________________
અધ્યાય-૫ સૂત્ર-૧૯
૧૨૯ ટીકાઃ બીજા અધ્યાયમાં ઔદારિક આદિ શરીરની વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અહીં એ પાંચે શરીરની વ્યાખ્યા કરવી.
પ્રાણાપાનની વ્યાખ્યા નામકર્મની વ્યાખ્યાના અવસરે આઠમા અધ્યાયમાં ગતિ-જાત્યાદિ સૂત્રમાં પાંચ પ્રકારની પર્યાપ્તિના પ્રકરણમાં “પ્રાણાપનક્રિયાયો યદ્રવ્યહાજી: નિર્તક્રિયાપરિસમસઃ પ્રાપન યff:” આ ભાષ્યમાં કહેવાશે. કહેવાશે ને બદલે કહ્યું આવો પ્રયોગ કેમ કર્યો ?
શંકા - હજી તો પ્રાણાપાનની વ્યાખ્યા આગળ કહેવાશે અને ભાષ્યકારે ભાષ્યમાં વ્યાખ્યાત” છે એમ શા માટે કહ્યું ? શંકાનું સમાધાન
આશંસા અર્થમાં ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રત્યય લાગે છે. જેમ કે-“જો ઉપાધ્યાય આવશે તો વ્યાકરણ ભણી લીધું સમજજો' તેમ અહીં પણ “જ્યારે નામકર્મનું સૂત્ર આવશે ત્યારે પ્રાણ અને અપાનની વ્યાખ્યા થશે” આ અર્થને લઈને “આશંસિત' કહ્યું છે એમ સમજવું.
- ભાષ્ય :- બેઇન્દ્રિય આદિ જીવો રસનેન્દ્રિયના સંયોગથી ભાષાપણે પરિણમે એવા પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજા જીવો નહિ, અને સંજ્ઞીઓ મન પણે પરિણમે એવાં પુદ્ગલોને ગ્રહણ કરે છે, બીજા જીવો નહિ.
ટીકા : પર્યાપ્તા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવો રસનેન્દ્રિયના સંયોગસંબંધથી ભાષા પરિણામને યોગ્ય અનંતપ્રદેશવાળા સ્કંધોને કાયયોગથી–કાયાના વ્યાપારથી ગ્રહણ કરે છે અને ભાષા પર્યાપ્તિરૂપ કરણ વડે–સાધન વડે છોડે છે.
આ ભાષ્યનો ભાવ આ પ્રમાણે છે કે–જ્યાં રસનેન્દ્રિયનો સંબંધ છે ત્યાં જ ભાષા
...तत्रोदारं बृहदसारं यद् द्रव्यं तन्निर्वृत्तमौदारिकमसारस्थूलद्रव्यवर्गणासमारब्धमौदारिरुप्रायोग्यपुद्गलग्रहणकारणपुद्गलविपाक्यौदारिकशरीरनामकर्मोदयनिष्पन्नम् ।.... विक्रिया विकारो बहुरूपतानेककरणं तथा निर्वृत्तमनेकाद्भुताश्रयं विविधगुणद्धिसम्प्रयुक्तपुद्गलवर्गणाप्रारब्धं वैक्रियम् । शुभतरशुक्लविशुद्धद्रव्यवर्गणाप्रारब्धं प्रतिविशिष्टप्रयोजनायाहियतेऽन्तर्मुहूर्तस्थित्याहारकम्... ...तेजोगुणोपेतद्रव्यवर्गणा तेजोविकारस्तेज एव वा तैजसमुष्णगुणं शापानुग्रहसामर्थ्याविर्भावनं तदेव यदोत्तरगुणप्रत्यया लब्धिरुत्पन्ना भवति तदा परं प्रति दाहाय विसृजति रोषविषाध्मातमानसो गोशालादिवत्, प्रसन्नस्तु शीततेजसाऽनुगृह्णाति । यस्य पुनरुत्तरगुणलब्धिरसती तस्य सततमभ्यवहताहारमेव पाचयति यच्च तत् पाचनशक्तियुक्तं तत् तैजसमवसेयम् । कर्मणा निवृत्तं कार्मणम्, अशेष कर्मराशेराधारभूतं कुण्डवद् बदरादीनामशेषकर्मप्रसवसमर्थं वा यथा बीजमङ्करादीनाम्, एषा च किलोत्तरप्रकृतिः शरीरनामकर्मणः पृथगेव कर्माष्टकात् समुदायभूतादित्यतः कमैव कार्मणम् ।.....
तत्त्वा० अ० २ । सू० ३७ पृ० १९५ ૨. અપર્યાપ્તાને વાગ્યોગ હોતો નથી તેથી આ પર્યાપ્તા વિશેષણ છે. તેથી જે પર્યાપ્તા છે તેની જે જીભ
છે તેની સાથે સંબંધ થાય છે. તા. મુદ્રિત ટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૪૨.