________________
૧૧ ૧
અધ્યાય-૫ સૂત્ર-૧૭ ભાષ્યના નિમિત્ત શબ્દનો વિશિષ્ટ અર્થ
પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં કારણ સામાન્યને પ્રતિપાલન કરવાની ઇચ્છાથી નિમિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે પરંતુ નિમિત્તકારણ જે કહેવાય છે તે બતાવવા માટે નથી. એટલે જેટલા અંશે દંડાદિમાં સ્વતઃ વ્યાપાર પરિણામ થાય છે તે અંશને બતાવનાર નિમિત્ત શબ્દનું ઉપાદાન છે એમ સમજવું.
આથી ભાષ્યમાં રહેલ ઉપગ્રહના પર્યાયવાચી તરીકે બતાવેલ નિમિત્ત શબ્દનો અર્થ અહીં કારણ છે પણ નિમિત કારણ નથી. આમ જુદો વિશિષ્ટ અર્થ છે.
શંકા - ગતિમાં આકાશને જ કારણ માની લો ધર્મની શી જરૂર છે?
આકાશ અવગાહનું જ કારણ છે તે માટે તર્કઃ આકાશનું કાર્ય અવગાહ છે. ગતિકાર્ય તો ધર્મનું જ છે અને સ્થિતિકાર્ય અધર્મનું જ છે. તેથી અવગાહ લક્ષણ આકાશનું ગતિ અને સ્થિતિ કાર્ય નથી કારણ કે અવશ્યમેવ એક દ્રવ્યનો બીજા દ્રવ્યથી કોઈ અસાધારણ ગુણ સ્વીકારવો જોઈએ ધર્માધર્મ એ આકાશથી જુદું દ્રવ્ય છે માટે આકાશમાં ન હોય તેવો ધર્માધર્મમાં ગતિ અને સ્થિતિ ઉપકારરૂપ અસાધારણ ગુણ સ્વીકારવો જ જોઈએ. જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આકાશ જુદું દ્રવ્ય છે તો તેનો અસાધારણ ગુણ અવગાહરૂપ ઉપકાર છે તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય જુદા દ્રવ્ય છે તો તેનો પણ અસાધારણ ગુણ હોવો જ જોઈએ. આથી એ સિદ્ધ થાય છે કે ગતિ અને સ્થિતિમાં અનુક્રમે ધર્માધર્મ કારણ છે પણ આકાશ નથી. આકાશ તો અવગાહનું જ કારણ છે.
ધર્માદિ ભિન્ન દ્રવ્ય છે એની સિદ્ધિ યુક્તિથી અથવા આગમથી નિશ્ચિત કરવી. યુક્તિ આગળ કહેવાશે અને આગમ પ્રમાણ હમણાં આપીએ છીએ. આકાશથી ધર્માદિ દ્રવ્યની ભિન્નતાને સિદ્ધ કરતું આગમપ્રમાણ :
__"कइ णं भंते दव्वा पण्णत्ता ? गोयमा ! छ दव्वा पण्णत्ता, तं जहा-धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, पुग्गलत्थिकाए, जीवत्थिकाए, अद्धासमये" ।
આ રીતે સર્વજ્ઞ ભગવાને આપેલ આગમરૂપ દસ્તાવેજ અવ્યાહત રીતે પ્રકાશી રહ્યો છે. ધર્માસ્તિકાયની ગતિ કારણતામાં શંકા અને તેનું નિરાકરણ
અનાદિકાલીન–અનાદિ કાળથી જ સ્વભાવથી જ પક્ષીઓનું ઊડવું, અગ્નિનું ઊંચે જવું
૧. ટીકાકારે નિમિત્તકારણ અને અપેક્ષા કારણને જુદાં બતાવ્યાં, પણ ભાષ્યમાં તો નિમિત્ત અને
અપેક્ષાકારણને પર્યાયવાચી કહ્યા. તેથી હવે પૂ. ટીકાકાર મ, પૂ. ભાષ્યકાર મઠનું રહસ્ય બતાવતાં કહે છે કે–દંડમાં નિમિત્તકારણતા પ્રાયોગિક અને વૈગ્નસિક ઉભય ક્રિયાવાળી હોય છે. કુંભાર દંડને ફેરવે તેનાથી જે નિમિત્તકારણતા આવે તે પ્રાયોગિક અને સ્વવ્યાપારથી દંડમાં જે નિમિત્તકારણતા આવે તે વૈગ્નસિક. આ બે ક્રિયામાંથી પ્રાયોગિક ક્રિયા કાઢી નાંખીને દંડમાં રહેલી જે ક્રિયા છે તેને લઈને દંડમાં નિમિત્તકારણતા આવે છે. આ નિમિત્તકારણતા ભાષ્યકાર મને વિચલિત છે તેથી તેમણે ઉપગ્રહના પર્યાયમાં અપેક્ષાકારણની સાથે જે નિમિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે તેનો અર્થ નિમિત્તકારણ એવો અર્થ કરવાનો નથી પણ અહીં નિમિત્ત શબ્દનો અર્થ માત્ર “કારણ' છે.