________________
૧ ૨૬
તત્ત્વાર્થ સૂત્ર શંકા - આ બધાં પ્રાણીના અંગ હોવાથી છેલ્લે નપુંસકલિંગ એકવચન આવવું જોઈએ
ને?
સમાધાન - અંગ એટલે અવયવ. જો અવયવોને સમાસ થતો હોય તો નપુંસકલિંગ એક વચન આવે પણ અંગાંગીઓનો દ્વન્દ સમાસ હોય તો નપુંસકલિંગ એક વચન ક્યાંથી આવે ? કેમ કે શરીર એ તો અંગી છે. એટલે અહીં પ્રાથંગ જે નથી એમ સમજવું.
સૂત્રમાં પુતાનામમાં છઠ્ઠી વિભક્તિ છે તે ઉપકારના પ્રકરણથી સમજવી. એટલે પુદ્ગલ ઉપકાર કર્તા છે.
આ શરીરાદિ ચાર પુદ્ગલથી બનેલા પરિણામ વિશેષથી યુક્ત હોવાથી પ્રાણીઓના ગમન, આદાન, વ્યાહરણ, ચિંતન અને પ્રાણન વગેરે રૂપે અનુગ્રાહક બને છે. શરીરથી ગમન થાય છે, ગ્રહણ કરાય છે. વાણીથી બોલાય છે, મનથી ચિંતન થાય છે અને પ્રાણાપાનથી શ્વાસોશ્ર્વાસ લેવાય છે. આમ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવાસ એ પુદ્ગલથી બનેલા છે. તેથી આ પુદ્ગલનો ઉપકાર છે. અર્થાત્ ગમન આદિ આ બધા ભાવોનો કર્તા પુદ્ગલ છે.
ભાષ્ય - ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીરો, વાણી, મન, અને શ્વાસોચ્છવાસ આ પુગલોનો ઉપકાર છે. શરીર
ટીકા : શરીર એટલે ઘસાવાના સ્વભાવવાળું પુદ્ગલ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ નામના પાંચ પ્રકારનાં શરીરો છે.
આ શરીરો તથા વાણી, મન અને શ્વાસોચ્છવાસ પુદ્ગલોનો ઉપકાર છે.
ભાષ્યમાં તિ શબ્દનો અર્થ છે. તેથી જ શરીરો અને વાણી, મન વગેરે આવો અર્થ કર્યો છે. વાણી
જે બોલાય તે વાણી કહેવાય છે. આ વાણી પણ પૌદ્ગલિકી છે. આ રણન સ્વભાવવાળી (શબ્દરૂપ) વાણી ભાષા પર્યાપ્તિવાળા જીવોને હોય છે. જેનું નિમિત્ત વિયંતરાયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અને અંગોપાંગ નામકર્મ છે.
વીર્યવાળો આત્મા કાયયોગથી ભાષાયોગ્ય સ્કંધોને લઈને ભાષારૂપે પરિણમાવીને વાફ પર્યાપ્તિકરણ વડે સ્વ અને પરના ઉપકાર માટે છોડે છે તે જ વાણી કહેવાય છે.
આ સ્કંધો મૂર્ત હોવા છતાં ચક્ષુગ્રાહ્ય બનતા નથી. દા. ત. પાણીમાં નાંખેલા મીઠાના કણિયાઓ જેમ આપણને દેખાતા નથી તેમ આ સ્કંધો મૂર્ત હોવા છતાં ચક્ષુગ્રાહ્ય નથી.
૧. “પ્રfનતુર્યામ્' સિદ્ધહેમ રાશરૂ૭
वाङ्मनः पर्याप्त्येकत्ववविवक्षयैकवचनं, प्राणापानयोरप्युच्छ्वासनिश्वासयोर्जात्यपेक्षमिति... श्रीतत्त्वा० हारिभ० पृ० २२२