________________
૧૦૦
તત્ત્વાર્થ સૂત્ર દાન્તનો ઉપનય :
ભાષ્ય - એવી રીતે પ્રદેશોના સંહાર અને વિસર્ગથી જીવ મહાન–મોટા કે નાના પાંચ પ્રકારના શરીરસ્કંધને અવગાહે છે. એટલે જીવ લોકાકાશમાં રહેલા ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવના પ્રદેશ સમુદાયને વ્યાપે છે અર્થાત્ અવગાહે છે. દૃષ્ટાન્તનો ઉપસંહાર
જીવ પ્રદેશોનો સંકોચ અને વિકાસ થતો હોવાથી નાના કે મોટા પાંચ પ્રકારના ઔદારિક આદિ શરીરસંઘાતને જીવ વ્યાપે છે એટલે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ પ્રદેશોના સમુદાયને જીવ અવગાહે છે. કારણ કે લોકાકાશમાં અવયવ જ ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલો છે. જીવ પ્રદેશોની ભજના છે. જે લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં એક જીવ અવગાહીને રહેલો છે ત્યાં બીજા જીવનો પણ અવગાહ હોઈ શકે છે. એમાં કશો વિરોધ નથી. એટલે આવી રીતે જીવ અણુ કે મહાન ધર્માદિ સમૂહને વ્યાપે છે.
આ રીતે દાર્શત્તિક જીવમાં દીપકના દાંતનો ઉપસંહાર કરાય છે કે–દીપકના પ્રકાશની જેમ જીવ પાંચ પ્રકારના શરીરમાં સ્થાન લે છે. તે શરીરો બધાં એકસરખાં હોતાં નથી. કોઈ શરીર કદમાં નાનું હોય તો કોઈ શરીર કદમાં મોટું હોય. જેવડું શરીર હોય તેવડા શરીરમાં જીવ રહે છે. આમ દીપકના પ્રકાશની જેમ જીવને જેવો આધાર મળે છે તે આધાર પ્રમાણ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર થાય છે. એટલે પ્રદેશોના સંકોચ અને વિસ્તારના કારણે જીવ ધર્માદિ સમુદાયને વ્યાપે છે.
આમ જીવના પ્રદેશો સંકોચ અને વિકાસ સ્વભાવવાળા હોવાથી જીવના પ્રદેશો દીપકના પ્રકાશની જેમ પાંચ પ્રકારના નાના કે મોટા શરીરસ્કંધને એટલે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશસમુદાયને અવગાહે છે.
પૂ. ભાષ્યકાર મ. જીવના પ્રદેશો ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવપ્રદેશોને અવગાહે છે આવો અર્થ કર્યો એટલે એક પ્રશ્ન થાય છે કે જીવપ્રદેશો જીવપ્રદેશોને કેવી રીતે અવગાહે ?
તો તેનું સમાધાન એ જ છે કે જ્યાં એક જીવ રહ્યો છે ત્યાં બીજો જીવ રહી શકે છે તેનો વિરોધ હોઈ શકતો નથી. માટે આકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કોઈ એક જીવના આત્મપ્રદેશો છે ત્યાં બીજા જીવોના પણ આત્મપ્રદેશો રહી શકે છે માટે જીવપ્રદેશો ધર્માદિ દ્રવ્યના પ્રદેશ સમુદાયને અવગાહે છે. આ અર્થ બરાબર છે.
ઉપરના ભાષ્ય દ્વારા પૂ. ભાષ્યકાર મ. બતાવ્યું કે જીવપ્રદેશો ધર્માદિ દ્રવ્યના પ્રદેશના સમુદાયને વ્યાપે છે અર્થાત્ જીવના પ્રદેશોની દરેક દ્રવ્યના પ્રદેશો સાથે સ્થિતિ જણાવી એટલે એક વિચાર સ્ફરે છે કે–પરસ્પર દ્રવ્યો એકબીજામાં રહે આ તે કેવી રીતે બને ?
૧. એક આકાશપ્રદેશમાં અનેક જીવોના અનેક પ્રદેશોનો અવગાહ હોય છે તેથી મુકિત ટિપ્પષ્યાન પૃ૦ રૂરૂ.