________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૮
૧૧૯
લેનાર (અવગાહક), અને અવગાહ આપનાર (અવગાહ્ય) આ બેમાં અવગાહ આપનાર આકાશ જ પ્રધાન છે. ભલે અવગાહનો સંબંધ બંને સાથે હોય પણ પ્રધાન, અસાધારણ કારણ તો આકાશ જ છે માટે આકાશનો અવગાહ છે પણ અવગાહક દ્રવ્યનો અવગાહ નથી એમ સમજવું. આકાશના લક્ષણમાં અવ્યાપ્તિ
આપણે આ સૂત્રમાં આકાશના સ્વરૂપનો નિર્ણય કરતા બતાવ્યું કે “આકાશનો જ અવગાહ છે'. આમાં કોઈ અવ્યાપ્તિની શંકા કરતાં કહે છે કે તમે પહેલાં આકાશનું અવગાહ લક્ષણ કહ્યું તે તો અવ્યાપ્ત છે તેથી અલક્ષણ છે. કેમ કે આકાશના તમે બે ભેદ પાડો છો : (૧) લોકાકાશ (૨) અલોકાકાશ. તો અલોકાકાશમાં અવગાહ નથી. એટલે લક્ષ્ય એક ભાગ– લોકાકાશમાં તમારું લક્ષણ રહે છે પણ અલોકાકાશમાં ઘટતું નથી માટે “અવગાહ એ આકાશનું લક્ષણ છે' એમ કહ્યું તેમાં અવ્યાપ્તિ આવે છે.
હે વાદી ! તું કહે છે “આ અવગાહ લક્ષણ આકાશ સામાન્યનું અર્થાત આકાશમાત્રનું છે'. તો તેમ નથી. અમારું પ્રતિપાદન આકાશવિશેષ અર્થાત્ લોકાકાશનું આ લક્ષણ છે. કારણ અવગાહને સિદ્ધાંતના જાણકારો સંપૂર્ણ આકાશનું લક્ષણ કહેતા નથી. પણ લોકાકાશનું લક્ષણ જ કહે છે. માટે જ પૂ. સૂત્રકાર મ. લોકાકાશે અવગાહઃ' કહ્યું છે આ વાત તું ભૂલી ગયો લાગે છે.
શુષિર-પોલાણરૂપ આકાશ એક જ છે પણ અવગાહી ધર્માદિ દ્રવ્યોથી આનો વિભાગ થયો છે માટે લોકાકાશ કહેવાય છે.
હવે જો આ રીતે અવગાહ લક્ષણવાળું લોકાકાશ જ છે તેમ ન માનવામાં આવે તો આકાશનું કોઈ લક્ષણ બનાવવું પડે.
તે લક્ષણ જો શુષિરતાને માનવામાં આવે તો શુષિરતા આકાશમાત્રનું લક્ષણ બનશે પણ લોકાકાશનું લક્ષણ બનશે નહીં. કારણ કે શુષિરતા તો અલોકાકાશમાં પણ છે.
હવે જો અવગાહને જ લક્ષણ માનવામાં આવે તો તે માત્ર લોકાકાશનું જ લક્ષણ બનતું હોવાથી અલોકાકાશ નિર્લક્ષણ થાય.
તેથી શુષિર લક્ષણવાળું આકાશ એક જ છે અને ધર્માદિ વડે જેનો વિભાગ થયો છે તે લોકાકાશ છે અને અવગાહ તેનું જ લક્ષણ છે. ૧. આકાશ દ્રવ્ય હોવા છતાં પણ શુષિરપણે પ્રતિપાદન છે તે પરપ્રસિદ્ધિથી છે, અવગાહકતા ગુણનું પ્રાધાન્યપણું છે. -- -
तत्त्वा० मुद्रित टिप्पण्याम् पृ० ३४० २. ननु लोकाकाश एव भवतु किमलोकाकाशेनेति चेन लोको विद्यमानविपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वादघट
विपक्षकघटवदित्यनुमानेन तत्सिद्धः, न च घयदिरेवालोक इति वाच्यम्, नत्रा निषेध्यसदृशस्यैव बोधनात् तस्माद्धर्माद्या-धारात्मकलोकाकाशस्य विपक्षोऽलोकाकाशमेव भवितुमर्हतीति बोध्यम् ॥
तत्त्वन्यायविभाकरे पृ० ४२ ૩. ટીકાકાર મહર્ષિ સિદ્ધસેન ગણી મ. એવું માને છે કે અવગાહ એ લોકાકાશનું લક્ષણ છે. અલોકાકાશમાં