________________
૧૨૪
તત્ત્વાર્થ સૂત્ર સાંખ્યની રજૂઆત
સત્ત્વ એ પ્રધાનનો વિકાર જે જ્ઞાન-બુદ્ધિ છે તે જ્ઞાનાકારે પરિણમે છે. સાંખની સામે જૈનોનું કથન....
આની સામે એક અનુમાન રજૂ કરવામાં આવે છે કે જેમ તમ એ ગુણ છે અને જ્ઞાનાકારે પરિણમતો નથી તેવી રીતે સત્ત્વ પણ ગુણ છે તો તે પણ જ્ઞાનાકારે પરિણમી શકે નહિ. માટે સત્ત્વ જ્ઞાનાકારે પરિણામે છે. આ તમારી વાત યુક્તિથી રિક્ત છે.
વળી ચૈતન્ય કહો, બુદ્ધિ કહો કે વિજ્ઞાન કહો આ બધા એક છે, અને તે સાંખ્ય ! તમે તો ચૈતન્ય એ પુરુષનો સ્વભાવ છે એમ માનો છો પણ પ્રધાનનો વિકાર નથી. એટલે રેતયતે, નાનીતે, વૃષ્યતે આ બધા એક જ અર્થના બોધક પ્રયોગો છે. માટે ચૈતન્ય, જ્ઞાન અને બુદ્ધિ બધા એક છે. માટે વિજ્ઞાન એ પ્રધાનનો વિકાર છે એવું સિદ્ધ કરી શકે તેવી કોઈ યુક્તિ તમારી પાસે નથી.
હવે જો તમે એમ કહો કે આત્મા અને અંતઃકરણ એટલે બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. એટલે બુદ્ધિમાં ચૈતન્યનો ભ્રમ થાય છે. તેથી બુદ્ધિ અને ચૈતન્યની એક પ્રતીતિ થાય છે.
આ વાત પણ તારી બરાબર નથી. કેમ કે આત્મા અને બુદ્ધિ બંને અમૂર્ત છે, અને અમૂર્તમાં પ્રતિબિંબ પડે નહીં. દા. ત. જેમ મુક્તાત્મા. મુક્તાત્મા અમૂર્ત હોવાથી તેમાં જેમ પ્રતિબિંબ પડી શકે નહીં તેમ આત્મા અને બુદ્ધિમાં પણ પ્રતિબિંબ પડે નહીં. માટે બુદ્ધિ-વિજ્ઞાન એ પ્રધાનનો વિકાર નથી.
આમ જ્યારે બુદ્ધિ પ્રધાનનો વિકાર બની શકતી નથી તો આકાશ તો પ્રધાનનો વિકાર બની જ ક્યાંથી શકે ? તેથી આ ચર્ચા વડે સર્યું.
અવતરણિકા બીજાઓએ પ્રધાન આદિનો પરિણામ છે એવું માનેલું છે તેના નિષેધ માટે, ઉપકાર પ્રકરણના સંબંધથી પૂ. સૂત્રકાર મ. આ નવા સૂત્રની રચના કરી રહ્યા છે. અર્થાતુ ધર્માસ્તિકાયથી લઈને દરેક દ્રવ્યનો કયો ઉપકાર છે તે બતાવી રહ્યા છે. તેમાં હવે અનુક્રમથી આવતા પુદ્ગલ દ્રવ્યનો પ્રશ્ન થાય છે કે–પુદ્ગલ દ્રવ્યનો કયો ઉપકાર છે ? આ પ્રશ્નના ઉત્તરરૂપે આ સૂત્રરચના છે તથા શરીરાદિ જેને આપણે પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર કહીએ છીએ તેને અન્ય (સાંખ્ય) પ્રધાન આદિનો પરિણામ કહે છે. પરંતુ એ પ્રધાન આદિનો પરિણામ નથી, પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. આમ પ્રધાન આદિ પરિણામના નિષેધ અને પુદ્ગલદ્રવ્યના ઉપકારને બતાવવા માટે આ સૂત્રની રચના કરતાં પૂ. સૂત્રકાર મ. કહે છે કે
શરીર-વામાન -પ્રાણાપાના: પુનાનામ્ | -૬ . સૂત્રાર્થ ઃ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવ્વાસ એ પુદ્ગલોનો ઉપકાર છે. ટીકા - સૂત્રમાં શરીરાદિના ક્રમનું કારણ