________________
તત્ત્વાર્થ સૂત્ર
૧૦૮
ગતિ અને સ્થિતિથી તેમાં પરિણત દ્રવ્ય જ લેવું :
અહીં સૂત્રમાં તો ‘ગતિ’ અને ‘સ્થિતિ’ શબ્દનો પ્રયો ગર્યો છે તેનાથી પૂ. ભાષ્યાકાર મ. ગતિવાળાં અને સ્થિતિવાળાં દ્રવ્યો આવો અર્થ કેવી રીતે કર્યો ? આવો પ્રશ્ન થાય કારણ કે પૂ. ભાષ્યકાર ગ. ‘તિમતાં "તેઃ સ્થિતિમતાં સ્થિતેઃ' આવી ભાષ્યરચના કરી છે. પણ તેનું સમાધાન છે કે મ. દ્રવ્ય સિવાય ગતિક્રિયા અને સ્થિતિક્રિયા હોઈ શકતી જ નથી તેથી અહીં સૂત્રમાં ગતિ અને સ્થિતિ શબ્દથી ગતિક્રિયામાં પરિણત અને સ્થિતિક્રિયામાં પરિણત દ્રવ્ય લેવાનું છે. ભાષ્યમાં રહેલ ‘યથાસંખ્ય' શબ્દનું પ્રયોજન
ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય કોઈ પણ એક, બે કાર્ય કરતા નથી. બંનેનું જુદું જુદું કાર્ય છે. ધર્માસ્તિકાય ગતિમાં અને અધર્માસ્તિકાય સ્થિતિમાં સહાય કરવારૂપ ઉપકાર કરે છે. આમ અનુક્રમે બે દ્રવ્યનો જુદો જુદો ઉપકાર છે પણ એક દ્રવ્ય બે ઉપકાર નથી કરતું તે બતાવવા માટે પૂ. ભાષ્યકાર મ. યથાસંખ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
આ રીતે ભાષ્યની પ્રથમ પંક્તિનો અર્થ આપણે વિચારી ગયા કે ગતિક્રિયામાં પરિણત થયેલ દ્રવ્યને ગતિમાં અને સ્થિતિક્રિયામાં પરિણત થયેલ દ્રવ્યને સ્થિતિમાં અનુક્રમે ધર્મ, અધર્મ સહાય કરવારૂપ ઉપકાર કરે છે.
હવે આપણે એ વિચારવું છે કે પૂ. સૂત્રકાર મ. ‘ગતિ’ પછી ‘સ્થિતિ’નો પ્રયોગ શા માટે
કર્યો ?
સામાન્યથી વિચારીએ તો કહી શકાય કે સૂત્રમાં ધર્મ પછી અધર્મ દ્રવ્યનો ક્રમ છે અને તે બંને લોકાકાશમાં અવિનાભાવીથી રહ્યા છે. એટલે ગતિમાં સહાયરૂપ ધર્મનું લક્ષણ બતાવ્યું તો હવે તેના પછી સ્થિતિમાં સહાયરૂપ અધર્મનું લક્ષણ બતાવવું જોઈએ માટે ‘ગતિ’ પછી ‘સ્થિતિ’ શબ્દનો પ્રયોગ છે. અથવા તો ક્રિયાવાળા જીવ અને પુદ્ગલોની જ્યાં ગતિ છે તો ત્યાં સ્થિતિ પણ અવશ્ય હોવી જોઈએ. જે ગતિ કરે છે તે અવશ્ય સ્થિતિ કરે જ છે. જે આકાશપ્રદેશોમાં ધર્માસ્તિકાયના કારણે જીવ અને પુદ્ગલોની ગતિ છે તે જ આકાશપ્રદેશોમાં અધર્માસ્તિકાયના કારણે સ્થિતિ પણ હોવી જ જોઈએ. માટે પણ ‘ગતિ' પછી ‘સ્થિતિ' શબ્દનો પ્રયોગ છે. આમ વિચારી શકાય છે.
જીવ અને પુદ્ગલની સતત ગતિ અને સ્થિતિનો આક્ષેપ
અથવા ધર્મ દ્રવ્યનું સંનિધાન હોવાથી ધર્મ દ્રવ્ય પાસે હોવાથી શું અટક્યા વગર હંમેશા ગતિ જ થાય છે ? કેમ કે સંપૂર્ણ કારણ કલાપના સંનિધાનમાં અવશ્ય થનારી કાર્યની ઉત્પત્તિ થાય છે. જો સંપૂર્ણ કારણ સમૂહ પાસે હોય તો જરૂર કાર્ય થાય છે. તો જીવ અને પુદ્ગલોની સતત ગતિ જ થયા કરે છે ?
એવી રીતે સ્થિતિ પણ સતત રહે જ કેમ કે અધર્મ દ્રવ્યનું પણ સંનિધાન છે એટલે શંકા થાય કે શું સતત સ્થિતિ રહે છે ?
આમ ધર્મ, અધર્મ બંને દ્રવ્યનું સંનિધાન છે એટલે સંપૂર્ણ કારણ સામગ્રી હોવાથી કાર્ય