________________
૧૧૮
તત્ત્વાર્થ સૂત્ર દા.ત. જેમ પુરુષનો હાથ દંડનો સંયોગ અને ભેરી વગેરે શબ્દનું કારણ હોવા છતાં ભેરીનો શબ્દ કહેવાય છે. પણ દંડ શબ્દ કે હસ્ત શબ્દ નથી કહેવાતો. શબ્દના અવાજના સંબંધી તો એ બધા છે. છતાં મુખ્યતા ભેરીની છે માટે ભેરી શબ્દ કહેવાય છે. આ ભેરીનો અવાજ છે, ભેરી વાગી રહી છે એમ કહેવાય છે પણ આ પુરુષના હાથનો કે દંડનો અવાજ છે આવું કહેવાતું નથી. તેમ અવગાહમાં આકાશની મુખ્યતા છે એટલે આકાશનો અવગાહન કહેવાય.
વળી જેમ વાંકુર કહેવાય છે. અંકુરના તો માટી, પાણી, પ્રકાશ, બીજ (યવ) વગેરે ઘણાં કારણો છે છતાં બીજા કોઈની સાથે અંકુર શબ્દનો પ્રયોગ થતો નથી. કેમ કે અંકુરનું પ્રધાનઅસાધારણ કારણ થાય છે. તેવી રીતે આકાશ પણ અવગાહનું અસાધારણ કારણ છે. માટે અવગાહના સંબંધી પુદ્ગલાદિ અને આકાશ બંને હોવા છતાં આકાશનું જ અવગાહ લક્ષણ છે એમ કેહવાય છે પણ પગલાદિનું સ્વરૂપ છે, લક્ષણ છે એમ કહેવાતું નથી.
અવગાહ એ અવગાહક દ્રવ્યનો જ છે પણ આકાશનો નથી.
આ રીતે આપણે બંને દ્રવ્યનો સંયોગ હોવા છતાં અસાધારણ કારણ આકાશ હોવાથી આકાશનું જ લક્ષણ અવગાહ છે એ વિચારી ગયા તો પણ આ વિષયમાં કોઈ પ્રત્યુદાહરણ આપીને નીચે પ્રમાણે નિરૂપણ કરે છે... “અણ અવગાહે છે “જીવ અવગાહે છે' આમ સમાનાધિકરણ પ્રયોગ દેખાય છે. માટે અવગાહ એ અવગાહક દ્રવ્યવિષયક જ છે. દા. ત. જેમ ‘દેવદત્ત બેસે છે.' આમાં બેસવા રૂપ ક્રિયાનો સંબંધ દેવદત્ત તેમ જ બેસવાની જગ્યા આ બંને સાથે છે છતાં બેસવાની ક્રિયાનો કર્તા દેવદત્ત જ કહેવાય છે.
તે જ પ્રમાણે અણુ અને જીવ આકાશમાં અવગાહે છે તેથી જીવ અને પુદ્ગલનો અર્થાતુ અવગાહક દ્રવ્યનો અવગાહ છે પણ આકાશનો અવગાહ નથી.
આ પ્રત્યુદાહરણ પણ ભેરી દંડાદિના દષ્ટાંતથી ખંડિત છે એમ સમજવું. કેમ કે અવગાહ
न चाकाशस्यापि धर्मादीनामिवावगाहदायि द्रव्यान्तरं स्यादिति वाच्यम्, ततोऽधिकव्यापिद्रव्यान्तराभावात् । धर्मिग्राहकप्रमाणेन तस्यावगाह्यत्वेनैव सिद्धेश्च । एवमेव यद्यद् द्रव्यं तत्तत्साधारमिति व्याप्त्याऽस्ति गगनं द्रव्याणां साधारत्वान्यथानुपपत्तेरित्य-नुमानादपि सर्वाधारत्वेनाकाशसिद्धिः । न च तस्यापि द्रव्यत्वेन साधारत्वं स्यात्तथा चानवस्थेति वाच्यम्, धर्मिग्राहकमानेनाधार-मात्रस्वरूपतयैव सिद्धेः । ....न चाकाशे द्रव्यत्वसत्त्वेऽपि साधारत्वाभावेन व्यभिचार इति वाच्यम्, धर्मसिद्धेः पूर्वं व्यभिचारास्फुरणात्, तदुत्तरं
तत्स्फूर्तेरकिञ्चित्करत्वादिति* ॥ ★. न च धर्माधर्मावेवाधारौ भविष्यतः किमतिरिक्तेनाकाशेनेति वाच्यम् । तयो गतिस्थितिसाधकत्वात् । नान्यसाध्यं
कार्यमन्यः प्रसाधयति, अतिप्रसङ्गात् । न च युतसिद्धानामेव कुण्डबदरादीनामाधाराधेयभावदर्शनादयुतसिद्धानां न धर्माधर्माद्याकाशानामा-धाराधेयभाव इति वाच्यम्, युतसिद्ध्यभावेऽपि पाणौ रेखेत्यादौ तद्दर्शनात् । न चाकाशस्यावकाशदातृत्वे भित्त्यादिना गवादीनां प्रतिघातो न स्यादिति वाच्यम् मूर्तानां स्थूलानामन्योऽन्यप्रतिघातात् सूक्ष्माणामन्योन्यप्रवेशशक्तियोगात्, अन्योन्यप्रवेशयोग्या-नामवकाशदातृत्वादाकाशस्य तावता सामर्थ्यहानाમાવતિ |