________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧૫
૯૩
અવતરણિકા
હવે જીવોનો અવગાહ કેટલા ક્ષેત્રમાં છે તે બતાવતા પૂ. સૂત્રકાર મ. નૂતન સૂત્ર રચી રહ્યા છે—
असङ्ख्येयभागादिषु जीवानाम् ॥ ५-१५ ॥
સૂત્રાર્થ-લોકાકાશના અસંખ્યાતમા ભાગથી લઈને લોકાકાશના સંપૂર્ણ પ્રદેશોમાં જીવોનો અવગાહ હોય છે.
ટીકા : સૂત્રના પૂર્વપદનો સમાસ અને વિગ્રહ
બહુવ્રીહિ સમાસ બે પ્રકારે હોય છે : (૧) સમાનાધિકરણ બહુવ્રીહિ (૨) વ્યધિકરણ બહુવ્રીહિ.
આ સૂત્રમાં ‘અસોભાષુિ'. આ પૂર્વપદમાં સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ છે. તેનો વિગ્રહ આ પ્રમાણે છે- અસદ્ધેય મા આવિ: યેષાં તે સુવાવય: તેવું અસદ્ધેયમાાતિવુ । ‘અસંખ્યાતમો ભાગ છે પહેલો જેનો' તેવા અસંખ્યાતભાગાદિમાં જીવોનો અવગાહ છે આવો તેનો અર્થ થાય છે.
અર્થના કારણે વિભક્તિનું પરાવર્તન
અસંખ્યાત ભાગાદિમાં જીવોનો અવગાહ એમ સામાસિક પદનો અર્થ તો કર્યો પણ તે ક્યાં ? અસંખ્યાત ભાગાદિ ક્યાં લેવાના ? કોના સમજવાના ? આ પ્રશ્નના ઉત્ત૨માં આપણે સૂત્ર ૧૨માં ૨હેલ ‘તોાળાશે' - આ પદની અહીં અનુવૃત્તિ લઈ લેવી. જોકે ‘તોાાશે' આ પદ સપ્તમ્યન્ત છે પણ અર્થના કારણે વિભક્તિ બદલાય છે'. આ ન્યાયથી ‘તોળાાશે'માં સાતની વિભક્તિ છે. પણ છઠ્ઠી વિભક્તિ કરી લેવી. એટલે ‘તોાશસ્ય' આ પ્રમાણે ષષ્ચન્ત પદ સમજવું જેથી ‘લોકાકાશના અસંખ્યાત ભાગાદિમાં જીવોનો અવગાહ છે' આ પ્રમાણે અર્થ જોડી દેવો.
આમ અર્થના કારણે વિભક્તિના પરાવર્તનથી અર્થ બરાબર સમજાઈ જશે. જીવોનું અવગાહ ક્ષેત્ર
‘અસંખ્યાતમો એવો જે ભાગ' ‘તે ભાગ જે અસંખ્યાતા ભાગોની આદિમાં હોય' તે અસંખ્યાત ભાગાદય કહેવાય. પ્રથમ અસંખ્યાત ભાગ છે. આવા જ બીજા અસંખ્યાતા ભાગો છે. આનો તાત્પર્યાર્થ એ થાય છે કે લોકાકાશના અસંખ્યાતા જ ભાગો છે.
તેમાં જીવોનો અવગાહ કોઈ વખતે લોકાકાશના જે પ્રદેશો છે તેના એક અસંખ્યાત ભાગમાં હોય છે, કોઈ વખત બે અસંખ્યાત ભાગમાં, કોઈ વખત ત્રણ આદિ અસંખ્યાત ભાગોમાં હોય છે.
जीवानां पृथिवीकायिकादीनां,...... अवगाहो प्रवेश: हारिभ० तत्त्वार्थ० पृ० २१८.
૧.