________________
૧૧૦
તત્ત્વાર્થ સૂત્ર વળી આકાશ સ્વયમેવ અવગાહ લઈ રહેલાને અવગાહમાં હેતુ બને છે, નહીં કે અવગાહનાને નહીં સ્વીકારતાને અવગાહ માટે પ્રેરણા આપે છે. કેમ કે જલ, પૃથ્વી, આકાશ પોતે આલંબનારૂપ છે. આથી ગતિ, સ્થિતિ અને અવગાહને ઇચ્છતા દ્રવ્યને ગતિ આદિમાં પરિણત થાય ત્યારે તે જળાદિ મદદ કરે છે.
વળી જેમ સ્વયં ખેતીનો આરંભ કરવાને તૈયાર થયેલા ખેડૂતોને વરસાદ અપેક્ષા કારણ બને છે પરંતુ જે મનુષ્યો કાંઈ કરવા માંગતા નથી તેઓને માટે વરસાદનું પાણી આરંભ કરાવતું પ્રતીત નથી.
વર્ષાઋતુમાં નવા વાદળાના અવાજને સાંભળવાના નિમિત્તથી જેણે ગર્ભ ધારણ કરેલો છે તેવી બગલી સ્વયં જ (ગર્ભને) જન્મ આપે છે પણ જે પ્રસૂતિ કરી રહી નથી તેવી બલાકાને વાદળાનો ધ્વનિ બલાત્કારે પ્રસવ કરાવતો નથી.
કોઈ પુરુષ બોધ પામીને પાપથી અટકવારૂપ પ્રતિબોધના નિમિત્તવાળી વિરતિને આચરતો જોવાયો છે પણ પાપથી નહીં અટકતા પુરુષને પ્રતિબોધ બલાત્કારે અટકાવતો નથી.
આ રીતે અનેક દૃષ્ટાંતો કરનારને કરવામાં નિમિત્તરૂપ બનતાં જોવાય છે. તે જ રીતે આપણે પ્રસ્તુત ધર્માધર્મ પણ નિમિત્ત કારણરૂપ છે તે સમજી લેવું. ધર્માધર્મ અપેક્ષા કારણ કેવી રીતે કહી શકાય ?
શંકા - જો દંડાદિની જેમ ધર્માધર્મ નિમિત્તકારણ છે તો ધર્માધર્મ અપેક્ષાકારણ નહીં બની શકે. કેમ કે જેમાં કોઈ વ્યાપાર ન હોય તે અપેક્ષાકારણ કહેવાય છે.
સમાધાન : યુક્તિરહિત હોવાથી આ વાત બરાબર નથી. કારણ તો નિર્ચાપાર હોતું જ નથી. તો કેવું હોય છે? કરી રહ્યું હોય તે કારણ છે. એટલા જ માટે ધર્માદિને અપેક્ષા કારણ કહીએ છીએ.
જીવાદિ દ્રવ્યમાં રહેલ ક્રિયા પરિણામની અપેક્ષા કરતું અપેક્ષા કારણ ધર્માદિ દ્રવ્ય, જીવ અને પુદ્ગલના ગતિ, સ્થિતિ પરિણામને પુષ્ટ કરે છે. મતલબ કે ધર્માદિ દ્રવ્ય, જીવ અને પુદ્ગલમાં જ્યારે ગતિ, સ્થિતિ પરિણામ પેદા થાય છે ત્યારે તે ધર્માદિ દ્રવ્ય, ગતિ અને સ્થિતિમાં મદદગાર બને છે માટે ધર્માદિ દ્રવ્ય અપેક્ષા કારણ છે.
શંકા - એમ હોય તો નિમિત્ત કારણ અને અપેક્ષા કારણમાં કોઈ વિશેષ ભેદ નહીં પડી શકે. બે કારણ જુદાં નહીં પડી શકે ! અપેક્ષાકારણ અને નિમિત્તકારણનો ભેદ :
બંને એક જ છે એવું નથી. બંનેમાં ભેદ છે. દંડાદિ જે નિમિત્ત કારણ કહેવાય છે તે દંડાદિમાં બે પ્રકારની ક્રિયા છે : (૧) વૈગ્નસિકી (૨) પ્રાયોગિકી.
જયારે ધર્માદિ જે અપેક્ષાકારણ છે તેમાં એક વૈગ્નસિકી ક્રિયા જ છે. નિમિત્ત કારણમાં બે પ્રકારની ક્રિયા હોય છે અને અપેક્ષા કારણમાં એક વૈગ્નસિકી જ ક્રિયા હોય છે. આમ નિમિત્ત કારણ અને અપેક્ષા કારણમાં ભેદ-વિશેષ છે.