________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૬
(૧) વસ્ત્રની પિડિત અને વિસ્તૃત અવસ્થાની જેમ આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ ઈષ્ટ છે તે આ પ્રમાણે–જેમ કપડાની ઘડી વાળી દઈએ, પીલું બનાવી દઈએ તે કપડાનો સંકોચ કહેવાય અને ઘડી ઉકેલીને કપડું પહોળું કરીએ તે તેનો વિકાસ કહેવાય તેવી રીતે જીવના પ્રદેશોનો પણ સંકોચ અને વિકાસ ઈષ્ટ છે.
(૨) દીપકનો પ્રકાશ જેટલો આધાર મળે તે પ્રમાણે સંકોચાય છે અને લાય છે તેવી રીતે જીવના પ્રદેશોનો પણ સંકોચ અને વિકાસ ઇષ્ટ છે.
(૩) ચર્મમંડલનું જેમ સંકુચન અને પ્રસારણ થાય છે તેવી રીતે આત્માના પ્રદેશોનો સંકોચ અને વિકાસ ઈષ્ટ છે. દીપક અનિત્ય છે માટે આત્મા અનિત્ય સિદ્ધ થશે ?
શંકા - તો તો આત્મા દીપક આદિની જેમ અનિત્ય થશે કેમ કે દીપકાદિ અનિત્ય છે. દીપક એકાંતથી અનિત્ય નથી.
સમાધાન :- આ શંકા અયોગ્ય છે. કેમ કે સ્યાદ્વાદી દીપક આદિને એકાંતથી અનિત્ય માનતા નથી. બધા પદાર્થો દ્રવ્ય નય અને પર્યાય નયથી યુક્ત છે. આથી બધા પદાર્થો નિત્યાનિત્યાદિ વિકલ્પને ભજનારા છે. આવી જૈનોની પ્રતિજ્ઞા છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે, તમારે ત્યાં બધા જ પદાર્થો નિત્યાનિત્ય છે તેથી આત્મા પણ એવા ધર્મવાળો જ અર્થાત્ નિત્યાનિત્ય જ થશે. આ અનુમાનમાં સિદ્ધસાધ્યતા છે :
અમારે ત્યાં આત્મા નિત્યાનિત્ય જ છે એટલે સિદ્ધસાધ્યતા છે. તમે અમારા માટે આત્મામાં નિત્યાનિત્યપણું સાધ્ય કરો છો તે નકામો પ્રયત્ન છે કેમ કે તે તો અમે માનીએ જ છીએ. અમારે ત્યાં આત્મા નિત્યાનિત્ય સિદ્ધ જ છે. એને જ તમે સિદ્ધ કરો છો.
અમે આત્મા નિત્યાનિત્ય છે. આ પ્રમાણે સ્વીકારીએ છીએ તેથી જેઓ આ શ્લોકમાં જે આપત્તિ આપે છે તે પણ ખંડિત થઈ જાય છે.
"वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् ।
चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्फल:२ ॥" શ્લોકાર્થ- આકાશ નિત્ય છે તો વરસાદ પડે કે તાપ પડે પણ એમાં કશો જ ફરક પડતો નથી, પણ ચર્મમાં તેનું ફળ છે. અર્થાત્ ચર્મ વરસાદથી સંકોચાય છે અને તાપથી વિસ્તૃત થાય છે. તેથી જો આત્માને ચર્મ જેવો કહેશો તો અનિત્ય સિદ્ધ થશે અને આકાશ જેવો કહેશો તો
૧. અર્થાત્ પટ સાપેક્ષ નિત્યાનિત્ય છે, આત્મા સાપેક્ષ નિત્યાનિત્ય છે, વસ્તુમાત્ર સાપેક્ષ નિત્યાનિત્ય છે.
..મસજ્જન: II ત્યાં “સત્યમ:' તિ પાઠાન્તર ન્યાયમંજરી ઉત્તરભાગ પૃ. ૧૬. निर्विकारत्वे तु सताऽसता वा सुखदुःखादिना कर्मफलेन कस्तस्य विशेष इति कर्मवैफल्यमेव, तदुक्तम्वर्षातपाभ्यां किं व्योम्नः, चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत्सोऽनित्यः, खतुल्यश्चेदसत्समः ॥ इति ॥