________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૮
૧૨૧
માટી, મનુષ્ય, ઢેફુ, ટુકડો આદિ ફરી બીજે સ્થળે દેખાય છે. માટે પુદ્ગલ અને જીવને આકાશ સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે.
ઉપર મુજબ પૂ. ભાષ્યકાર મ.ના ભાષ્યના કથન દ્વારા સમજાયું કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્ય કાયમ તે જ આકાશપ્રદેશોમાં અવગાહીને નિર્વિભાગપણે રહેલા છે માટે તેમને આકાશ અત્યંતર અંદર પ્રવેશ આપવા વડે ઉપકાર કરે છે. જ્યારે પુદ્ગલ અને જીવો અતિ ઓછા આકાશપ્રદેશમાં વ્યાપીને રહ્યા છે તેથી કાયમ તેને તે જ આકાશપ્રદેશોને વ્યાપીને નથી રહ્યા પણ ભિન્ન ભિન્ન આકાશપ્રદેશોમાં અવગાહે છે અને ક્રિયાવાળા હોવાથી અહીંથી ત્યાં ગયેલા, ફેંકાયેલા સંયોગ અને વિભાગથી જણાય છે માટે તે બે દ્રવ્યોને આકાશ સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે.
શંકા :- પુદ્ગલ અને જીવો પર આકાશ સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે. આ વાતથી તો એમ સમજાય છે કે આકાશ એક હોવા છતાં એમાં અવગાહ અનેક છે. કેમ કે આકાશમાં પરમાણુ, ચણુક આદિ સ્કંધોનો જુદો જુદો અવગાહ છે એવી રીતે જીવનો પણ અવગાહ છે, ધર્મ અને અધર્મનો પણ અવગાહ છે. આમ આકાશમાં અનેક અવગાહ છે તો શું આકાશમાં અવગાહ ગુણ અનેક છે ?
સમાધાન :- સર્વત્ર પોતાનામાં અવકાશ આપતું હોવાથી અવયવ એક હોવા છતાં પણ અવગાહ-અવગાહ્યરૂપ ઉપાધિના ભેદથી અવગાહ લેનાર જુદા જુદા હોવાથી અવગાહ અનેક દેખાય છે. દા. ત. ઘટાકાશ, પટાકાશ ઇત્યાદિ. આકાશમાં અવગાહગુણ તો એક જ છે પણ આ રીતે અવગાહના લેનાર ભિન્ન ભિન્ન હોવાથી અનેક દેખાય છે પણ અનેક નથી.
ભાષ્યમાં જે શ્વ છે તે ‘શ્વ' શબ્દથી ‘અંત:પ્રવેશસમ્ભવેનોપા, સંયોનવિમાૌથ' આ પ્રમાણે ભાષ્ય કરી લેવું એટલે આનો અર્થ આ પ્રમાણે થાય કે
‘અંતઃપ્રવેશનો સંભવ હોવાથી આકાશ ધર્માધર્મને અંદ૨માં પ્રવેશ આપવાથી ઉપકાર કરે છે અને પુદ્ગલ તથા જીવોનો સંયોગ અને વિભાગથી ઉપકાર કરે છે.'
આ રીતે ભાષ્યનો અર્થ સમજાઈ ગયો. તેથી કયાં દ્રવ્યોનો આકાશ કેવી રીતે અવગાહ આપીને ઉપકાર કરે છે તે બોધ થયો. આની સાથે જ આ સૂત્રના પ્રારંભમાં કહેવાયેલ કે આકાશનું સ્વરૂપ આ સૂત્રમાં જણાવાશે તો તે આકાશનું સ્વરૂપ અવગાહલક્ષણ છે એ બરાબર વિચારી લીધું. હવે આકાશને વિશે તૈયાયિક, સાંખ્ય આદિની શું માન્યતા છે તેઓ આકાશને કેવું માને છે તે દાર્શનિક વિચારણા કરીએ.
૧. સંયોગ બે પ્રકારના છે. એક અનાદિ અને બીજે આદિ. ધર્માધર્મનો આકાશ સાથે જે સંયોગ છે તે અનાદિથી છે અને જીવ અને પુદ્ગલનો તત્ તત્ પ્રદેશ સાથે સંયોગ આદિથી છે. જે દ્રવ્યોના સંયોગની આદિ હોય છે તે દ્રવ્યનો વિભાગ થાય છે. કેમ કે આદિ સંયોગ સ્વલ્પતરવ્યાપિ અને ક્રિયાવાત્ હોય તેનો હોય છે. અને જ્યાં આવો સંયોગ હોય છે ત્યાં વિભાગ પણ હોય છે. તેથી પૂ ટીકા મ૰ સંયોગ અને વિભાગના કારણમાં સ્વલ્પતરવ્યાપિ અને ક્રિયાવાન્ આપ્યા છે. સ્વલ્પતરવ્યાપી હોવાથી અને ક્રિયાવાળા હોવાથી જીવ અને પુદ્ગલને સંયોગ અને વિભાગ વડે ઉપકાર કરે છે.