________________
૧૦૪
તત્ત્વાર્થ સૂત્ર મતલબ એ છે કે કારણ હોય તો પ્રયત્ન થાય અને પ્રયત્ન થાય તો અધિક સંકોચ થાય. જ્યારે સિદ્ધ ભગવંતો કૃતકૃત્ય છે માટે તેમને કોઈ પ્રયોજન નથી કે જેથી પ્રયત્ન કરે અને પ્રયત્ન નથી માટે અધિક સંકોચ નથી.
એટલે આ રીતે આ નિરૂપણમાં કોઈ દોષ નથી.
આ રીતે પૂ. ભાષ્યકાર મ. જીવના પ્રદેશોનો એકાદિ આકાશપ્રદેશમાં અવગાહ કેમ નથી તેના યુક્તિપુરસ્સર જવાબો આપ્યા. તેના દ્વારા બરાબર પ્રશ્નનું સમાધાન થઈ ગયું.
ટૂંકમાં તેમણે આ પ્રમાણે કહ્યું કે–વિકાસ અને સંકોચ ધર્મવાળા આત્મપ્રદેશો છે. વિકાસ અને સંકોચ ધર્મવાળા હોવાથી આત્મપ્રદેશોની પરંપરા કમળના નાળના તાંતણાઓની પરંપરાની જેમ વચમાં વિચ્છેદ પામ્યા વગર વિકાસ પામે છે.
પ્રશ્ન :- આત્મપ્રદેશો વચમાં વિચ્છેદ કેમ નથી પામતા ? ઉત્તર :- અમૂર્તિ છે માટે આત્મપ્રદેશો વચમાં વિચ્છેદ પામતા નથી.
વળી આત્મપ્રદેશો વિકાસધર્મવાળા છે અને એકપણે પરિણામ પામે છે અર્થાતુ જીવપ્રદેશો વિકાસ પામે છે અને જીવની સાથે એક રૂપે પરિણમે છે. જેમ કીડી જેવા નાના શરીરમાંથી હાથી જેવા મોટા શરીરમાં જતા જીવના પ્રદેશોની અભિવૃદ્ધિ દેખાય છે. આમ જીવની અભિવૃદ્ધિ થાય છે તેથી આત્મપ્રદેશોનો વિકાસ સિદ્ધ છે. આમ આત્મપ્રદેશો અમૂર્ત હોવાથી તેઓનો અવિચ્છેદ બતાવ્યો છે. એકત્વરૂપ પરિણામ અને જીવની અભિવૃદ્ધિ પ્રદેશોનો વિકાસ બતાવ્યો છે.
આ રીતે પાનાળના તાંતણાઓની જેમ આત્મપ્રદેશો પણ વિચ્છેદ પામ્યા વિના વિકાસને પ્રાપ્ત કરે છે.
સંકોચથી પૂ. ભાષ્યકાર મ. નો આ પ્રમાણે ભાવાર્થ છે કેઆત્મપ્રદેશસંતાન :- પક્ષ અવિચ્છેદન વિકાસમાસાદયતિ- સાધ્ય વિકસન-સંકોચ-ધર્મવાતુ-હેતુ પદ્મના સંતાનવતુ–દષ્ટાંત
૧. પ્રશ્ન :- હા, જીવના પ્રદેશોનો અલ્પમાં અલ્પ સંકોચ તો સમજાયો પણ વધારેમાં વધારે વિકાસ
લોકપ્રમાણ જ કેમ છે ? તેથી વધારે કેમ નહિ ? તે સમજાતું નથી. ઉત્તર :- વિકાસ એ ગતિને આધીન છે. ગતિનું કારણ ધર્માસ્તિકાય છે અને આ ધર્માસ્તિકાય લોકમાં જ છે. તેથી આત્માના પ્રદેશોનો લોકની મર્યાદાને છોડીને આગળ વિકાસ થઈ શકતો નથી. માટે આત્મપ્રદેશોનો વધારેમાં વધારે વિકાસ લોકવ્યાપી જ થાય છે, આનાથી વધારે નહિ. વળી આત્માના પ્રદેશો અસંખ્યાતા છે અને લોકાકાશના પણ અસંખ્યાતા પ્રદેશ છે. એટલે આકાશના એક એક પ્રદેશમાં આત્માના એક એક પ્રદેશનું સ્થાપન થાય તો પણ લોકવ્યાપી જ બને. આથી આગળ આત્મપ્રદેશોનો વિકાસ નથી. આ રીતે પણ આત્માના પ્રદેશોનો વિકાસ લોકાધિક જ છે પણ બહાર નથી.