________________
૧૦૨
તત્ત્વાર્થ સૂત્ર આ રીતે કોઈની શંકાને ઉપર પ્રશ્નાત્મક ભાષ્ય દ્વારા પૂ. ભાષ્યકાર મ. બતાવી અને હવે તેનો જવાબ આપતાં કહે છે કે યુક્તિથી રિક્ત એટલે યુક્તિ વગરના પદાર્થની પ્રતિજ્ઞા કરતા જ નથી. પરંતુ યુક્તિયુક્ત અર્થની જ પ્રતિજ્ઞા કરીએ છીએ. અહીં તમારો પ્રશ્ન છે તેમાં પણ યુક્તિયુક્ત જવાબ છે જ તે આ પ્રમાણે
ભાષ્ય - સંસારી જીવો યોગવાળા હોવાથી અને સિદ્ધો ચરમ શરીરના ત્રીજા ભાગ હીન અવગાહનાવાળા હોવાથી એકાદિ પ્રદેશમાં જીવોના અવગાહ નથી.
ટીકા : જીવોનો અવગાહ એકાદિ આકાશપ્રદેશમાં કેમ નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પૂ. ભાષ્યકાર મ. સંસારી અને સિદ્ધ બંનેને માટે યુક્તિપૂર્વક ખુલાસો આપે છે.
(૧) સંસારી જીવો યોગવાળા છે માટે (૨) સિદ્ધો ચરમ શરીરની ત્રીજા ભાગ હીન અવગાહનાવાળા છે માટે
જીવના પ્રદેશોનું સંકોચનું સામર્થ્ય હોવા છતાં એકાદિ આકાશપ્રદેશમાં અવગાહ નથી. પણ ઓછામાં ઓછોય આકાશના અસંખ્યાત ભાગ પ્રમાણ પ્રદેશમાં અવગાહ છે.
હવે આપણે પૂભાષ્યકાર મ.ના શબ્દો, તેમની પંક્તિની વિચારણા કરી યુક્તિયુક્ત જવાબના રહસ્યને મેળવીએ.
“સંયોગ' શબ્દમાં રહેલ “યોગથી શું લેવાનું? ઔદારિક શરીર આદિ જે પ્રસિદ્ધ છે તે જ લેવાના. એટલે ઔદારિકાદિ શરીરરૂપ યોગો તો પ્રસિદ્ધ જ છે.
અહીં તો સામાન્યથી યોગ બોલ્યા છે છતાં વ્યાપક હોવાથી કાર્પણ યોગ જ લેવાનો છે. એટલે યોગ એટલે કાશ્મણ યોગ અને “યોગની સાથે હોય તે સયોગ, કાર્મણ યોગની સાથે હોય તે સયોગ. એટલે સયોગથી “કામણશરીરી” આવો અર્થ સમજવો. કેમ કે સર્વ સંસારી જીવોને અવશ્ય કાર્મણ શરીર હોય જ છે. તેથી અનંતાનંત પુદ્ગલથી પ્રચિત સર્વ સંસારી જીવોને કાર્પણ શરીર લાગેલું હોવાથી આત્મા અસંખ્યાત પ્રદેશમાં અવગાહ કરે છે પણ એકાદિ આકાશપ્રદેશમાં અવગાહ કરતો નથી.
આથી સ્પષ્ટ સમજાઈ જાય છે કે સંસારી જીવો યોગવાળા હોવાથી કાર્યણશરીરી હોવાથી જઘન્યથી લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં જ અવગાહે છે પણ એકાદિ આકાશપ્રદેશમાં અવગાહના કરતા નથી. અધ્યાય બીજામાં આપણે જોઈ ગયા છીએ કે કાશ્મણ શરીરનું જઘન્ય
યોગ શબ્દ શરીરમાં જ વ્યાપ્ત છે પણ કાર્પણ શરીરમાં જ વ્યાપ્ત નથી માટે યોગ શબ્દની વ્યાખ્યામાં
ઔદારિક આદિ શરીર જ યોગની વ્યાખ્યામાં બતાવ્યા. ૨. ઔદારિક આદિ સ્થૂલ શરીરો કાર્પણ શરીરની અવગાહનાને અનુસરનારા હોવાથી કાર્પણનો જ
ગ્રહ છે. અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાઢ જ કાર્મણાદિનું ગ્રહણ થાય છે પણ આનાથી પહેલા સંખ્યાતપ્રદેશમાં અવગાઢ પુદ્ગલોનો ગ્રહ થતો નથી. એક આકાશપ્રદેશાદિમાં અવગાઢનું ગ્રહણ થતું નથી એ બોધ છે પણ અંતર બતાવવા માટે નથી.... ગતિ દિguથમ y૦ રૂ૩૬.