________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૪
૯૧
ભાજ્ય, વિભાષ્ય અને વિકલ્પ આ ત્રણે પર્યાયવાચી છે છતાં ત્રણેની વિશેષતા છે તે જાણી લઈએ.
વિભાષ્ય :- વિશેષથી-અતિશયથી પરમાણુથી શરૂ કરીને જે વ્યાખ્યા કરાય તે વિભાષ્ય કહેવાય છે. જેમ ભાષ્યમાં કહ્યું કે પરમાણુ એક આકાશપ્રદેશમાં જ રહે છે .
વિકલ્પ્ય :- ભેદનો સંભવ હોય ત્યારે વિકલ્પ થાય.
જેમ ચણુકનો એક પ્રદેશમાં કે બે પ્રદેશમાં અર્થાત્ દ્વિપ્રદેશી સંધ એક આકાશપ્રદેશમાં પણ રહે અને બે પ્રદેશમાં પણ રહે. આમ ભેદ સંભવે છે ત્યાં વિકલ્પ હોય છે. એ જ પ્રમાણે ત્રિપ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશમાં પણ રહે. બે આકાશપ્રદેશમાં પણ રહે અને ત્રણ પ્રદેશમાં પણ રહે આમ ભેદ પડે છે માટે અહીં પણ વિકલ્પ સંભવે છે. આ જ રીતે ચતુરણકાદિ સ્કંધો, સંખ્યાત પ્રદેશી કંધો, અસંખ્યાત પ્રદેશી કંધો એક આકાશપ્રદેશમાં પણ રહે અને અનેક આકાશપ્રદેશમાં પણ રહે. આ વિકલ્પ છે. કિંતુ પરમાણુમાં તો ભેદનો અભાવ હોવાથી એક પ્રદેશમાં જ રહે છે માટે ત્યાં વિકલ્પનો અભાવ છે.
એક આકાશપ્રદેશમાં સંખ્યાતાદિ પ્રદેશવાળા સ્કંધો કેવી રીતે રહી શકે ?
પૂ. ભાષ્યકાર મ. જણાવ્યું કે પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે તેવી રીતે ચણુક આદિ સ્કંધો પણ એક આદિ આકાશપ્રદેશમાં રહી શકે છે. તેથી શંકા થાય છે કે—અત્યંત સૂક્ષ્મ એવા એક આકાશપ્રદેશમાં અસંખ્યાત પ્રદેશી કંધો કેવી રીતે રહી શકે ? કારણ કે એક ઘડામાં ચાર સમુદ્રનું પાણી રહી શકે નહિ કેમ કે પાણી ઘણું છે અને ઘડામાં જગા ઓછી છે તેમ આકાશનો એક પ્રદેશ છે તેમાં અસંખ્યાત પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે રહી શકે ? શંકાના સમાધાનમાં હેતુ અને દૃષ્ટાન્ત
આ શંકાના સમાધાનમાં હેતુ છે પ્રચયવિશેષ. પ્રચયવિશેષથી અત્યંત સૂક્ષ્મ એવા એક આકાશપ્રદેશમાં પણ અસંખ્યાત પ્રદેશી સ્કંધ રહી શકે છે. દા. ત. હાથીના દાંતના ટુકડામાં કેટલા બધા પ્રદેશો છે છતાં અલ્પ પ્રદેશમાં અલ્પ સ્થાનમાં રહેલો જોવાયો છે. જ્યારે ભેષ્ડ ખણ્ડ હાથીના દંતશૂળ જેટલો જ હોવા છતાં તેટલા જ પરિણામવાળો હોવા છતાં ઘણા આકાશપ્રદેશમાં રહેલો જોવાયો છે. એટલે અવયવો વધારે હોય તો વધારે અને ઓછા હોય તો ઓછી જગ્યા જોઈએ તેવું નથી. કારણ કે આપણે જોયું કે હાથીના દાંતનો ટુકડો ઘણા વધારે અવયવવાળો છે છતાં અલ્પ આકાશખંડને રોકે છે. માટે પરિણામવિશેષ પ્રચય જ તેવા પ્રકારનો પરમ સૂક્ષ્મ છે કે જેને લીધે અનંતા પણ પરમાણુઓ સ્કંધરૂપ થયેલા આકાશના એક પ્રદેશનો અશ્રય લે છે. આમ હાથીના દંતશૂળના ટુકડાના દૃષ્ટાંત દ્વારા આપણે જોયું કે ઘણા અવયવવાળો પણ ઓછા સ્થાનમાં રહી શકે છે તેમ અસંખ્યાતપ્રદેશી સ્કંધ પણ જરૂર એક પ્રદેશમાં રહી શકે. હવે આ વાતમાં જરાય શંકાને સ્થાન નથી. છતાં આપણે હજી વધારે દૃષ્ટાંત જોઈએ.
૧.
इह परिणतिविशेषमङ्गीकृत्य पुद्गलाः केचिदतिस्थूलतया वर्तन्तेऽल्पेऽपि सन्तो भेण्डकाष्ठादिषु...तत्त्वा० अ० २, सू० ३८ पृ० १९७.