________________
૯૬
તત્ત્વાર્થ સૂત્ર
प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥ ५-१६ ॥
સૂત્રાર્થ :- પ્રદીપના પ્રકાશ પુદ્ગલોનો સંકોચ અને વિસ્તાર થાય છે તેવી રીતે આત્મપ્રદેશોનો સંહાર અને વિસર્ગ થાય છે તેથી અવગાહનાનો ભેદ થાય છે. ટીકા : જીવોની અવગાહનાની વિષમતાનું કારણ
સૂત્રમાં રહેલ ‘પ્રદેશ'નું લક્ષણ આગળ સૂત્ર ૭ની ટીકામાં કહ્યું છે. હવે સૂત્રના બાકીના શબ્દોનો અર્થ કરીએ. એક આત્માના પ્રદેશો લોકાકાશના પ્રદેશ જેટલા જ છે. તે પ્રદેશોનો સંહાર એટલે સંકોચ અને વિસર્ગ એટલે વિકાસ થાય છે. આ સંકોચ અને વિકાસરૂપ હેતુથી આત્માના અવગાહમાં વિષમતા છે.
જીવના પ્રદેશો સરખા છે છતાં કોઈ એક અસંખ્યાત ભાગમાં રહે છે. કોઈ બે આદિ ભાગોમાં રહે છે તેનું કારણ પ્રદેશોનો સંકોચ અને વિકાસ છે. આ સંકોચ અને વિકાસ થાય છે માટે આત્માના અવગાહમાં વિષમતા છે.
દીપકની જેમ આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ
હવે સૂત્રમાં રહેલ છેલ્લો શબ્દ ‘પ્રીપવત્' જેનો અર્થ છે ‘દીપકની જેમ’. દીપક એટલે તેજના અવયવો. જેમ એ તેજના અવયવો જેટલો અવકાશ મળે તેટલામાં ફ્લાય છે. થોડી જગા હોય તો તેમાં સંકોચ પામીને રહે છે. અને મોટી જગા હોય તો તેમાં વિકાસ પામે છે. તેમ આત્મા પણ સંકોચના પ્રકર્ષને પ્રાપ્ત કરે છે ત્યારે લોકાકાશના એક અસંખ્યાતમા ભાગમા રહે છે અને જ્યારે ઉત્કૃષ્ટ વિકાસને પ્રાપ્ત કરે છે ત્યારે કેવલીનો આત્મા સર્વ લોકમાં અવગાહ કરે છે. આ પ્રમાણે અત્યંત સંકોચ અને અત્યંત વિકાસને જે જીવો પ્રાપ્ત થયા નથી તેવા જીવોની અવગાહના મધ્યમ અસંખ્યાતમા ભાગોમાં હોય છે. આમ વધારેમાં વધારે સંકોચ એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને વધારેમાં વધારે વિકાસ સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ થાય છે તે સિવાયની બીજી બધી મધ્યમ અવસ્થા અનેક પ્રકારવાળી છે. આ રીતે દીપકની જેમ આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ છે તેથી જ જીવોની અવગાહનાંમાં ભેદ છે.
આ જ વાતને પૂ. ભાષ્યકાર મ. વિસ્તારથી બતાવે છે.
ભાષ્ય :- કારણ કે દીપકની જેમ જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ ઇષ્ટ છે. આત્મપ્રદેશોના સંકોચ અને વિકાસની વિશેષ વિચારણા
ટીકા : કારણ કે જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ ઇષ્ટ છે એ આપણે દીપકના દૃષ્ટાંત દ્વારા જોયું. હજી પણ બીજાં દૃષ્ટાંતો દ્વારા આત્મપ્રદેશોના સંકોચ અને વિકાસ ઈષ્ટ છે તે આપણે વિશેષ રીતે વિચારી લઈએ એટલે જીવની અવગાહનાના ભેદમાં આત્મપ્રદેશોનો સંકોચ અને વિકાસ કારણ છે તે બરાબર બેસી જશે.
प्रदीपो विशिष्टज्वालात्मकः प्रतिबद्धप्रभासंघातपरिवारः.....हारिभ० तत्त्वा० पृ० २१९.
૧.