________________
તત્ત્વાર્થ સૂત્ર જીવોનો અવગાહ લોકાકાશના અસંખ્યાતમા ભાગમાં હોય છે. આ બતાવ્યું તેના સ્પષ્ટીકરણરૂપે પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં કહે છે કે
ભાષ્ય - લોકાકાશના પ્રદેશોના અસંખ્યાત ભાગથી માંડીને અસંખ્યાતા બીજા ભાગો છે તેમાં યાવત્ સર્વ લોકાકાશમાં જીવોનો અવગાહ છે.
ટીકા : આ ભાષ્ય દ્વારા પૂ. ભાષ્યકાર મ. બે વાત બતાવી રહ્યા છે.
(૧) અધિકારની અનુવૃત્તિ–બારમા સૂત્રમાં “નોવાકાશે'માં લોકાકાશ શબ્દ છે તે લોકાકાશ શબ્દની અહીં અનુવૃત્તિ લેવી કેમ કે લોકાકાશનો અધિકાર ચાલે છે.
() વિભક્તિનો વિપરિણામ–બારમા સૂત્રમાં નોાિશે’ સાતમી વિભક્તિ છે. તેનો અહીં ફેરફાર કરી છઠ્ઠી વિભક્તિ સમજવી. એટલે “
તોરાણુ' આ પ્રમાણે ફેરફારથી કરી લેવો. આમ અધિકારની અનુવૃત્તિ અને વિભક્તિના ફેરફારથી જીવોનો અવગાહ “લોકાકાશના' અસંખ્યાત ભાગોમાં છે આવો અર્થ પ્રાપ્ત થશે. અસંખ્યાત ભાગોનું પ્રમાણ
લોકાકાશના બધા મળીને અસંખ્યાત પ્રદેશો છે. તેને અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અસંખ્યાતા ભાગો વડે બુદ્ધિથી ભાગીએ તો તે આકાશના અસંખ્યાતા ભાગો થાય છે એટલે અસંખ્યાત વિભાગો અસંખ્યાત થયા. તેમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આકાશના એક અસંખ્યાત ભાગ પ્રમાણ દેશમાં જઘન્યથી એક જીવનો અવગાહ હોય છે. અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણમાં આત્મા કેમ રહે છે તેની સ્પષ્ટતા
અહીં જરા વિચાર આવે છે. શા માટે જીવને ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમા ભાગનો અવગ્રહ હોય છે. જીવ જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણવાળા આકાશપ્રદેશમાં કેમ રહે છે ?
આ પ્રશ્નનું સમાધાન એ છે કે–જીવ કામણ શરીરનું અનુસરણ કરે છે અને જીવને જ્યારે એકલું કાર્મણ શરીર હોય છે ત્યારે તે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જેટલું કાર્પણ શરીર છે તેટલામાં આત્મા રહેલો છે. આથી જઘન્યથી જીવ અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ ક્ષેત્રમાં રહે છે.
एतयोश्च तैजसकार्मणयोरवरतः (जघन्यतः) प्रमाणम् अङ्गलासंख्येयभागः उत्कृष्टतश्चौदारिकशरीरप्रमाणे केवलिनः समुद्घाते लोकप्रमाणे वा भवतः मरणान्तिकसमुद्घाते वा आयामतो लोकान्ताल्लोकान्तायते स्यातामिति ॥
અધ્યાય ૨ | સૂત્ર ૪૯ | પૃ. ૨૧૦-૧૧, આ ટીકામાં ટીકાકારે કાશ્મણ શરીરનું જઘન્ય પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ બતાવ્યો છે તેથી આત્મા જ્યારે વિગ્રહગતિમાં એકલા કાર્મણ યોગમાં હોય છે ત્યારે આત્માનું પ્રમાણ અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ હોય છે. તેથી આત્માનો જઘન્ય અવગાહ લોકાકાશના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ લોકાકાશના પ્રદેશોમાં હોય છે.....