________________
અધ્યાય-૫ઃ સૂત્ર-૧૮
૧૧૭ આ બધાંને અવગાહમાં જેનો ઉપકાર છે તે આકાશ છે. ધર્માદિને અવકાશ આપવારૂપે ઉપકાર કરવો તે આકાશનું લિંગ, સ્વતત્ત્વ (સ્વભાવ) છે. તે આત્મભૂત સ્વભાવભૂત ઉપકાર જ આકાશનું લક્ષણ કહેવાય છે.
આ પંક્તિ દ્વારા પૂ. ભાષ્યકારનો કહેવાનો મતલબ એ છે કે–અવગાહના લઈ રહેલાં દ્રવ્યોને અવગાહ આપનાર છે પણ અવગાહના નહીં લેતા એવા પગલાદિને બલાત્કારે અવગાહ આપનાર નથી. માટે જેમ માછલાને અવગાહ આપવામાં પાણી નિશ્ચિતકારણ છે તેમ અવગાહના લઈ રહેલ પુદ્ગલાદિને અવગાહમાં આકાશ નિમિત્ત કારણ છે. આ પ્રમાણે પૂર્વ સૂત્રમાં ધર્માધર્મને નિમિત્ત-અપેક્ષા કારણરૂપે સિદ્ધ કરતા માછલાં માટે જેમ પાણી, ખેતી કરી રહેલ ખેડૂત માટે વર્ષા ઇત્યાદિ અનેક ઉદાહરણો આપ્યાં હતાં તે બધાં ફરી અહીં સમજી લેવાં. અર્થાત્ તેનું અહીં પુનરાવર્તન કરવું.
શંકા - આ અવગાહ પગલાદિ દ્રવ્યોનો સંબંધી છે અને આકાશનો પણ સંબંધી છે તો બંનેનો અવગાહ ધર્મ થયો. તો આકાશનો જ અવગાહ ધર્મ છે એમ કેમ કહો છો ? કેમ કે આ અવગાહ ઉભયજન્ય છે. જેમ બે આંગળીનો સંયોગ બે આંગળીથી જન્ય છે તો બંને આંગળીમાં સંયોગ છે તેમ બંનેમાં અવગાહ છે તો આકાશનું જ સ્વતત્ત્વ (સ્વરૂપ) કેમ મનાય? બે દ્રવ્યથી થયેલ સંયોગ એક દ્રવ્યનો કેવી રીતે કહેવાય ? એકનું જ લક્ષણ કેવલી રીતે કહેવાય ?
સમાધાન :- ઠીક છે, તો પણ અવગાહ્ય-અવગાહના લેવા યોગ્ય લક્ષ્ય આકાશ પ્રધાન છે. અવગાહન-અનુપ્રવેશ જયાં હોય તે અવગાહ લક્ષણ આકાશ વિવક્ષિત છે. આકાશ લક્ષ્ય છે, અવગાહ લક્ષણ છે જ્યારે પુદ્ગલાદિ દ્રવ્ય અવગાહક છે તેથી આકાશ અને પગલાદિ સંયોગથી અવગાહ ઉત્પન્ન થતો હોવા છતાં પુદ્ગલાદિમાં તેની વિવક્ષા નથી.
આમ પુદગલાદિમાં અવગાહની વિવક્ષા નથી. આથી જ અવગાહલક્ષણ આકાશનું છે. કેમ કે આકાશ જ અસાધારણ કારણપણે તેવી રીતે ઉપકાર કરે છે. માટે બીજા દ્રવ્યમાં અસંભવવાળા ઉપકારથી આત્મા અને ધર્માદિની જેમ અતીન્દ્રિય એવું આકાશ પણ અનુમેય બને છે.
મતલબ બીજાં દ્રવ્યોમાં અવગાહદાયિત્વરૂપ ઉપકાર સંભવિત નથી. અવગાહદાયિત્વરૂપ ઉપકાર આકાશનો જ છે તેથી આ અવગાહદાયિત્વરૂપ ઉપકારથી આકાશનું અનુમાન કરાય છે.
૧. પ્રશ્ન :- અવગાહ વગરના તો કોઈ પુદ્ગલ છે જ નહીં તો અનવગાહમાન કેવી રીતે કહેવાય ?
ઉત્તર :- આકાશના અસંખ્યાતા પ્રદેશો છે તેમાંથી જ્યારે પુગલ ગતિ પરિણામવાળો બને છે ત્યારે અપેક્ષિત આકાશપ્રદેશની અપેક્ષાએ અનવગાહમાન છે એમ સમજવું. અહીં નિમિત્તકારણ' આ શબ્દપ્રયોગ “અપેક્ષાકરણ' આ અર્થમાં સમજવો. પૂર્વ સૂત્રમાં આ વાત
બતાવી છે. ૩. જેનું લક્ષણ કરવાનું હોય તે લક્ષ્ય કહેવાય. ४. "द्रव्याणां युगपदवगाहोऽसाधारणबाह्यनिमित्तापेक्षो युगपदवगाहत्वादेकसरोवर्तिमत्स्यादीनामवगाहवदित्यनुमानम् ।"
तत्त्वन्यायविभाकरे पृ० ४१ વિશેષ જ્ઞાન માટે “તત્ત્વન્યાયવિભાકર' પૃ. ૪૧ની ચર્ચા અહીં મૂકીએ છીએ.