________________
અધ્યાય-૫ : સુત્ર-૧૬
૧૦૩
પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે એટલે કામણ શરીરને લઈને જીવનો પણ જઘન્ય અવગાહ તેટલો જ છે.
આમ પૂ. ભાષ્યકાર મ. ના યુક્તિયુક્ત જવાબથી સ્પષ્ટ સમાધાન થઈ જાય છે કે સંસારી જીવોની એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના સંભવે જ નહિ.
સંસારી જીવો માટે યુક્તિયુક્ત જવાબ આપ્યા પછી પૂ. ભાષ્યકાર મ. સિદ્ધ પરમાત્મા માટે પણ સુંદર યુક્તિ આપે છે તેને હવે વિચારી લઈએ.
સંસારી જીવો તો કાર્મણ શરીરવાળા છે માટે ઉપરની યુક્તિ બરાબર છે પરંતુ સિદ્ધોને તો કાર્મણ શરીરનો યોગ જ નથી. તેઓ તો સયોગી નથી તો શા માટે સિદ્ધ ભગવંતો એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના ન કરે ?
તેના સમાધાનમાં પૂ. ભાષ્યકાર મ. ફરમાવે છે કે–સિદ્ધ ભગવંતો ત્રીજા ભાગથી હીન ચરમ શરીરને અવગાહે છે માટે એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના કરતા નથી. તો આ સમાધાન દ્વારા આપણને એ બતાવે છે કે–શરીરમાં ત્રીજા ભાગનું પોલાણ છે. તે પોલાણને પૂરી દેવાથી ત્રીજો ભાગ હીન અવગાહના થાય છે, અને આ ત્રીજા ભાગથી હીન અવગાહના ચરમ શરીરમાં યોગ નિરોધ કાળમાં જ થાય છે. આથી સિદ્ધ ભગવંત પણ તેટલા પ્રમાણવાળા જ હોય છે.
અનાવરણવીર્યવાળા કેવલી ભગવંતનું પણ આનાથી ન્યૂન અવગાહ માટે સામર્થ્ય નથી તો બીજા સંસારી જીવો માટે તો કહેવું જ શું? મતલબ એ છે કે સિદ્ધ ભગવંતોના વીર્યને– સામર્થ્યને રોકનાર કોઈ કર્મ નથી. તો તેમને તો જેટલો આત્મપ્રદેશોનો સંકોચ કરવો હોય તેટલો કરી શકે. જ્યારે સંસારી જીવોને કર્મ રોકનાર છે એટલે તેમનો અવગાહ કાર્મણ શરીરને આધીન છે. પણ આ અનાવરણવીર્યવાળા સિદ્ધ ભગવંતો પણ જે જન્મમાં સિદ્ધ થઈ રહ્યા છે તે જન્મમાં જેટલી ઊંચાઈ છે તેનો ત્રીજો ભાગ કાઢીને બાકીનો અવગાહ કરી શકે છે. તેઓ પણ આનાથી ઓછો અવગાહ કરી શકતા નથી તો હવે કર્મવાળા સંસારીઓને માટે તો કહેવાનું જ શું ?
હવે અહીં કોઈ કહે કે આમ કેમ? શું કર્મ વગરના સિદ્ધો પણ વધારે સંકોચ ન કરી શકે ?
તો આ પ્રશ્ન બરાબર નથી, કેમ કે આ સ્વભાવ છે કે આટલો જ ઉપસંહાર થાય છે, અને સ્વભાવમાં પ્રશ્ન હોતો જ નથી.
પ્રશ્ન:- જોકે ચરમ શરીરનો ત્રીજો ભાગ જ હીન થાય છે તે વખતે અયોગી કેવલી કર્મ સહિત એટલે સકર્મા છે. માટે આનાથી અલ્પતર એટલે અત્યંત ઓછો સંકોચ થઈ શકે નહિ પણ કર્મનો સંપૂર્ણ નાશ થયા પછી તો સિદ્ધ થાય છે તો કર્મથી વિમુક્ત થયેલ એકાદિ પ્રદેશમાં અવગાહી શકે તેટલો સંકોચ કેમ નથી કરતા ?
ઉત્તર - આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે કર્મ રહિત થયા પછી પ્રયત્નનો અભાવ છે. પ્રયત્નનો અભાવ કારણનો અભાવ છે. માટે ?