________________
૧૨૮
તત્ત્વાર્થ સૂત્ર આ સાધનરૂપ દ્રવ્ય મનની મદદથી પેદા થયેલ ગુણદોષની વિચારણારૂપ ભાવમન છે જે સંપ્રધારણ, સંજ્ઞાજ્ઞાન અને ધારણાજ્ઞાનરૂપ છે. આ રીતે આપણે જે મનની વ્યાખ્યા કરી તેમાં આ પ્રમાણ છે
"चित्तं चेतो योगोऽध्यवसानं चेतना परीणामः ।
भावो मन इति चैते, ह्युपयोगार्था जयति शब्दाः ॥" ચિત્ત, ચેતસુ, યોગ, અધ્યવસાન, ચેતના, પરિણામ, ભાવ, મન જગતમાં આ બધા ઉપયોગ અર્થવાળા શબ્દો છે.
અહીં તો આવા પ્રકારના ભાવ મનનું નિમિત્ત (કારણ), પુદ્ગલથી બનેલ, સર્વ આત્મપ્રદેશમાં રહેલ એવા દ્રવ્યમનનો અધિકાર છે. અર્થાત્ દ્રવ્યમાન અને ભાવમન આ બે પ્રકારના મનમાંથી અહીં પુદ્ગલથી બનેલ જે દ્રવ્યમાન છે તે લેવાનું છે. એ મન આખા આત્મામાં વ્યાપી છે, જેના દ્વારા આત્મા ચિંતન કરે છે.
આમ મન પણ પુદ્ગલથી બનેલું છે માટે મન એ પણ પુદ્ગલનો ઉપકાર છે.
પ્રાણ અને અપાન... તેવા પ્રકારના પરિણામને પામતો હોવાથી કોઠામાંથી નીકળતો જે ઉચ્છવાસરૂપ વાયુ તે પ્રાણ કહેવાય છે તથા બાહ્ય વાયુ જે અંદર લેવાય છે તે અપાન કહેવાય છે. આ બંને પ્રાણવાયુ અને અપાનવાયુ આત્માને ઉપકાર કરનાર છે.
આ બંને વાયુ મૂર્તિમાન છે તેની સિદ્ધિ કરનાર આ પ્રમાણે હેતુઓ છે : (૧) આ વાયુ રૂપી દ્રવ્યનો પરિણામ છે,
(૨) વાયુનો પ્રતિઘાત દેખાય છે, અને
(૩) આ વાયુ દ્વારાનુવિધાયી છે. નાસિકારૂપ દ્વારથી લેવાય છે ને મુકાય છે. આમ આ બંને વાયુ મૂર્ત છે. આથી પૌલિક હોવાથી પુદ્ગલનો ઉપકાર છે.
ભાષ્ય :- તેમાં શરીરો જેમ પહેલા (બીજા અધ્યાયમાં) અ ૨/૩૭ કહ્યા છે તેમ સમજવા અને પ્રાણ-અપાનની વ્યાખ્યા નામ કર્મ (અ. ૮ | સૂ. ૧૨)માં કરી છે.
૧. પ્રશ્ન :- દાર્શનિક ગ્રંથોમાં મનને શરીરવ્યાપી કહેવામાં આવે છે. અહીં આત્મવ્યાપી કહે છે તો આ
બંને નિરૂપણોનો સમન્વય કેવી રીતે થાય ? ઉત્તર :- આ પ્રશ્નના સમાધાનમાં સમજવું કે શરીર અને આત્માનો કથંચિત્ અભેદ હોવાથી અહીં આત્મા કહ્યો છે. પ્રાણ અને અપાનનો નિરોધ થાય તો મરણ થાય છે. માટે જ કાઉસ્સગ્નમાં પણ ઉવાસ આદિના
નિરોધની અનુજ્ઞા નથી આપી અને ઉચ્છવાસ આદિ લેવાની છૂટ આપી છે. તત્ત્વા, મુ. ૨૦ ૦ રૂકર ૩. સૂત્રનાં અનેક અવતરણોમાં વક્યતે (કહેવાશે) વગેરે કથન મૂળ સૂત્રના વિષય તરીકે કહેવાયું છે. અહીં
તે વ્યારાતી વ્યાખ્યા કરેલ છે) આ પ્રમાણેનું કથન તે (પ્રાણ-અપાનની) અસિદ્ધતા કહે છે. એ બે કોઈપણ કર્મમાં કહેલા નથી તેથી પરમ ઋષિઓએ જે વિષય કહેલો છે તેને મનમાં રાખીને આ કહ્યું છે.....તત્તા મુદ્રિત ટિપ્પષ્ણામ્ પૃ૦ રૂ૪૨