________________
૧ ૨૨
તત્ત્વાર્થ સૂત્ર આવરણનો અભાવ એ આકાશ છે. અર્થાત્ આકાશ એ અભાવરૂપ છે. આકાશ એ ભાવ પદાર્થ છે પણ અભાવરૂપ નથી....
તમારા કથન મુજબ અભાવરૂપ આકાશ માની શકાય નહીં. કેમ કે અભાવ એ કોઈનો ઉપકારક બનતો નથી. જેમ શશશૃંગ એ આત્મારૂપ છે તો કોઈનો ઉપકારક બનતું નથી. તેવી રીતે આકાશ પણ ઉપકારક બનવું ન જોઈએ. જ્યારે આકાશ તો અવગાહ આપવામાં ઉપકાર કરે છે માટે આવરણના અભાવરૂપ આકાશ કહી શકાય નહિ. - -
આ રીતે અનાવરણરૂપ જ આકાશ છે આવું કહેનારનો બુદાસ થાય છે. અને જેમ પાણી આદિ અવગાહ્ય છે એ લોકવ્યવહારમાં સિદ્ધ છે અને પાણી એ ભાવરૂપ છે તેમ આકાશ એ અવગાહ્ય છે અને પાણીની જેમ અવગાહ્ય હોવાથી ભાવરૂપ પદાર્થ છે પણ અભાવરૂપ નથી. એ સિદ્ધ થાય છે.
અમે અનાવરણનો અર્થ “આવરણનો અભાવ એવો નહીં કરીએ પણ “જ્યાં આવરણ નથી” અથવા “જેને આવરણ નથી તે અનાવરણ' આવો અર્થ કરીશું એટલે આકાશ અનાવરણરૂપ છે. આમાં કોઈ દોષ આવશે નહીં.'
આ રીતે અર્થ કરવાથી તમે અન્ય પદાર્થ પ્રધાન બહુવ્રીહિ સમાસ કરો છો. તેથી તો અનાવરણનો અર્થ “આવરણના અભાવવાળો' આવો થશે. તો તો ભાવ જ આવશે પણ અભાવરૂપ પદાર્થ મળશે નહીં. તેથી આ રીતે પણ તમે આકાશને અનાવરણરૂપ સિદ્ધ કરી શકતા નથી.
હવે જો અનાવરણનો વિગ્રહ “આવરણથી અન્ય હોય તે અનાવરણ' આમ પર્યદાસ પ્રતિષેધ કરાય તો પણ આકાશ અભાવરૂપ છે. આવી સિદ્ધિ કરી શકાતી નથી. આવરણથી જુદો બીજો કોઈ પદાર્થ માનવો જ પડશે. એટલે આકાશ એ અભાવરૂપ સિદ્ધ ન થતાં આકાશ ભાવ છે એ સિદ્ધ થાય છે. તેથી પર્યદાસ પ્રતિષેધરૂપ વિગ્રહ કરો તો પણ આકાશ અભાવરૂપ છે એમ સિદ્ધિ થઈ શકે તેમ નથી.
અથવા આવરણ ન હોય તે અનાવરણ' આમ વિગ્રહ કરી પ્રસજ્ય પ્રતિષેધ કરો તો પણ પ્રયત્ન નિષ્ફળ છે. કેમ કે આવો વિગ્રહ કરવામાં આવે તો પણ આકાશ અભાવરૂપ સિદ્ધ થતું નથી પણ આકાશનો અભાવ છે. આવી સિદ્ધિ થશે !
આમ તમે પ્રસજય પ્રતિષેધ કે પર્યદાસ પ્રતિષેધ કોઈ પણ સ્વીકારો પણ દોષ તો છે જ તેથી તમે ન ઈચ્છો તો પણ બલાત્કારે આકાશ સિવાયના કોઈ પણ પદાર્થની પ્રાપ્તિ થશે પણ આકાશ સિદ્ધ નહિ થાય કે અનાવરણરૂપ આકાશ અભાવરૂપ છે એમ સિદ્ધ નહિ થાય.
આવરણના અભાવરૂપે આકાશ સિદ્ધ નહીં થાય પરંતુ પદાર્થાન્તરરૂપે સ્વીકારવું પડશે. નૈયાયિક તરફથી પૂર્વપક્ષ
આકાશનું લિંગ અવગાહ નથી પણ શબ્દ છે. કેમ કે શબ્દ ગુણ છે અને આકાશ ગુણી