ / સૂ૦ ૨૩)માં એક ઇન્દ્રિયવાળાઓમાં વાયુને છેલ્લે લીધો છે એટલે પૃથ્વી, અપ્, વનસ્પતિ તેજ અને વાયુ આ પ્રમાણે ક્રમ રાખ્યો છે. તેથી અહીં ટીકા. વાયુ છેલ્લે લીધો
છે.
૨.
यद् वा कालिकीहेतुदृष्टिवादोपदेशाख्यासु तिसृषु संज्ञासु कालिकीसंज्ञा सम्प्रधारणाख्या गृह्यते, येन सुदीर्घमपि कालमनुस्मरति भूतमागामिनञ्चानुचिन्तयति कथं कर्तव्यं किमनुष्ठेयमिति सा दीर्घकालिकी सम्प्रधारणेत्युच्यते .. तथा च सम्प्रधारणसंज्ञा मनोरूपैव ।..
तत्त्वन्यायविभाकरे द्वितीयकिरणे पृ० ३४