________________
૧૧૫
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૭
કદાચિત્ હોય છે તેથી કોઈ કારણની અપેક્ષા રાખે છે. તો તેનું કારણ ધર્મ, અધર્મ છે જે આપણે જોઈ ગયા.
આ રીતે ‘અસ્વાભાવિકપર્યાયત્વે સતિ કદાચિદ્ ભાવાત્ ‘ગતિ અને સ્થિતિ અસ્વાભાવિક પર્યાય હોતે છતે ક્યારેક હોવાથી' ‘સ્વતઃ પરિણામના આવિર્ભાવથી જીવો અને પુદ્ગલોની ગતિ અને સ્થિતિરૂપ પક્ષમાં ઉદાસીન બીજા કારણથી સાપેક્ષ આત્મલાભ (કાર્ય-ગતિ, સ્થિતિ) છે. આમ સાધ્યની સિદ્ધિમાં આપેલ હેતુ પક્ષમાં બરાબર ઘટી ગયો.
આ અનુમાન દ્વારા ધર્મ દ્રવ્ય ગતિમાં અને અધર્મ દ્રવ્ય સ્થિતિમાં અપેક્ષા કારણરૂપે ઉપકાર કરે છે એ સિદ્ધ થાય છે. તેથી ધર્મ અધર્મનું અમે જે અસ્તિત્વ કહીએ છીએ તે અમારી પ્રતિજ્ઞા માત્ર નથી પરંતુ યુક્તિથી સિદ્ધ થાય છે.
આ રીતે આપણે અનુમાન દ્વારા ધર્મ અને અધર્મ બંનેની સિદ્ધિ કરી. જો બંને ન મનાય તો આ અનુમાન ગમક ન બને. જો આ અમૂર્ત એવા ધર્માધર્મનું પણ અનુમાન ત્યારે ગમક બને તે એક એકનો અભાવ ન હોય. મતલબ કે ધર્મ અને અધર્મ બંને હોય તો જ ગતિ, સ્થિતિ બને. ગતિમાં અધર્મ ઉપકારી બની શકતું નથી અને સ્થિતિમાં ધર્મ ઉપકારી બની શકતું નથી. એટલે કે ગતિમાં ઉપકાર ક૨ના૨ ધર્માસ્તિકાય છે અને સ્થિતિમાં ઉપકાર કરનાર અધર્માસ્તિકાય છે. આ બંનેની સિદ્ધિ એક જ અનુમાનથી થાય છે. તેથી બંને માનવા જોઈએ તો જ અનુમાન ગમક બને. ‘ઉપકાર'ના પર્યાયવાચી શબ્દો
સૂત્રમાં ‘ઉપકાર’ શબ્દ મૂક્યો છે. તે ધર્માધર્મનું લક્ષણ કહો કે ઉપકાર કહો બને એક જ છે. એટલે ગતિ અને સ્થિતિમાં ઉપકાર કરવો તે ધર્માધર્મનું લક્ષણ છે આવો અર્થ થાય છે. આ લક્ષણ જ પૂ. સૂત્રકાર મ. ‘ઉપકાર' શબ્દ દ્વારા કહ્યું. પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં તેના પર્યાયવાચી શબ્દો બતાવે છે. ઉપકાર, પ્રયોજન, સામર્થ્ય, ગુણ અને અર્થ. આ ઉપકારાદિ શબ્દો સમાન અર્થને કહેનારા છે તે પ્રમાણે અત્યંત પ્રસિદ્ધ જ છે.
પર્યાયવાચી શબ્દોના અર્થ
૧.
(૧) ઉપકાર એટલે ગતિ અને સ્થિતિ પરિણામવાળા દ્રવ્યની સમીપતાથી ક્રિયાશીલતા,
(૨) પ્રયોજન એટલે ગતિ અને સ્થિતિને સહાય થાય તેવી ક્રિયા,
(૩) ગુણ એટલે અતિશય ઉપકાર કરનાર,
(૪) સામર્થ્ય એટલે પોતાની શક્તિનો પ્રભાવ,
– (૫) અર્થ એટલે બીજા, દ્રવ્યમાં જેનો સંભવ ન હોય એવું પ્રયોજન.
અહીં મુદ્રિત ભાષ્યમાં ‘સામર્થ્ય' શબ્દ નથી પણ ટીકામાં ‘સામર્થ્ય' શબ્દ લીધો છે અને તેનો અર્થ પણ બતાવ્યો છે તેથી સમજાય છે કે ટીકાકારને પ્રાપ્ત ભાષ્યમાં ‘સામર્થ્ય' શબ્દ હોવો જોઈએ ! જોકે હારિભદ્રીયટીકામાં પણ ‘સામર્થ્ય’ શબ્દનું ગ્રહણ નથી એટલે શું ટીકાકાર પોતે જ એ શબ્દને ટીકામાં વધારે મૂક્યો છે ? અમોએ તો ટીકા. સામર્થ્ય શબ્દ લીધો છે અને વ્યા કરી છે તે પ્રમાણે કર્યું છે.