________________
તત્વાર્થ સૂત્ર અપ્રદેશ કહેવાથી પરમાણુ જ આવે
ટીકાઃ પૂ. ભાષ્યકાર મ. ભાષ્યની પંક્તિની શરૂઆતમાં “અપ્રદેશ' શબ્દનો પ્રયોગ કર્યો છે. તો તે “અપ્રદેશ' શબ્દથી શું ગ્રહણ કરવાનું?
આ સૂત્રમાં પુદ્ગલના અવગાહનું જ્ઞાન આપી રહ્યા છે અને “અપ્રદેશ” શબ્દ પછી સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળાં પુદ્ગલોની વાત કરી છે એટલે સંખ્યાતાદિ પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધોની વાત આવે છે તો બાકી રહે છે પરમાણ. એ પણ પુદ્ગલદ્રવ્ય
વળી ‘અપ્રદેશ' શબ્દનો અર્થ આ પ્રમાણે છે–
જેનો દ્રવ્યાન્તરરૂપ પ્રદેશ વિદ્યમાન ન હોય તે અપ્રદેશ કહેવાય છે. આવો કોણ છે કે જેને બીજો દ્રવ્યરૂપ પ્રદેશ નથી ?
આ પ્રશ્નનો ઉત્તર છે “પરમાણુ” એટલે અપ્રદેશ કહો કે પરમાણુ કહો એક જ વાત છે. આમ અહીં “અપ્રદેશ' કહેવાથી પરમાણુ જ આવે એ વાત સિદ્ધ થાય છે. પ્રચય વિશેષથી પરમાણુથી બનતા સ્કંધો
પરમાણુનો બીજો દ્રવ્યરૂપ પ્રદેશ નથી તે ખુબ જ પ્રદેશ છે. પ્રચયરૂપ વિશેષ પરિણામથી સંખ્યાતા પરમાણુઓથી બનેલ સંખ્યા પરમાણુઓનો સંઘાત છે તે સંખ્યાત પ્રદેશવાળું પુદ્ગલ કહેવાય છે. એવી રીતે અસંખ્યાત પ્રદેશવાળો સ્કંધ અસંખ્યાત પ્રદેશવાળું પુદ્ગલ કહેવાય છે અને અનંતા પ્રદેશ-પરમાણુવાળો સ્કંધ અનંતપ્રદેશવાળું પુદ્ગલ કહેવાય છે.
હવે સૂત્રમાં રહેલ પ્રવેશવિવુ “એક છે આદિમાં જે આકાશપ્રદેશોની તે આકાશપ્રદેશોમાં પુદ્ગલનો અવગાહ ભાજ્ય છે.' આ અવયવને પૂ. ભાષ્યકાર મ. અત્યંત સ્પષ્ટ રીતે ભાષ્ય દ્વારા સમજાવે છે.
પરમાણુ આદિ બધાં પુદ્ગલોનો એકથી લઈને સંખ્યાત અને અસંખ્યાત પ્રદેશોમાં અવગાહ ભાજ્ય છે.”
ધાતુઓના અનેક અર્થ હોય છે. તેથી અહીં જે “ભાજ્ય' શબ્દનો પ્રયોગ છે તેના વિભાષ્ય અને વિકલ્પ એ પર્યાયવાચી છે.
૧. અપ્રદેશ યુગલ એટલે પરમાણુ જ આવે અને તે એક જ આકાશપ્રદેશમાં રહે છે. અને પૂ. ભાષ્યકાર
મ એકાદિ આકાશપ્રદેશમાં પુદગલની ભજના કહી છે તે પરમાણમાં ઘટી શકે નહિ તેથી સમજાય છે કે પૂ. ભાષ્યકાર મા સામાન્ય પુદ્ગલ શબ્દ રાખીને જ ભજના કહી છે. માટે જ આગળની પંક્તિમાં વિભાષ્ય અને વિકધ્ય એ પર્યાયવાચી શબ્દો બતાવ્યા છે. પ્રશ્ન :- સમયરૂપ કાળ છે તેને પણ કોઈ પ્રદેશ નથી. તો અપ્રદેશ કહેવાથી તે સમયરૂપ કાળ કેમ ન આવે અને પરમાણુ જ કેમ આવે ? ઉત્તર :- અહીં પુદ્ગલનું પ્રકરણ ચાલે છે એટલે અપ્રદેશ કહેવાથી પરમાણુ જ આવે પણ સમયરૂપ
કાળ આવે નહિ. 3. पुद्गलश्चायं पूरणगलनधर्मत्वत एव... हारिभ० पृ० २१७