________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૯
૧૨૭
શંકા - શબ્દો (વાણી) મૂર્ત છે એટલે રૂપાદિવાળો તો તો અવશ્યમેવ ચક્ષુ વગેરેથી ગ્રાહ્ય કેમ નથી બનતો ?
સમાધાન :- એવી કોઈ વ્યાપ્તિ નથી કે જે રૂપાદિવાળી વસ્તુ હોય તે બધી ચક્ષુ આદિથી ગ્રાહ્ય હોવી જ જોઈએ. અર્થાત્ જેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે તો કોઈ ને કોઈ ઇન્દ્રિય દ્વારા તેનું જ્ઞાન થવું જ જોઈએ. આવી કોઈ વ્યાપ્તિ નથી.
દા. ત. પરમાણુ રૂપાદિવાળો છે છતાં કોઈ ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી કેમ કે પુગલોનાં પરમાણુ વગેરે જે પરિણામો છે તે વિચિત્ર છે. તેથી પરમાણુ, ચણક આદિ જે પુદ્ગલનાં પરિણામો છે તે રૂપાદિવાળાં હોવા છતાં ચક્ષુ આદિ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થતા નથી.
આમ પુદ્ગલનાં પરિણામોની વિચિત્રતાથી ઇન્દ્રિયોથી તેનું જ્ઞાન થાય જ આવું બનતું નથી. માટે અમૂર્ત છે એવું નથી તેમ વાણી પણ અમૂર્ત નથી, મૂર્ત જ છે તે અનુમાન દ્વારા આપણે સિદ્ધ કરીએ.
વાણી અમૂર્ત નથી. કેમ કે પૂર્વદિશાના પવનના વેગથી હણાયેલી વાણી પશ્ચિમ દિશામાં રહેલાને શબ્દરૂપે પરિણમેલી ઉપલબ્ધ થાય છે, પ્રતિઘાત થાય છે અને અભિભવ થાય છે. આથી વાણી અમૂર્ત નથી.
આ રીતે વાણી મૂર્ત-રૂપાદિવાળી સિદ્ધ છે તેથી પૌદ્ગલિક છે. આમ વાણી એ પુદ્ગલનો ઉપકાર છે. મન
અનંત પુદ્ગલ(પરમાણુઓ)ના સ્કંધરૂપ મનોદ્રવ્યને યોગ્ય જે પુગલો છે તેનાથી નિર્મિત હોવાથી મન પણ પૌલિક છે. આ મન પર્યાપ્તિવાળા પંચેન્દ્રિયોને જ હોય છે. છબસ્થોને શ્રુતજ્ઞાનાવરણના ક્ષાયોપશમ માટે કારણ-સાધન છે.
मनोऽभिनिर्वत्यै यद् दलिकद्रव्यमुपातमात्मना सा मनःपर्याप्तिर्नाम करणविशेषः, तेन करणविशेषेण सर्वात्मप्रदेशवतिना यानन्तप्रदेशान् मनोवर्गणायोग्यान् स्कन्धान् चित्तार्थमादत्ते ते करणविशेषपरिगृहीताः स्कन्धाः द्रव्यमनोऽभिधीयते (न्ते) । भावमनस्तु जीवस्योपयोगः चित्तचेतनायोगाध्यवसानावधानस्वान्तमनस्काररूप: परिणामः । * श्रुतज्ञानावरणक्षयोपशमजतया चैतन्मनोरूपं करणमिष्यतेऽर्हद्भिः , धारणा च मनोयुक्तस्यैव च जन्तो भवति नेतरस्येति ।
तत्त्वा० अध्या० २ । सू० ११ टीकायाम् अर्थावग्रहात् परतो मतिज्ञानमेव श्रुतज्ञानं भवति तच्च न सर्वेषामिन्द्रियाणामर्थावग्रहात् परतः, किन्तु मनोऽर्थावग्रहात् परतो मतिः श्रुतीभवतीति श्रुतस्य मनोविषयत्वं बोध्यम् ।
तत्त्वन्यायविभाकर-द्वितीयकिरणे पृ० ३३७ ...सामान्यार्थग्रहणानन्तरभाविनी सदर्थमीमांसा ईहा-किमयं शङ्खध्वनिरुताहो शृङ्गध्वनिरिति, मधुरादिगुणयोगादयं शङ्खस्यैव ध्वनिः, न शृङ्गस्येत्यन्वयव्यतिरेकवद् विज्ञानमपोह उच्यते, ईहापोहाभ्यां युक्ता ईहापोहयुक्तागुणदोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा, तां प्रति संज्ञिनोऽत्र संज्ञिनो विवक्षिताः, गुणाश्च दोषाश्च गुणदोषाः, स्वार्थपुष्टिहेतवो गुणाः तदपचयहेतवो दोषाः, तेषां विचारणम् आलोचनं-कथं गुणावाप्तिर्दोषपरिहारश्चेति तदेवात्मास्वरूपं यस्याः सम्प्रधारणसंज्ञायाः सा गुणदोषविचारणात्मिका सम्प्रधारणसंज्ञा ।।
तत्त्वा० अ० २/सू० २५ टीकायाम्