________________
૧૧૪
તત્ત્વાર્થ સૂત્ર તેમ જીવ અને પુદ્ગલમાં સ્વતઃ ગતિ અને સ્થિતિનો પરિણામ પેદા થાય છે ત્યારે તેમની ગતિ અને સ્થિતિમાં ધર્મ, અધર્મ કારણ બને છે. આ ધર્મ, અધર્મ પરિણામી કારણ નથી. કારણ કે પરિણામી કારણ જીવ અને પુદ્ગલ સ્વયં છે, વળી આ ધર્મ અધર્મ નિર્વતૈક કારણ પણ નથી કારણ કે ગતિ, સ્થિતિનો કર્તા સ્વયં જીવ અને પુદ્ગલ છે. વળી આ ધર્મ, અધર્મ નિમિત્ત કારણ પણ નથી, કારણ કે જીવ અને પુદ્ગલની ગતિ, સ્થિતિ આકાશાદિમાં થાય છે માટે માર્ગ, આકાશ વગેરે નિમિત્ત કારણ છે.
તેથી આ ત્રણે કારણોથી જુદું જ કારણ હોય તે ઉદાસીન કારણ કહેવાય. ધર્મ, અધર્મ એ અપેક્ષા કારણ છે. ધર્મ, અધર્મ હોય તો જ સ્વતઃ ગતિ અને સ્થિતિમાં પરિણત થયેલા જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ થાય છે.
આ રીતે જીવ અને પુદ્ગલોની પેદા થતી ગતિ અને સ્થિતિમાં (પક્ષમાં) ઉદાસીન સાપેક્ષ કારણ ધર્મ, અધર્મ, સિદ્ધ થાય છે. (સાધ્ય)
હવે તેમાં હેતુ જોઈએ. અસ્વાભાવિક પર્યાય એવો કદાચિત ભાવ હોવાથી.'
ગતિ અને સ્થિતિ એ જીવ અને પુદ્ગલનો અસ્વાભાવિક પર્યાય હોય છે તે કોઈ સમયે હોય છે. મતલબ એ છે કે જીવના સ્વાભાવિક પર્યાય જ્ઞાનાદિ છે અને પુદ્ગલના સ્વાભાવિક પર્યાય સ્પર્શાદી છે તેવા ગતિ અને સ્થિતિ એ સ્વાભાવિક પર્યાય નથી. અને આ ગતિ અને સ્થિતિ હંમેશાં હોતાં નથી કેમ કે ગતિ અને સ્થિતિ એ વિરોધી પર્યાય છે. તેથી જ્યારે સ્થિતિ હોય ત્યારે ગતિ પર્યાય નથી હોતો અને ગતિ પર્યાય હોય છે ત્યારે સ્થિતિ પર્યાય નથી હોતો. આમ ગતિ અને સ્થિતિ કદાચિત્ હોય છે માટે આ ગતિ અને સ્થિતિ અસ્વાભાવિક પર્યાય એવા
यथा च स्वयमेव सातजिगमिषस्य मत्स्यस्य गतौ जलमनुपघातकं सन्निमित्ततयोपकारकं तथा स्वभावेन परिणतजीवपुद्गलगतिरप्यनुपघातकं किञ्चन द्रव्यं निमित्ततयोपकारकमपेक्षत एव, गतित्वस्योभयत्र समानत्वात्, न च तादृशं द्रव्यमाकाशं भवितुमर्हति, अवगाहनामात्रगुणत्वात्, नह्यन्यस्य धर्मोऽन्यस्य भवितुमर्हति तथा च सत्यप्तेजोगुणा द्रवदहनादयः पृथिव्या एव प्रसज्येरन् । आकाशस्यैव निमित्तत्वेऽलोकाकाशेऽपि गमनप्रसङ्गाच्च । न च कारणत्वमन्वयव्यतिरेकगम्यं, यथा जलादिसद्भावे मत्स्यादीनां गतिस्तदभावे च तदभाव इति, तथा च धर्मद्रव्यसत्त्वेऽपि जलाभावे मत्स्यादीनां गत्यभावाद् व्यभिचारेण न कारणत्वं गतौ तस्यापि तु जलस्यैवेति वाच्यम्, सत्यपि भूम्यादावधिकरणे गगनस्य सर्वाधारत्वमिव सत्यपि झषादिगतौ जलादीनां कारणत्वे सर्वेषां गतिसामान्यं प्रति निमित्तान्तरस्यापेक्षितत्वात् । न च देशान्तरप्राप्तिहेतुर्द्रव्यपरिणामविशेषो गतिस्तथा च देश एव गत्यपेक्षाकारणमस्त्विति वाच्यम्, देशविशेषाणां देशत्वेनानुगतरूपेण कारणत्वासम्भवात् तथासति ह्यलोकेऽपि गमनं प्रसज्येत,* तत्तद् गति प्रति तत्तद्देशत्वेन कारणत्वे त्वनन्तकार्यकारणभावकल्पनाप्रसङ्गः स्यात्, न च धर्मास्यापि न धर्मत्वेन कारणत्वमतिप्रसङ्गात्, अपि तु तत्तत्प्रदेशत्वेनैवेति तवापि गौरवं दुर्वारमेवेति वाच्यम्, लोकालोकविभागान्यथानुपपत्त्यापि धर्मद्रव्यस्यावश्यकत्वे तस्यैव गतित्वावच्छिन्नकार्यतानिरूपितकारणत्वाभ्युपगमात् पुद्गलस्कन्धातिरिक्तस्याकाशातिरिक्तस्य वा देशस्याभावेन तयोर्गतिपरिणामिकारणत्वेनावगाहनागुणत्वेन च गत्य
पेक्षाकारणत्वा-सम्भवाच्चेति ॥ तत्त्वन्यायविभाकरे पृ० ३८ ★. न चेष्टापत्तिः, अलोकस्यानन्तत्वाल्लोकान्निर्गत्य जीवपुद्गलानां तत्र प्रवेशाल्लोके द्विव्यादिजीवपुद्गलसत्त्वस्य सर्वथा
तच्छून्यत्वस्य वा प्रसङ्गादिति । तत्त्वन्यायविभाकरे टिप्पण्याम् पृ० ३८