________________
૧૧૬
તત્ત્વાર્થ સૂત્ર | ઉપકારના સંબંધથી અતીન્દ્રિય એવા ધર્માધર્મનું અસ્તિત્વ નિશ્ચિત કર્યું. હવે ધર્માધર્મ પછી તરત કહેલ અતીન્દ્રિય એવા આકાશના નિર્ણયમાં, આકાશની સિદ્ધિમાં કયો ઉપકાર છે? (જીવ અને પુગલોની ગતિ અને સ્થિતિમાં ધર્માધર્મનો ઉપકાર છે આ રીતે સિદ્ધ કર્યું તેનાથી ધર્માધર્મ છે એ નક્કી કર્યું. હવે આકાશનો કયો ઉપકાર છે, જેના દ્વારા આકાશનું અસ્તિત્વ નક્કી કરાય છે ?
આ પ્રશ્નના જવાબમાં પૂ. સૂત્રકાર મ. કહે છે કે
ગાથાવIR | -૧૮ છે.
સૂત્રાર્થ : ધર્માદિ દ્રવ્યોને જગ્યા આપવી તે આકાશનો ઉપકાર છે. ટીકા :- પૂર્વ સૂત્રથી આકાશનું લક્ષણ આવી જાય છે પુનઃ પ્રારંભ શા માટે ?
લોકાકાશમાં અવગાહ છે' આ પ્રમાણે પહેલાં નિરૂપણ કર્યું છે. આ નિરૂપણથી આકાશનું લક્ષણ તો આવી જાય છે. તોળાશેડવIઉં.' એ સૂત્ર દ્વારા આકાશનું લક્ષણ જ કહ્યું છે ને ? આકાશના લક્ષણને કહેવાની ઈચ્છાથી આ સૂત્રનો ફરી આરંભ શા માટે કરો છો ? પુનઃ પ્રારંભનું રહસ્ય
ઠીક છે, પહેલા લોકાકાશમાં અવગાહ બનાવ્યો હતો તે અવગાહક જીવ અને પુદ્ગલની પ્રધાનતા પ્રગટ કરવાની ઇચ્છાથી કહ્યું હતું. એટલે કે “લોકાકાશેડવગાહ એ સૂત્ર અવગાહનની મુખ્યતા રાખીને બનાવ્યું છે. અવગાહના લેનાર જીવ અને પુદ્ગલોનો અવગાહ ક્યાં હોય છે ? લોકાકાશમાં અવગાહના લેનાર દ્રવ્યોના આધારરૂપે બતાવેલ એટલે અવગાહના લેનાર જીવ અને પુદ્ગલોની પ્રધાનતા બતાવવા તે સૂત્રરચના હતી. જ્યારે અહીં તો આકાશના સ્વરૂપનો જ નિર્ણય કરાય છે. આ સૂત્રમાં જ આકાશના સ્વરૂપની સિદ્ધિને બુદ્ધિમાં સ્થાપિત કરીને પહેલાં તે કહ્યું હતું માટે હવે જરૂર પદાર્થના સ્વરૂપનું વર્ણન કરવું જોઈએ. આથી આ સૂત્રનો પુનઃ પ્રારંભ કરાય છે.
ભાષ્ય : અવગાહ લેનાર ધર્મ (અધર્મ) પુદ્ગલ અને જીવને અવગાહ આપવો એ આકાશનો ઉપકાર છે. અવગાહ
ટીકા : જે આકાશનું પહેલા નિર્વસન થયું છે તેનું લક્ષણ અવગાહ છે. જે અવગાહનો અનુપ્રવેશ અને નિષ્ક્રમણ સ્વભાવ છે. અર્થાત્ અવગાહ-અવકાશ દાયિત્વ પ્રવેશ અને નિર્ગમનરૂપ છે. પ્રવેશમાં અને નીકળવામાં જગા આપવારૂપ છે.
સૂત્રમાં કહેલ “અવગાહ’ એ સંબંધી શબ્દ છે. માટે એના સંબંધી કહેવા જોઈએ. તેથી પૂ. ભાષ્યકાર મ. અવગાહના સંબંધી અવગાહી ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનું ગ્રહણ કર્યું છે.