________________
૧ ૨૫
અધ્યાય-૫ઃ સૂત્ર-૧૯
શરીર હોય તો જ વાણી, મન અને શ્વાસોચ્છવ્વાસ હોય છે. માટે સૂત્રમાં પહેલા શરીર શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાર પછી વાણી બેઇન્દ્રિય આદિમાં દેખાય છે પણ સર્વ શરીરી અર્થાત્ સર્વ સંસારી જીવોમાં નથી દેખાતી કેમ કે એકેન્દ્રિયોને વાણી હોતી નથી. માટે શરીર પછી વાળુ કહ્યું છે. શરીર સર્વ સંસારી જીવોને હોય છે જ્યારે વાણી એકેન્દ્રિય સિવાયના સંસારી જીવોને હોય છે માટે પહેલા શરીર ત્યાર બાદ વાણી કહ્યું છે.
પ્રશ્ન :- અહીં સાંખ્યો પ્રશ્ન કરે છે કે તમે વાણી ઇન્દ્રિય લીધી તો બીજી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિય કેમ ન લીધી ?
ઉત્તર :- સ્પર્શનાદિ બીજી ઇન્દ્રિયો આત્મપ્રદેશરૂપ છે, વળી અહીં તો પુદ્ગલથી થયેલ ઉપકારને કહેવા માટે આરંભ છે. આ આરંભ તો પુદ્ગલના ઉપકારની પ્રસિદ્ધિ માટે છે. આથી શરીર અને વાણી લીધા છે, જે બંને પૌદ્ગલિક-પુદ્ગલ જન્ય છે.
હવે શરીર અને વાણી પછી પાંચે ઈન્દ્રિયોનો વિષય એ મનનો વિષય છે માટે તે બંને પછી “મનઃ પદ મૂકયું છે. છેવટના સર્વ સંસારી પ્રાણીઓનું કાર્ય હોવાથી “પ્રા/પાના: શ્વાસોશ્વાસ’ એ પદ મૂક્યું છે.
અહીં એક વાત સમજવા જેવી છે કે આ સૂત્રમાં જે બતાવ્યા છે, તે પૌગલિક છે કેમ કે આ બધા પુદ્ગલથી બને છે એટલે શરીર આદિ ઉપર પુદ્ગલનો ઉપકાર છે.
આ સૂત્ર સામાસિક પદ છે. તો કયો સમાસ છે? આવો પ્રશ્ન થાય તેનો ઉત્તર એ છે કે આ સામાસિક પદમાં ઇતિરેતર કુન્દુ સમાસ છે.
૧. કામણ અથવા ઔદારિક આદિ હોતે ત.. વી. મુદ્રિતટિપ્પષ્યામ્ પૃ૦ રૂ૪૨
કપિલ મત તરફથી આ શંકા છે. તેના મતમાં વાણી એ ઇન્દ્રિય છે અને પંક્તિન(૨ / સૂo
૨૫)માં તેનો નિષેધ કરેલ છે માટે અહીં પ્રયત્ન કર્યો નથી. તત્ત્વા. ૫૦ ૨૦ પૃ૦ રૂ૪૨ ૩. સ્પર્શન અને પ્રાણાદિ ઇન્દ્રિયોનું આ પ્રમાણે...તન્વી મુદ્રિત રે. પૃ૦ રૂ૪૨
अत्र च पुद्गलद्रव्यमेवानन्तप्रदेशस्कन्धमात्मप्रयोगापेक्षमायतते निर्वत्युपकरणरूपतया सर्वाणीन्द्रियाण्यनन्तप्रदेशानि
असङ्ख्येयात्मप्रदेशाधिष्ठितानि च द्रव्यात्मकानि भवन्ति.....तत्त्वा० अ० २ सू० १६ टीकायाम् पृ० १६४ ૫. સ્પર્ધાદિ બધા જ વિષયો આના છે. તત્ત્વા, મુ. ૨૦ પૃ૦ રૂ૪૨
પાંચ ઇન્દ્રિયથી જે વિષયનું જ્ઞાન થાય છે તેના ઉપર જ મન ચિંતન કરે છે તેથી પાંચ ઇન્દ્રિયનો
વિષય જ મનનો વિષય છે. - - - ...मनः पुनः चक्षुरादीन्द्रियकलापविषयीकृतमनुपतति रूपाद्यर्थम् न साक्षात्....तत्त्वा. अ.२ । सू० १५ पृ० १६२ ૬. કર્મબંધ અને નિર્જરાદિના હેતુપણે શરીરોને કહીને તેનાથી ભિન્ન કાયયોગ વિશેષનું અભિધાન કરે
છે “પ્રાણાપાન' ઇત્યાદિથી “પ્રાણાપાનાઃ'. આ પ્રમાણે પ્રથમા વિભક્તિથી જે અભિધાન છે તે પુદ્ગલો જ પ્રાણાપાનરૂપે પરિણમે છે માટે છે. પણ ધર્માદિની માફક ઔદાસિનતાથી ઉપકારક નથી... તત્ત્વા, मु० टी० पृ० ३४१