________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૫
૯૫
જઘન્ય અવગાહ
આમ જઘન્યથી જીવનો અવગાહ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ વિભાગવાળા જે આકાશના અસંખ્યાતા ભાગો છે તેમાંથી જે એક અસંખ્યાતમો ભાગ છે તેમાં હોય છે. મધ્યમ અવગાહ
કોઈ જીવ તેવા બે આકાશખંડમાં અવગાહ કરે છે. તેવી રીતે ત્રણ, ચાર, પાંચ આદિ આકાશ ખંડમાં જીવોનો મધ્યમ અવગાહ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહ
છેવટના આખા લોકાકાશને વ્યાપીને જીવ અવગાહના કરે છે. કેમ કે કેવલી સમુદ્યાત કાળમાં કેવલીનો આત્મા સર્વલોકવ્યાપી બને છે. કેવલી સિવાય બીજો કોઈ આ સમુદ્ઘાત કરી શકે નહીં એવી જ લોકમર્યાદા–લોકસ્થિતિ છે. એટલે કે સમુદ્ધાત અવસ્થામાં રહેલા કેવલી સિવાય બીજા કોઈનો આત્મા લોકવ્યાપી હોતો નથી અને વળી તે અલોકાકાશના એક પણ પ્રદેશને અવગાહતો નથી.
આ રીતે પૂ. ભાષ્યકાર મ. સાર્વતોછાત્ આ ભાષ્ય દ્વારા વધારેમાં વધારે જીવનો લોકવ્યાપી અવગાહ છે પણ અલોકાકાશમાં નથી તે બતાવ્યું છે .
આમ જીવોનો અવગાહ સમજાઈ ગયો અને તેની સાથે દરેક દ્રવ્યો પોતાના આધાર લોકાકાશમાં કેવી રીતે રહ્યા છે તેનું નિરૂપણ પૂર્ણ થયું.
આ નૂતન સૂત્રની સાથે પૂર્વ સૂત્રનો સંબંધ કરતાં પૂ. ભાષ્યકાર મ. કહે છે કે
ભાષ્ય - શો હેતુ છે કે જીવોનો અવગાહ લોકાકાશના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે ?
ટીકા :- આ ભાષ્ય પૂર્વ સૂત્રની સાથે સૂત્રનો સંબંધ કરે છે તે આ રીતે–આટલું તો નક્કી સમજાઈ ગયું છે કે જીવ અસંખ્યાત પ્રદેશના પરિમાણવાળો છે પણ કાર્મણ શરીરથી બનેલા ઔદારિકાદિ શરીરના સંબંધથી તે અલ્પ પ્રદેશમાં અને બહુપ્રદેશમાં રહે છે. એટલે કોઈ જીવ એક અસંખ્યાત ભાગમાં, કોઈ જીવ બે અસંખ્યાત ભાગમાં અને ઘણા અસંખ્યાત ભાગોમાં અવગાહે છે.... પણ અહીં પ્રશ્ન થાય છે કે એમાં હેતુ કયો છે ? કેમ કે એકસરખા પ્રદેશના પરિમાણવાળો આત્મા છે. દરેક જીવના અસંખ્યાત પ્રદેશ છે તો અવગાહનામાં ભેદ કેમ છે? જો વસ્ત્રો પણ સરખા પરિમાણવાળાં હોય છે તો તેની અવગાહનામાં વિષમતા-ભેદ દેખાતો નથી. આત્મા પણ તુલ્ય પ્રદેશવાળો છે તો વસ્ત્રની જેમ એકસરખો અવગાહ કેમ નહીં ? વિષમતા શાથી છે ?
આ પ્રમાણે પૂભાષ્યકાર મ. આક્ષેપ-પ્રશ્ન તેના પ્રતિવિધાન-જવાબ માટે પૂ. સૂત્રકાર મ. સૂત્રરચના કરે છે.